________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થ- થાકતી,
૧૨૫
સેટમાં જ, આપણુ એ ચિરપરિચિત મધ્યમ વર્ગના કૌટુંબિક વાતાવરણમાં આ બંને સમસ્યાઓ આકાર પામે છે. આ રૂઢિગત સ્વરૂપ પસંદ કરેલા વિષયની દૃષ્ટિએ આવશ્યક છે તેમ છતાં સ્વરૂપ અહીં સામાન્ય રહે છે એની લેખક નોંધ લે છે. વળી અહીં એક ઉપદેશકની જેમ પત્રકાર જયસિંહ જાદવની પત્નીના મુખે સ્ત્રી-સ્વાતંત્ર્ય અને સમાનતાની વાત કરે છે તે કૃતિ માટે હાનિકર્તા નીવડે છે. “કમલા' નાટક દ્વારા નાટ્યકાર, “ઈ-વેસ્ટીગેટીવ જર્નાલિઝમ ઘણી વખત સત્યની શોધનું માત્ર મહોર જ પહેરે છે. એને અસલ ચહેરો તે સ્વપ્રસિદ્ધિને હોય છે.” એવું સિદ્ધ કરવા મથે છે તે વર્ગભેદની સમસ્યાનું સામાજિક પાસું નિરૂપતા “કન્યાદાન” નાટક દ્વારા “ સવર્ણ અને દલિતોની જીવનપદ્ધતિમાં, એમની મૂલ્યવ્યવસ્થામાં આજે એટલું અંતર પડી ગયું છે કે ગમે તેટલું શિક્ષણ મેળવવા છતાં આ બંને વર્ગના કોઈ પણ સભ્ય માટે પરસ્પર સ્વીકાર શકય નથી” એ પુરવાર કરવાની મથામણ કરે છે એવા તારણ પર લેખક આવે છે.
* સામાજિક સમસ્યા અને જાતીયતા ને હિંસાનું આધિપત્ય ' ' આ વિભાગ અંતગર્તા લેખકે “બેબી', “ ગીધાડે” અને “સખારામ બાઈન્ડર -આ ત્રણ નાટકોને સમાવેશ કર્યો છે. ગ્રામસમાજમાં હિંસાના અભ્યાસને લગતા વિષય માટે નહેર ફેલોશીપ મેળવનાર તેંડુલકરે આ નાટકોમાં, જ્યાં વાણી અને વર્તનમાં હિંસા અને અશ્લીલતા સહજ છે એવા સમુદાયનું અસલ સ્વરૂપે કશી શેહશરમ રાખ્યા વિના નિરૂપણ કર્યું છે. “બેબી'માં નાટ્યકારે બેબીની કૂતરી બનવાની, રંગમંચ પર જ ઉદ્ભવી શકે એવી અદ્દભુત પ્રયુક્તિ અપનાવી છે જે માનસિક અને ભૌતિક બંને સ્થિતિને એક સાથે નાટ્યાત્મકતાથી રજુ કરી શકે છે અને એટલે વાસ્તવિકતા જોખમાવાને બદલે ધારદાર બને છે એ લેખકને અભિપ્રાય છે. “ગીધાડે “માં સામાન્ય વાચકને કે પ્રેક્ષકને સૌથી વધારે અકળાવી મૂકે એવું અંગ પાત્રોની ભાષા છે. પિતાના મનને મેલ કાઢવા અહીં પાત્રો ગાળોને છૂટથી ઉપયોગ કરે છે પણ આ ગાળો અને પાત્રોની બરછટ ભાષા આ નાટકનું લય નથી, એ તે સાધન માત્ર છે અને એટલે જ આવી ભાષા હોવા છતાં આ નાટક હલકું બની જતું નથી. નાટકમાં આવતાં ચાર પાત્રો પિશાચી છે પરંતુ એ આપણું જ માનસનાં પ્રતિબિંબ છે. સભ્યતા ને સંસ્કૃતિને બુરખે પહેરી રાખવાથી આપણી પાશવી વૃત્તિઓ વધુ ને વધુ તીવ્ર બનતી જાય છે. સભ્યતા કે સંસ્કૃદ્ધિ માનવીની ચામડીની નીચે ઉતર્યા જ નથી એ આપણી કરતા છે ને આ કરુણતાનું તેંડુલકરે અહીં નિર્લજજ પ્રદર્શન કર્યું છે એવું લેખકનું મનવ્ય છે, લડનન સામાજિક અને પ્રેમનાં વૈયક્તિક બંધન વગરને સ્ત્રીપુરુષને સાથે રહેવાને પ્રવાસ " સખારામ બાઈન્ડર માં પ્રગભતાથી નિરૂપાય છે. “ ગીધાડે'ની જેમ અહીં પણ સખારામ કે ચંપાની ભાષા અને વ્યવહાર સુરુચિવાળાથી તે સહન થાય એવાં નથી; માત્ર એટલું જ નહી, અહીં તે જાતીયતાની દષ્ટિએ પણ સહશયનનાં ઉધાડાં દશ્ય થકી નરી વાસ્તવિકતે રજૂ થઈ છે. જે કે એ પાછળ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાને સર્જકને કોઈ આશય નથી. ભાષા અને વર્તનમાં હિસા અને જાતીયતાની અનિવાર્યતા કૃતિમાંથી આપોઆપ સિદ્ધ થાય છે એવી લેખકની માન્યતા છે.
લેખકે અહી વિજય તેંડુલકરનાં તમામ ૨૬ નાટકો વિશે ચર્ચા કરવાની જગ્યાએ પિતાને જે પ્રતિનિધિ સામાજિક નાટકો લાગ્યાં તેની ચર્ચાવિચારણુ કરી છે. તેંડુલકરના પ્રતિનિધિરૂપ સામાજિક નાટકોનું સ્વરૂપના વિનિગની દૃષ્ટિએ વર્ગીકરણ કરી તેમની સર્જકતા પામવાને પ્રવાસ કર્યો. આ આઠે નાટકો માત્ર કૌટુંબિક અથવા આ ક તે કુટુંબની કોઈ ચક્કસ
For Private and Personal Use Only