________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાન્તિકાલ છે. જે
આ અષ્ટાંકી નાટકનું કથાવસ્તુ સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે.
પિતાના અતિદારુણ તપબળથી ઈન્દ્રપદ પર પણ આધિપત્ય મેળવવાની યોગ્યતા ધરાવતા વિશ્વામિત્રના તપોભંગ માટે પત્ની શચીની સલાહ અનુસાર ઈન્દ્ર “ ત્રિલોકલવામબૂતા’ મેનકાને મેકલી આપે છે. મધુ કામદેવ અને વાયુદેવની સહાયથી મેનકા વિશ્વામિત્રને કામ પરવશ બનાવી તભ્રષ્ટ કરે છે. પરંતુ વિશ્વામિત્રના નિઃસ્વાર્થ અને સરળ પ્રેમની દૃષ્ટિના પરિણામ સ્વરૂપે મેનકાની નારી અસ્મિતા જાગૃત થાય છે, અને તે આજીવન વિશ્વામિત્રની જીવનસંગિની બની રહેવાની પ્રતિજ્ઞા કરે છે. તજષ્ટ વિશ્વામિત્રને મેનકાની મોહિનીમાંથી છોડાવવા મથતા સહદય સખા મહર્ષિ કરવને વિશ્વામિત્ર “ મેનકાની પ્રાપ્તિ એ જ મારા ત૫નું કાંક્ષિત મહાફળ છે”– એમ કહી શાંત પાડે છે. તપસ્વીઓના તપોભંગ માટેના અમોધ શસ્ત્રપી મેનકાને વિશ્વામિત્ર પાસેથી યેનકેન પ્રકારેણ ધસડી લાવવા ઈન્દ્ર કૃતસંકપ બને છે, પરંતુ એક પરિણિતા નારીને તેની ઈવિરુદ તેના પતિ અને નવજાત સંતાનથી વિખૂટી ન પાડવા શચી તાર્કિક દલીલ કરી જબરી ટક્કર લે છે. પણ તેને ગણકાર્યા વગર ઈન્દ્ર મેનકાનું અપહરણ કરે છે. પિતાની ગેરહાજરીમાં કરાયેલા આ અપકૃત્ય બદલ વિશ્વામિત્ર ઈન્દ્રને શાપ આપવા ઉદ્યત બને છે. પરંતુ બહ્માજીએ ઈન્દ્રના આ અપરાધ બદલ કરેલા તેના પુરયળહરણ, મેનકાની દાસત્વમુક્ત તથા તપશ્ચર્યાને અંતે પુનઃ સદાકાળ માટે થનારી મેનકાની પ્રાપ્તિના સમાચારથી આશ્વસ્ત બની તપ કરવા સિધાવે છે.
આ સાઘન રમણીય કૃતિ અનેક રીતે નોંધપાત્ર છે. મહાભારત, પુરાણો અને શાકુન્તલમાં પ્રાપ્ત થતી અતિસંક્ષિપ્ત, મૂળ, માનસશાસ્ત્રીય સ્પર્શ વગરની અને નિપ્રાણુ એવી કથામાંથી પિતાની સજનપ્રતિભાના બળે નાટ્યકારે એક સંવેદનનીતરતી બળકટ કલાકૃતિનું નિર્માણ કર્યું છે. નાટયકારને મુખ્ય આશય અહીં વિશ્વામિત્ર મેનકાનાં ઉપેક્ષિત પાત્રનું ઊર્ધ્વીકરણું કરવાને છે અને તેમાં તેઓ પૂર્ણ પણે સફળ પણ થયા છે. પરંતુ નાટ્યકારે નારીની અસ્મિતા વિષે જે બળકટ અને નિર્ભિક ચિતન રજૂ કર્યું છે તે મારી દષ્ટિએ સૌથી વધારે મહત્ત્વની વાત છે.
પ્રાચીન સર્જકના હાથે લગભગ “યંત્રમાનવ' બની ગયેલી, કેઈની કઠપૂતળી બનીને નાચતી “ચહેરા” વગરની મેનકા અહીં પોતાની આગવી અસ્મિતા કાજે પુસ્વાર્થ કરતી નિરપાઈ છે તે ખરેખર નોંધપાત્ર છે.
પોતાની પહિનાથી વિશ્વામિત્રને કામનળમાં ફસાવી તેમના ભંગના હીન આશયથી આવેલી મેનકા વિશ્વામિત્રના હદયભવ આગળ ઝૂકી જાય છે અને તેના પિતાના અસ્તિત્વની શોધ આરંભાય છે. તેનું અંતર સ્વાર્થી ઇન્દ્ર અને પ્રેમકાજે મહાતપનું બલિદાન આપી દેતા વિશ્વામિત્રની મનોમન તલના કરે છે કે ક્યાં મહર્ષિ વિશ્વામિત્રની મનસ્વિતા અને મનુષ્યતા અને કયાં સ્વાર્થપરાયણદેવરાજ ઇન્દ્ર ! અસ્મિતાની શોધના પ્રથમ પગથિયે તે સંક૯પ કરે છે? દેવરાજ ! તમારી અધીનતાને હું પરિત્યાગ કરું છું. તારા સ્વર્ગસુખને તૃણવત માનું છું. હવે તે વિશ્વામિત્ર જ મારું સર્વસ્વ !
1 મેનકા વિશ્વામિત્રમ, અંક ૪, ૫. ક૬.
For Private and Personal Use Only