________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાલકન
ગ્રંથમાં ચર્ચાયેલા મુદ્દાઓ પરથી એ ધ્યાનમાં આવશે કે કઠોર પરિશ્રમથી કેવું ગ્રંથરત્ન સિદ્ધ થાય છે, એમના ઉડા અધ્યયનની અને મૂલગ્રાહી વિવેચનની જાણ થશે. આ ગ્રંથ જ એમણે સંશોધન માટે શું કામ પસંદ કર્યો એની જિજ્ઞાસા થવી અનિવાર્ય છે. તે બાબતમાં કંઈક કહેવું અસ્થાને ન ગણાય.
સંસ્કૃત વ્યાકરમાં શબ્દસિદ્ધિ, સુત્રાર્થનિર્ણય, અને શબ્દાર્થનિર્ણય એવા ત્રણ પ્રવાહ છે અને પાણિનિના અષ્ટાધ્યાયીમાં આવાં સૂત્રો છે, જેમના વડે સુત્રોના અર્થને નિર્ણય કરવા અંગે માર્ગદર્શન મળે છે. આવાં અને પરિભાષા કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં * Rules of Interpretation ' નામે ઓળખવામાં આવે છે. પરિભાષાઓની માહિતી આપનારા આવા બહુ જ એ ય પ્રાપ્ત થાય છે. આમાં સર્વપ્રથમ ગ્રંથ છે, વ્યાડિને પરિભાષાસૂચનગ્રન્થ. પણ એમનું કર્તવ અને સમય વિવાદમાં ઘેરાયેલાં હેવાથી પુરુષોત્તમદેવને લધુપરિભાષાવૃતિગ્રંથ જ સૌથી પહેલો પરિભાષાવૃત્તિગ્રંથ છે. માટે આ ગ્રંથનું સુકમ અને વિસ્તૃત અધ્યયન બહુ જ ઉપયોગી નીવડશે. પરિભાષાઓની ચર્ચાઓને ઉદય, તેમને ક્રમશઃ વિકાસ અને બીજા પ્રમુખ પરવત પરિભાષા ગ્રંથકાર ઉપર એમને પ્રભાવ અને તેમનું તુલનાત્મક અધ્યયન, સિદ્ધાન્તચર્ચા વિચાર, વિકાસ અને એના ઉપયુક્ત અને માર્મિક ઈતિહાસની જાણઆ મુદ્દાઓ ધ્યાનમાં લઈને છે. વસંતભાઈએ એ વિષય ઉપાડ્યો છે, અને મને જણાવતાં પશે આનંદ થાય છે કે આમાં તેઓ સંપૂર્ણ પણે યશસ્વી બન્યા છે,
આ ઇતિહાસની ચર્ચા કરતી વખતે ડે. વસંતભાઈએ પૂર્વવત વિદ્વાનોના મતેની ચર્ચા કરી છે અને એમના મતોનું પરિશીલન અને ક્યારેક ખંડન પણ કર્યું છે અને એ માટે જે માઓની ચર્ચા કરી છે, એમાં એમની સત્યનિષ્ઠા, નિર્ભયતા, વિચાર અને વૈયાકરણ તરીકે એમના ગુરુવએ એમનું કરેલ સુદઢ ઘડતર, એની પ્રતીતિ થાય છે. નાની ઉંમરમાં જ આટલું તલસ્પર્શી અધ્યયન એમના પરિશ્રમની સાક્ષી પૂરે છે.
પુરુષોતમદેવની લઘુપરિભાષાવૃત્તિ અને એની બીજ પરિભાષાગ્રન્થ સાથે કરેલી તુલના એમના ઘનિષ્ઠ જ્ઞાનને અનુભવ કરાવે છે. મોટા પાયા ઉપર ગુજરાતીમાં થયેલો આ પ્રથમ જ પ્રયત્ન હોવાથી આવકાર્ય છે જ. આવા પ્રકારના બીજા મલિક મળે એમની પાસેથી આપણને મળતા રહે એવી આશા રાખીએ. •
અને, એક બે મહત્ત્વના મુદ્દાઓ ઉપર ધ્યાન દોરીને વિરમીશું.
આ ગ્રંથ વ્યાકરણ્યશાસ્ત્ર ઉપર છે, માટે અત્યંત ચોકસાઈની અપેક્ષા રાખે છે. પ્રકરિડિંગમાં એકસાઈ જાળવવાને ધ પ્રયત્ન કર્યા છતાં ઘણીખરી ભૂલે-સંસ્કૃતવચને, અંગ્રેજી ઉદ્ધરણે અને ગુજરાતીમાં પણ જોવા મળે છે, એ આ ગ્રંથની એક નબળી બાજ છે. બીજ એક-બે જગ્યાએ શરતચૂકથી ગુજરાતી ભાષામાં પણ ભૂલે દેખાય છે. ગ્રંથ ગુજરાતીમાં હોવા છતાં ઘણીવાર સૂત્રમાંક વિગેરે અંગ્રેજીમાં આપ્યાં છે, એ પ્રકાશનતંત્રની દષ્ટિએ યોગ્ય છે કે નહિ એને વિચાર કરવું જોઇએ.
આવી નાની તંત્રજન્ય ભૂલ હોવા છતાં ગ્રન્થની યોગ્યતા કે ઉપાદેયતા ઉપર એમની અસર થતી નથી, એ એક આનંદની વાત છે. ફરી લેખક અને પ્રકાશકને શતશ ધન્યવાદ. પ્રાય વિદ્યામંદિર, વડોદરા.
- સિદ્ધાર્થ યાવન્ત પાકણકર
For Private and Personal Use Only