________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ જમીનદાર
પ્રેમથી અપનાવવા જોઈએ, ચારિત્ર્યશીલ બનાવવા જોઈએ અને જીવન જીવતાં શીખવવું જોઈએ તથા ખોટી માન્યતાઓ, માનતાઓ, બાધાઆખડી, રિવાજો, પરંપરા બહઈશ્વરવાદ જેવાં દૂષણમાંથી પ્રજાને શિક્ષણ દ્વારા મુક્ત કરવી જરૂરી છે. આ માટે સહજાનંદે કઈ શાળામહાશાળા ના બોલી; પણ સ્વયં શિક્ષક બનીને ગામે-ગામ અને નગરનગર (શક્ય હોય ત્યાં) પ્રજાજનોની વચ્ચે જઈને લેકોને શિક્ષિત કરવાનો મહાયજ્ઞ-જ્ઞાનયજ્ઞ આરંભ્ય હતે. “વચનામૃત ” ને અભ્યાસ આ બાબતની પ્રતીતિ કરાવે છે. એમની શાળા ચાર દિશાઓની હતી. જ્યાં જાય ત્યાં સહજાનંદ સભા ભરે અને લોકોના પ્રશ્નોના ઉત્તર આપે અને એ રીતે વારંવારના ઉપદેશ મારફતે એમણે સમાજનાં દૂષણોને દૂર કૅરવાને સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતે.
સહજાનંદની દષ્ટિએ ઈશ્વર એટલે આત્માથી થતી અનુભૂતિ. ઈશ્વરને અને ચમત્કારને કોઈ સંબંધ નથી એમ તેમનું દઢ માનવું હતું. ચમત્કારથી દુખ દૂર થતાં નથી પણ આપણે કરેલાં કાર્યોનું ફળ આપણને મળે છે. પ્રાર્થના કે એવાં માધ્યમ દુઃખને દૂર કરવા ઉપયોગવાં જોઈએ નહીં; તે માધ્યમો તે નિષ્કામભાવે ભક્તિ કરવા સારું છે. ઈશ્વરને પામવા સારુ આત્મ દ્વારા કરેલી સાધના મુખ્ય માધ્યમ છે. આથી સહજાનંદના મતે નિષ્કામ ભાવે ઈશ્વરની સેવા-આરાધના તે મુક્તિ છે–મોક્ષ છે. આથી સહજાનંદે કહા રાખવાનું, પ્રાર્થના કરવાનું અને ભક્તિ કરવાનું સુચવ્યું હતું. એમની દષ્ટિએ આત્મા સત્ય છે અને પરમાત્મા સત્ય છે. તેથી બંનેનું મિલન તે સત્સંગ, ૫
સહજાનંનું યોગદાન–આમ, સમાજના ઉત્થાન માટે અને સામાજિક એકતાના સંદર્ભે ભગવાન સહજાનંદ ભાગવતધર્મના પ્રચારનું કાર્ય કર્યું, અને તે દ્વારા સમાજમાં વ્યાપેલાં દૂષણને નિર્મૂળ કર્યા અને સમાજને સારા ભાવિ માટે પ્રેરિત કર્યો. સમપિત સાધુઓના જૂથની મદદથી સહજાનંદ અહિંસા, પ્રેમ, ત્યાગ અને સૌમ્યતાથી અર્થાત સત્ય શિવ અને સુંદરના અભિગમથી સંસારનાં દૂષિત પરિબળો સામે ઝઝુમ્યા. પરિણામે સમાજ-વિરોધી તત્તવોએ આ સંપ્રદાયને નિર્મળ કરવા ઉપાડે લીધે પણ સહજાનંદની પ્રેમાળ પ્રવૃત્તિ સામે બહુ ટકી ના શક્યા અને ૫રિષ્કામે દુષણે દૂર થયાં. તેને સ્થાને નૈતિક મૂલ્ય અને સામાજિક નીતિનિયમના ઉત્કર્ષને પ્રચાર થયેન્સસાર પણ થયો. ઇતિહાસકારોએ સહજાનંદની આ સિદ્ધિઓની નોંધ લીધી છે. સમકાલીન બ્રિટિશ અધિકારીઓ-જેમ્સ બસ, લેડ બિશપ, હેનરી જ્ય બ્રિગ્સ, બિશપ હેબર–એ સહજાનંદની સામાજિક વિકાસની પ્રવૃત્તિઓની નોંધ લીધી છે. એટલું જ નહીં કેવળ માળાના સહારે સહજાનંદ કાઠી જેવી માથાભારે કોમનું પરિવર્તન કરીને ઉમદા કાર્ય માટે પ્રેરિત કરી તેનું તેમને આશ્ચર્ય પણુ થયું.
સહજાનંદની આ અપ્રતિમ સિદ્ધિ અન્તર્ગત અપાયેલું રહસ્ય હતું એમના અંતઃસ્મરણાત્મક અનુભવનું દર્શન. તેમના મતે ઈશ્વરનું દર્શન તિથી પર છે. સહજાનંદે ઉપદેશેલે અંતઃફુરણને માર્ગ જ ઈશ્વરને સમજવા માટે યોગ્ય છે. ધ્યાનાર્હ બાબત એ છે કે જગતના બધા એક ધમેન ઉદભવ થયો છે એના મર્યાપકોના અંતરિત સ્વાનુભવમાંથી અને સહજાનંદ
૨૫. દવે એચ. ટી, ઉપર્યુક્ત, પ્રકરણ ૮, ૧૦ અને ૧.
For Private and Personal Use Only