Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 127
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ વિજય શાસો ડો. જયંત ખત્રી: સમગ્ર વાર્તાઓઃ પ્રકાશક: રજિસ્ટ્રાર, શ્રીમતી નાથાભાઈ દામોદર ઠાકરસી મહિલાવિદ્યાપીઠ, ૧, નાથીબાઈ ઠાકરસી રેડ, મુંબઈ ૪૦૦ ૦૨૦ પ્રથમ આવૃત્તિ ઃ ૧૯૯૪, પૃ. ૫૨૮ મૂલ્ય: રૂ. ૨૦ - સ્વ. જયંત ખત્રી તેમના કુલ ત્રણ વાર્તાસંગ્રહ “કેરાં ', “ વહેતાં ઝરણાં' અને “ખરા. બપર થી વાર્તાકાર તરીકે પ્રસિદ્ધ છે. વાર્તાકાર તરીકેની તેમની મૌલિકતાએ અત્યાર સુધી વાર્તારસિકોનું ધ્યાન ખેંચ્યું છે. એમની વાર્તાકલાનાં ઝાઝાં અનુકરણે થયાં નથી, કહે કે થઈ શકયાં નથી. પ્રગતિવાદ તેમના જમાનામાં સમકાલીન પરિબળ હતે. વાસ્તવવાદ પણ પૂરા બળથી ગાંધીયુગના પ્રતાપે પાંગર્યો હતો છતાં કૌતુકવાદનાં વળતાં પાણી એમની વાર્તાઓ પૂરતાં તે નથી થયાં એ ઘટના નોંધ લેવા જેવી લાગે છે. આવા વાર્તાકારની સમગ્ર વાર્તાઓ અહીં ગ્રન્થસ્થ થઈ છે, તે જયંત ખત્રીની વાર્તાકલાના અભ્યાસ માટે તેમ જ ગુજરાતી વાર્તાસાહિત્યના ઇતિહાસની એક નોંધવા જેવી કડી તરીકે જરૂરી પણ છે. ખત્રીની મર્યાદાએ તેમ જ વિશિષ્ટતાએ બંનેને તોલ આ દળદાર ગ્રંથ વડે કરી શકાય તેમ છે. * વાર્તાકાર તરીકે ખત્રી કેટલીક વિચારધારાને આકાર આપવાને પ્રયત્ન કરે છે ત્યાં કશુંક મહત્વનું બળ ખૂટતું લાગે છે અને વાર્તા નરી ચર્ચામાં સરી પડે છે તેનું ઉદાહરણ “અમે બુદ્ધિમાને ” જેવી કતિમાંથી જડે છે પણ બીજી તરફ માનવીના આદિમ અને રહસ્યમય એવા કશાક Beingના પ્રવર્તનનું નિરૂપણ કરવામાં જ્યાં તેમની કલમ ઉદ્યત થાય છે ત્યારે કલાત્મક પરિણામો અને પરિમાણે નીપજાવે છે તેનાં અસંખ્ય દષ્ટાંતે મળી શકે તેમ છે. લોહીનું ટીપું ', “ધાડ'. * ખરા બપોર', “ માટીને ધડ ', 'તેજ, ગતિ અને ઇવનિ' આ પ્રકારની બળકટ રચનાઓ બની છે. લોહીનું ટીપું'માં લુહારીકામ કરતા બેચરનું પાત્ર ધાડપાડુનું છે છતાં ખલ નથી બનતું એ તેના પાત્રને વિશેષ છે. જશવંત શેખડીવાળા જેવા વિવેચકે “ હેમિની સ્પષ્ટ અસર લેખક ઉપર પડી હોવાનું ' નિદાન કર્યું છે. (જુઓ: ચાંદની ' માસિકને નવંબર/૧૯૬રને અંક) કાળા માલમ' જેવી વાર્તા આ નિદાનની સાબિતી પણ આપે તેમ છે. આઈરિશ લેખક સિજની કાતમાં દરિયાઈ પ્રદેશ જેમ એક સક્યિ પાત્ર બની રહે છે તેમ ખત્રીની આ “ કાળે માલમ” ઉપરાંત “ ખરા બપોર' “ધાડ’ વગેરે કૃતિઓમાં રણપ્રદેશ અને “દરિયાઈ પ્રદેશ functional બની રહે એવા સ્વરૂપે આલેખાયાં છે. “ કાળા માલમ' વાર્તામાં કાળા માલમ અજાણતાં જ ભાઈની પત્ની સાથે દેહસમ્બન્ધ બાંધી બેસે છે એવી પરિસ્થિતિનું નિર્વહણ આકરિમક છતાં પ્રતીતિકર બન્યું છે તે વાર્તાકલાને વિજય છે. ત્યાર પછી સ્વ. ચુનીલાલ મડિયાએ પણ આ જ કથાવસ્તુને કેન્દ્રમાં રાખીને “ ચંપે અને કેળ' વાર્તાની રચના કરેલી. બંનેની તુલના કરતાં વાર્તાકાર તરીકે ખત્રીની વિશિષ્ટતાઓ પામી શકાય તેમ છે. બંધ બારણા પાછળ', ' ખીચડી' વગેરે કતિઓમાં સ્ત્રીના મને જીવનની પડ છે તેના વાસ્તવિક સમાજજીવનને મૂકીને નાટ્યાત્મક પરિસ્થિતિ સરજી આપી છે. મહમદ' અને કિરપાણ” બંને ખત્રીની લાક્ષણિક વાર્તાઓ છે. “લાક્ષણિકને અર્થ Typical કરવાને છે. ખત્રીની અનેક વાર્તાઓ તેનાં પાત્રોનાં વ્યક્તિત્વની વિલક્ષણતાઓના આલેખનમાં રાચતી હોય છે જેમ કે દામ અરજણ ', “આનંદનું મત’ વગેરે “મહમદ ' અને ' કિર પાણ’ રચનાઓ ૫ણ તેમનાં મુખ્ય પાત્રો મહમ્મદ અને પન્નાની સાંવેદનિક, વૈચારિક અને વાર્તાનિક વિલક્ષણતાઓનાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134