________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મના વિશ્વામિત્ર'—એક અભિનવ નાટક
કાન્તિલાલ રા.
*
આધુનિક સંસ્કૃત સાહિત્યમાં અન્ય સાહિત્યસ્વરૂપોની તુલનામાં નાટ્યપ્રકાર સવિશેષ ખેડા હોવાનું જણાય છે. આમાં પણ . રાધવન' કહે છે તેમ “ગંભીર પ્રકારનાં નાટકોમાં પ્રાચીન વિષયવસ્તુ પર આધારિત રૂઢિગત સ્વરૂપનાં નાટકોનું સર્જન વિશાળ પ્રમાણમાં થયું છે. એમ છતાં એવાં કેટલાંક નાટકોને વિશેષ ઉલેખ કરવો જોઈએ જેમાં સ્વરૂપ કે વસ્તુ રૂઢિગત પ્રકારનું હોવા છતાં વિચારે, નિરૂપણ કે વરૂપની બાબતમાં નવીનતા જણાય છે.” ઉત્તર પ્રદેશના નૈનીતાલમાં આવેલા કમાયું વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. હરિનારાયણ દીક્ષિતરચિત “ મેનકાવિશ્વામિત્રમ ૨ નાટકને આ હકીકત ઘણા અંશે લાગુ પડે છે. સંસ્કૃત સાહિત્યનાં બે ઉપેક્ષિત પાત્રો મેનકા અને વિશ્વામિત્રની પૌરાણિક કથાનું તદ્દન નવા દૃષ્ટિકોણથી એમાં આલેખન કરવામાં આવ્યું છે. આધુનિક યુગનાં અનેક મૂલ્યોને વાચા આપતા આ રૂપકમાં નારીઅસ્મિતાનું ભવ્ય આલેખન કરવામાં આવ્યું છે.
નાટયકારનું એવું દૃઢ મંતવ્ય છે કે મહાતપસ્વી વિશ્વામિત્રના તપથી ભયભીત બનેલા દેવરાજ ઈન્દ્ર દ્વારા તપોભંગ માટે મોકલવામાં આવેલી મેનકા પ્રારંભમાં ઈન્દ્રની ઈચ્છાપૂર્તિના સાધન તરીકે આવી હશે એ સાચું, પરંતુ રાજર્ષિ વિશ્વામિત્રના ગાઢ સંપર્કમાં આવ્યા પછી અને ખાસ કરીને માતૃત્વના મહનીય પદે અધિષ્ઠિત થયા પછી મેનકા, આરંભની “હદયહીન' મેનકા ભાગ્યે જ રહી શકી હશે. નાટકની પ્રસ્તાવનામાં નાટયકાર આ સંદર્ભમાં જણાવે છેઃ
My mind is never ready to accept that, any woman who legally and morally, either has been or can be one's beloved wife, leaves her newly-born baby, and her sincere lover, and in the same way, I see none of men, who is well-to-do in all the aspects of social values, forgets suddenly his beloved wife, unless he is accursed. Even in the society of animals, birds etc., such a hard-heartedness and cruelty are not seen anywhere in the entire world. 3
“વાહયાય', પૃ. ૩૦, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, ઓકટેબર-૧૯૯રજાન્યુઆરી-૧૯૯૩, પૃ. ૧૦૯-૧૧૪. "
* સંરકત અનુ. વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર. (જિ. ખેડા. ).
૧ બક્ષી જયન્ત (અનુ.) અને ઝવેરી મનસુખલાલ (અનુ.) માતીય સાહિત્ય, સાહિત્ય અકાદમી, પ્રથમ સંસ્કરણ, ૧૯૭૬, પૃ. ૨૮૦.
૨ આ રૂ૫૪ ઈસ્ટર્ન બુક લિસ, દિલહીથી ૧૯૮૪માં પ્રકાશિત થયું છે.
૩ દીક્ષિત, (.) હરિનારાયણ, “મેનrforમિત્ર', ઈન બુક લિન્કસ, દહી, પ્રથમ સંસ્કરણ, ૧૯૮૪, પસ્તાવના, પૃ. ૧૧, હવેથી મેનવિભrrfમાન તરીકે ઉલ્લેખ થશે.
For Private and Personal Use Only