Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 106
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૈતિક મુક્યો અને સમાજ-સુધારવા અને સ્વાગત સહાનના પ્રયાસ આંધળું અનુકરણ કરાવી શકાશે નહીં. એમની સ્પષ્ટ સમજ હતી કે કંઈપણ કાનૂન કે સંપ્રદાય આખરે તો માનવીના વિકાસ માટે છે; નહીં કે માનવી ધર્મ અને કાનનના વિકાસ માટે. ધર્મમય જીવન માટે નીતિમત્તા કરતાં સાંપ્રદાયિકતા વધારે સર્વગ્રાહી હાઈ સહજાનંદે પારદર્શકતાથી પામી લીધું કે સંપ્રદાય કે ધર્મ એ મુખ્યત્વે વ્યક્તિગત બાબત છે જ્યારે નીત્તિમત્તા લાંબાગાળાનું સામાજિક અસર કરતું પરિબળ છે. આથી જ, એમણે એમના સત્સંગીઓને સંપૂર્ણ ઉત્સાહથી અને પૂરેપૂરી સભાનતા સાથે નીતિપરાયણતાનાં ધારાને અનુરૂપ સમાજજીવનને અનુરોધ કર્યો; કારણ કે કોઈ પણ વ્યક્તિ જે નૈતિક મૂલ્યો અનુસાર વર્તતે નથી તે તે સમાજને સ્વીકાર્ય બનતું નથી. “શિક્ષાપત્રી માં આ વિચારો પારદર્શક રીતે અભિવ્યક્તિ પામ્યા છે. સુખ અને સાત્વિને સમન્વય-સહજાનંદના ઉપદેશમાં નૈતિક મૂલ્યોનું કેન્દ્રસ્થ મહત્તવ હતું. અર્થાત્ સત્ય અને સદકાર્ય સ્વામીનારાયણ સંપ્રદાયનાં બે અગ્રણી પાસાં હતાં; કારણ સત્ય એટલે ધર્મ અને તે સદ્કાર્યનું સાધન હતું. સત્યાચરણ આખરે તે માનવી અને તેના સામાજિક-શારીરિક પર્યાવરણ વચ્ચે સુમેળ સાધવાને સેતુ છે. એમ કહી શકાય કે જ્યારે વાતાવરણ બદલાય છે ત્યારે નીતિનાં ધોરણે પણ બદલાય છે અને તદનુસાર સમાજ પરિવર્તનની દિશા પણ બદલાય છે. ઇતિહાસનું આ પાયાનું લક્ષણ છે અને સહજાનંદ સ્વામી આ પરિપ્રેક્ષ્યમાં ઉત્તમ ઇતિહાસ સર્જક હતા. ઐતિધ એમનું સમાજપરિવર્તનનું બળ હતું. આ દષ્ટિએ, સહજાનંદે પ્રબંધેલું સત્યાચરણ સમયબદ્ધ સ્થળબદ્ધ અને પર્યાવરણીય હતું. બધા સમય માટે અને બધી પરિસ્થિતિમાં નિર્ધારિત નિયમ અનુકુળ હોતા નથી. બંને છેડાના આગ્રહથી પરિવર્તનને પામવાનું કાર્ય અશકય નહીં તે મુશ્કેલ છે અને જ્યારે સમાજ બધી રીતે બંધિયાર બની ગયો હોય ત્યારે તે પરિવર્તન પ્રત્યાધાતી બની રહે. આથી સહજાનંદની નૈતિક વ્યવસ્થા મધ્યમમાગી હતી. અર્થાત સહજાનંદના, ધર્મની પીઠીકા ઉપર આધારિત પરિવર્તનના પ્રયાસે બધી લાગણીઓને નેવે મૂકીને, નથી એ સાધુ થવાની હિમાયત કરતા કે લાગણીના પૂરમાં ખેંચાઈને સખવાદની તરફેણ કરતા. હકીકતમાં સહજાનંદના નૈતિક આદર્શમાં આ બંનેને સુંદર શિવમય સમન્વય છે. અર્થાત એકલું સુખ પણ નકામું છે અને એકલું સાધુત્વ પણ. ૧૭ વ્યવહારુ અભિગમ : પિતાના સત્સંગીઓમાં આચાર અને વિચારનું સાતત્ય જળવાઈ રહે તે સારુ સહજાનંદ સમજપૂર્વક “શિક્ષાપત્રી'માંની વિગતો અનુસાર જીવન જીવવાને અનુરોધ કર્યો અને ગુજરાતયાત્રા દરમ્યાન વખતોવખત પ્રવચને (વચનામૃત) દ્વારા તેઓ નેતિક મૂલ્ય વિશે વિશદ ખ્યાવટ પણ કરતા રહ્યા. સહજાનંદનું સ્પષ્ટ માનવું હતું કે જે તે સમાજ માટે તત્કાલીન મહાનુભાવે પિતાની સ્વાનુભવી વિલક્ષણ દૃષ્ટિથી નીતિનાં જે ધેર પ્રસ્થાપિત કર્યા હોય તેને સારી રીતે અમલ થવો જોઈએ કારણ કે તે સમયના પ્રશ્નને સુલઝાવવામાં તે ધેર પ્રમાણભૂત બની રહે છે. આને ૧૫ એજન તથા વચનામૃત, ગઢડા, દ્વિતીય કોણ, ૨૧, ૧૬ ‘શિક્ષાપત્રી', પ્લે ૧૨૦. ૧૭ જુઓ યાજ્ઞિક જયેન્દ્રકુમાર, પર્યુંકત, ૫. ૧૫૮, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134