________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેશ જમીનદારે
અહીં સમાજ ગુજરાતને છે, સંપ્રદાય સ્વામીનારાયણને છે, સહજાનંદના પ્રવાસે એ શિક્ષણ છે અને સંપ્રદાયના અધિકાન માટે બંધાયેલાં મંદિરે આર્થિક બાબતોને સમજાવે છે અને આ ચારય સંયુક્તરૂપે તત્કાલીન સમાજની ઈમારતનું એક ચિત્ર આપણુ સમક્ષ પ્રસ્તુત કરે છે. આથી સ્વામી સહજાનંદના જીવનકાળ દરમ્યાન ગુજરાતમાં થયેલાં પરિવર્તનને અભ્યાસ ઈતિહાસનરૂપણમાં ઉપયોગી બની રહે છે.
ગુજરાતની પરિસ્થિતિ (સાંસ્કૃતિક)–અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના પ્રથમ ચરણ (૧૭૫૩ થી ૧૮૨૫) દરમ્યાન ગુજરાતમાં સામાજિક આર્થિક ધાર્મિક અને રાજદ્વારી ઊથલપાથલે ચાલ્યા કરતી હતી. ગુજરાતમાં સોલંકી-વાઘેલાઓના અસ્ત પછી એક તરફ ગુજરાતના સુલતાની શાસકો, તે પછી દિલ્હીના પાદશાહના સૂબાઓ તથા મરાઠી રાજવહીવટ દરમ્યાન અને બીજી તરફ ત્રણસેથી ય વધુ રાજ્યના વહીવટ દરમ્યાન ગુજરાતે કોઈ સ્થિરતા અનુભવી નહીં. આ સમય દરમ્યાન ગુજરાતમાં ધર્મ અને સંસ્કૃત ઉપર અનેક આક્રમણ થતાં રહ્યાં અને સમાજજીવન ઉપર એના પ્રતિકૂળ પ્રત્યાઘાત પડતા રહ્યા.
સમગ્ર ગુજરાતમાં ત્રાસ અને ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું. ગુર્જર સમાજ ભીરુ અને સંકુચિત મનોદશાવાળ બની ગયું હતું. સંસ્કાર-પ્રવાહ ક્ષીણ થતા જતા હતા. જાનમાલ અને ધર્મની સલામતી જોખમાઈ હતી. પ્રજાજનામાં વહેમ અને અજ્ઞાન વ્યાપક બન્યાં હતાં. સ્ત્રીઓની ઈજજત-આબરૂ પણ સલામત ન હતી. બાળલગ્નની બોલબાલા હતી અને વિધવાવિવાહ અશકય હતા. દીકરીને જન્મ શાપરૂપ ગણાતું હતું. મંત્રતંત્રમાં લેકોની શ્રદ્ધા વધતી જતી હતી. વિપારવા ગુજયને વિકાસ થંભી ગયા હતા. જ્ઞાનપ્રાપ્તિનાં સાધને કે વ્યવસ્થિત કેળવણુને અભાવ પ્રવતે હો. કલા-સાહિત્ય-વિજ્ઞાનને વિકાસ રૂંધાઈ ગયા હતા. ત્યારે માત્ર ધમને થોડો ધબકાર, પ્રજાજીવનની નાડમાં તન્યને ઘેડ પણ રાખવાહ પ્રસરાવી, પ્રજાને બેઠી રાખવાના થયાસ કરતો હતે.
ગુજરાતની પરિસ્થિતિ (રાજકીય)–આવી સાંસ્કૃતિક કટોકટી જવારે ગુજરાતમાં હતી ત્યારે રાજકીય ક્ષેત્રે કોઈ સ્થિરતા પ્રવર્તતી ન હતી. ગુજરાત ઉપર ત્યારે એક તરફ મરાઠાશાસનને પ્રભાવ હતા, તે બીજી તરફ ત્રણને છાસઠ હિન્દુ-મુસ્લિમ રાજ્યોને સ્વાર્થ પ્રેરિત પ્રભાવ છે. આ બધાં રાજ્યના શાસકોની સ્થિતિ દયાજનક હતી. આમાં વિશેષ પ્રભાવ મરાઠાઓને-ગાયકવાડોને હતે. જો કે સર્વોપરિ સત્તા પૂણેના પેશ્વાઓની મનાતી હતી. પરંતુ ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપર વહીવટ પેશ્વાના માંડલિક ગણાતી ગાયકવાડના હાથમાં હતા. આ બધા રાજકર્તાઓ પરસ્પર સતત ઝઘડતા રહેતા હતા.
3 ગુજરાતની આવી ડામાડોળ પરિસ્થિતિને સુંદર ચિતાર શેઠ મગનલાલ વખતચંદે અમદાવાદને ઇતિહાસ” (પ્રથમ આવૃત્તિ ૧૮૫અને પુનર્મુદ્રણ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ ૧૯૭૫)માં આપ્યું છે. તે કૃષ્ણલાલ મહારાજે " કળિકાળનો ગરબે” (૧૮૧૭) નામની કૃતિમાં આ સમયની પરિસ્થિતિનું સ-રસ વર્ણન કર્યું છે. પારેખ હીરાલાલ ત્રિભુવનદાસે પણ ‘અર્વાચીન ગુજરાતનું રેખા દશન' ( ખંડ ૧, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૧૯૭૫)માં દેશના સંદર્ભમાં ગુજરાતની પરિસ્થિતિનું ઠીકઠીક વર્ણન કર્યું છે.
For Private and Personal Use Only