Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 102
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નતિક મળ્યો અને સમાજ-સુધારા અને રામી સહજાન'ના પ્રયાસ છે નીલકંઠ બનીને દેશયાત્રા–આમ, દેશયાત્રાથી-ભારતમાથી નીલાઠે મેળવેલા અનુભવેએ એમનું એવું તે ધડતર કર્યું કે પરિણામે દૂષણે સામે અહિંસક પડકાર છે કે, નતિક પાત્રતા સંપાદિત કરી, સમયને અભિગમ કેળો, અપરિગ્રહની ભાવનાથી અજિત થયા અને અધ્યાત્મના ઉચ્ચ આદર્શો અંકે કર્યા. આ બધું છતાં મેગ્ય ગુરુ હાથ ના લાગ્યા. આથી ઉદ્દભવેલી નિરાશા સાથે નીલકંઠ માંગરોળ પાસેના લેજપુર ગામે સંવત ૧૮૫૬ના શ્રાવણ વદ અને દિવસે (૨૧.૮.૧૮૦૦) આવી પહોંચ્યા, અને રામાન સ્વામીના આશ્રમમાં રહીને અધ્યાત્મયાત્રાને પૂરી કરી. વીસની વયે સંસારત્યાગી બનીને, સ્વામી રામાનંદને ગુરે બનાવીને, ભાગવતી દીક્ષા ગ્રહણ કરી, સંવત ૧૮૫૭ના કાતિક કાલ એકાદશીને બુધવારને દિવસે (૨૮.૧૦.૧૮૦૦). થોડા સમયમાં જ નીલકંઠનું હીર પારખીને સ્વામી રામાનંદે પિતાને સત્સંગના વડા તરીકે એમની નિમણુક કરી, અને સહજાનંદ તથા નારાયણમુનિ નામ ધારણ કરાવ્યું તથા વૈષ્ણવમાર્ગને ઉદ્ધવશાખાને સ્વામીનારાયણ સંપ્રદાય તરીકે દઢ કર્યો અને ગુરુ રામાનંદના નાનકડા સત્સંગને પિતાની વિનમ્રતાથી અને વય અનાથી વિશાળ સંપ્રદાયમાં પરિવર્તિત કર્યો. આચાર્યપદે રહીને સહજાનંદે આદર્શ અને પ્રેમાળ શિક્ષક તરીકે પ્રભાવશાળી શ્રેષ્ઠ નેતા તરીકે, વણથાકયા વંટમા તરીકે તથા અપરંરત સમાજસુધારક તરીકે ત્રણ દાય સધી અવિરત કાર્ય કરીને સંવત ૧૮૮૬ ના પેક શુકલ દસમીને મંગળવારના દિવસે (૨૮.૬. ૧૮૩૦) બ્રહ્મલીન થયા.૯ : ધમપીઠિકા આધાતિ સમાજસુધારણાના દાયકાના આચાર્યપદ દરમ્યાન સહજાનંદે સામાજિક એકતાની સ્થાપના કરી, નાતજાતના ભેદભરમને મીટાવી દીધા. જીવનમાં પરિશ્રમનું ગૌરવ પુનર્સ્થાપિત કર્યું અને ચારિત્ર્યશીલ વ્યક્તિત્વનું નિર્માણ કર્યું. આ માટે એમણે ધર્મની પીઠિકાને-અધ્યાત્મની ભૂમિકાને નેતિક સહારો લઈને ગુજરાતમાં વિશિષ્ટ પ્રકારની સમાજસુધારણાનું અપ્રતિમ વયંગ્યું અને ઔપચારિક રીતે બંધ કર્યા વિનાનું બે આંદોલન સફળ રીતે ચલાવ્યું. આ માટે સ્વામી સહજાનંદે આંદોલનના અધિષ્ઠાન તરીકે ઠેર ઠેર ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું અને ત્યાં ભેદભાવ વિનાના સત્સંગીઓને એકઠા કર્યા, ધર્મનિષ્ઠ સાહિત્ય મારફતે સમાજનું પાત્ર સમૃદ્ધ અને ઘટ્ટ કર્યું અને અહિંસક યજ્ઞો દ્વારા સામાજિક પરંપરાઓને કસુદઢ કરી તથા નૈતિક મૂલ્યોની પ્રસ્થાપના કરી દૂષને ડામી દીધાં. હકીક્તમાં સમાજમાં જડાં મૂળ નાંખી ગયેલાં પણે સામે સહજાનંદ જેહાદ જગાવી અને સામાજિક વિધિવિધાન તથા ધારાધેરોમાં આમૂલ પરિવર્તન લાવી સમાજપરિવર્તનને શિવ-સુંદર કાર્ય કર્યું. શાસ્ત્રો અને ધર્મ પરંપરાઓનું જતન કર્યું, સંરક્ષણ કર્યું અને તેમાં ગૃહીત મૂળ હાર્દને પ્રજા પ્રત્યક્ષ કર્યું". એમણે જેમ સમગ્ર ભારતનું બમણ નીલકંઠ તરીકે કર્યું હતું તેમ સહજાનંદ તરીકે સમગ્ર ગુજરાતમાં વિચર્યા, ગામ અને નગરના લોકોને સંપર્ક પ્રસ્થાપીને ધર્મ-સમાજ-સુધારણાનું વિશિષ્ટ વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું. આર્થિક દષ્ટિએ અને સામાજિક રીતે વિવિધતા ધરાવતા બધા વર્ગોને, લેકોને પિતાના કાર્યમાં ઉમંગથી જોતરીને સહજાનંદ સામાજિક એકતા અને ધાર્મિક ઉત્સાહ પ્રવર્તાવ્યાં. ( ૯ વધુ વિગત માટે જ રવા ૧૩ પાઇને આતના બં, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134