Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 129
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ યશ ચંપકક્ષા અસર ઊભી થઈ શકશે એવી માન્યતાથી અને આજના આ૫વાં સામાજિક નાટકી સંકુચિત થતાં થતાં કેવળ કૌટુંબિક નાટકો બની રહે છે તે તરફ ધ્યાન દોરવાના આશયથી પ્રેરાઈને તેમણે વ્યાખ્યાને માટે વિજય તેંડુલકરના સામાજિક નાટકો પસંદ કર્યો છે. વ્યક્તિનાં સામાજિક પાસાં સાથે કામ પાડતાં સામાજિક નાટકોમાં વિજય તેંડુલકરે જે વિશિષ્ટ પ્રદાન કર્યું છે તેની વિશદ ચર્ચા કરવા માટે લેખકે આ નાટકોને ચાર વિભાગમાં વહેંચ્યાં છે. પહેલો વિભાગ તે સામાજિક સમસ્યાને વિશિષ્ટ સ્વરૂપે રજૂ કરતાં નાટકો જેમાં ધાસરામ કોતવાલ” અને “શાંતતા, કોર્ટ ચાલૂ આહને સમાવેશ કરવામાં આવે છે. આ બંને નાટકોનું સૌથી આકર્ષક પાસું એમનું સ્વરૂપ છે. પહેલામાં “માનવદીવાલ' અને બીજામાં ‘ અદાલતની મત” વિશષ્ટ છે. સમગ્ર બૌદ્ધિક અને સંસ્કારી વર્ગનું પ્રતિનિધિત્વ કરતા ૧૨ જેટલા ઉચ્ચકુળના મરાઠી બ્રાહ્મણોને સમૂહ, સંનિષના વિક રૂપે માનવદીવાલ રચે છે અને લંપટ ને વિલાસી એવા નાના ફડનવીસના દુષ્કૃત્યને સતત ઢાંકતે રહે છે. અહીં સતત બાર પાત્રાનાં વિવિધ દમાં ભાગ લેવાને કારણે બોદ્ધિક વર્ગની નપુંસક્તા અને સંસ્કારને દંભ ખુલે થતું રહે છે. માનવદીવાલની આ એક પ્રયુક્તિથી સમગ્ર રજૂઆત બૃહદ્ બની જાય છે. અંતહાસ અને રાજકારણને સાંકળી લેવા છતાં એક મૂળભૂત સામાજિક સમસ્યા અહીં રજૂ થાય છે. બૌદ્ધિકો અને શ્રેષ્ઠીઓ બંનેના સામાજિક ઉત્તરદાયિત્વને વિવાદ આ બાર બ્રાહ્મણે કશું જ બોલ્યા વગર આપણુ પર છોડી જાય છે એવું લેખકનું તારણ છે. માનવદીવાલની આ પ્રયુકિત નાટકને વિશિષ્ટ સ્વરૂપ પ્રદાન કરે છે તે અદાલતની રમત “શાંતતા, કોર્ટ ચાલું આહ” નાટકને એક આગવું સ્વરૂ૫ બક્ષે છે. અદાલતની રમતની પ્રેરણા ભલે ડયુરેનમાટના “ડેન્ડરસગઈમ'થી મળી છે તેમ છતાં ન્યાયતંત્ર, સામાજિક વ્યવસ્થા અને એક મધ્યમવર્ગીય સ્ત્રીનું સ્વાતંત્ર્ય–આ ત્રણેને પૂરેપૂરા ભારતીય સંદર્ભમાં એક સાથે તેંડુલકર રજૂ કરી શકે છે ને એમાં જ એમની સર્જક્તા રહેલી છે. ડયુરેનમાટેના કાયદાશાસ્ત્રીઓની દીવાનખંડમાં ભજવાતી રમત કરતાં અનેકગણી સંકુલ રમત, આપણું સામાજિક સંદર્ભને આત્મસાત્ કરી ભજવાય છે એટલે શૈલીના અનુકરણને આક્ષેપ આંશિક ઠરતે હેવાનું લેખક માને છે. સામાજિક સમસ્યાને પ્રહસન સ્વરૂપે રજુ કરતા વર્ગ માં લેખકે એક જ નાટક લીધું છે, * પાહિ જાત' જેમાં “ જાત” કરતાં કથળી ગયેલી શિક્ષણવ્યવસ્થા જ કટાક્ષનું કેન્દ્ર બને છે. શિક્ષણ અને શૈક્ષણિક જગતનું આપણું આજના સમાજમાં જે રીતે પતન થયું છે તે તરફ, ચાંકી જવાય તેટલી હદે તેંડુલકર આ નાટક દ્વારા આપણું ધ્યાન દોરે છે. પરિસ્થિતિને અંતિમ કક્ષાએ લઈ જઈને વાત કરવી એ તેંડુલકરની લાક્ષણિકતા આ નાટકમાં છતી થાય છે એવા લેખકના કથનને સૂર છે. * કમલા ” અને “કન્યાદાન આ બે નાટકો સાંપ્રત સામાજિક સમસ્યાને રૂઢિગત સ્વરૂપે જ કરતાં નાટકો છે. બંને નાટકને વિષય જેને current issue કહેવાય એવો છે, “કમલા ” અનવેષણાત્મક પત્રકારત્વ investigative journalism ના જોખમ તરફ અંગુલિનિર્દેશ કરે છે તો * કન્યાદાન' આદર્શન મહમાં સેવ અને દલિતાના આંતર સંબંધથી ઉભી થતી સમસ્યા વિશે વાત કરે છે. આ બંને તીવ્ર સમસ્યાઓના નિરૂ૫ણ માટે તેંડુલકર રૂઢિગત સ્વરૂપને આશરે લે છે અને વિશિષ્ટ સ્વરૂપે પ્રયોજવા પર ઉદાસીન રહે છે. પ્રોસિનિયમ આર્ચ પર બોકસ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134