Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 93
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ) એક બીજા પત્રમાં પાટણ પ્રત્યેના પિતાના આકર્ષણનું કારણ દર્શાવતાં જણાવે છેપાટણના માર ખાસ આકર્ષણનું કારણ તે એ જગ્યાએ રહેલા વિશાળ જૈનભંડારો છે. ભંડાર એટલે હસ્તલિખિત પિથીઓનું પુસ્તકાલય. આ પિથીએ સંસ્કૃત, પ્રાકૃત, માગધી, અપભ્રંશ, જની ગુજરાતી કે અર્વાચીન ગુજરાતીમાં લગભગ ૧૦૦૦ A.D, ની સાલમાં લખાયેલ. એમાં એકને એક ભાષામાં ગ્રંથ અને તેની ટીકાટીપણ હોય યા ગ્રંથ એક ભાષામાં હોય તે ટીપણું બીજી એક ભાષામાં હોય, અથવા બે ભાષાઓમાં ય હોય. આ પ્રાચીન ભંડારમાંથી મેં સાતેક જેટલા પ્રાચીન ગુજરાતી રાસ પસંદ કર્યા છે ને તે હું ગાયકવાડ એરીએન્ટલ ગ્રંથ શ્રેણીમાં પ્રગટ કરનાર છું. આ માટે તેઓ મને તથા મારા સહયોગીઓને પાન દીઠ સવારૂપિયા આપનાર છે જો કે તે મામૂલી કહેવાય—પણ એટલું ય આપણે ત્યાં બીજી કોઈ આપતું નથી, અને અમે વિદ્યાવિલાસી વિદ્વાને વેતન જેવી દુન્યવી બાબત કરતાં વધુ ઊંચી બાબતની દરકાર કરતા હોઈએ છીએ.”૧૭ કામમાં વેક્ષિાવાડ કરનાર તરફ તેઓ નારાજ રહેતા.૧૮ આજથી પાછો ગાયકવાડ ઓરીએન્ટલ સિરીઝમાં પ્રાચીન એક વોલ્યુમ હે માથે લીધું છે. તેનું કામ લઈ બેઠી છું પણ બહું કામ થતું નથી. ૧૯ ગાંધીજીને તેઓ Sentimental Idealist with little grasp of the essential facts of this world here and there કહે છે અને તેમણે કરેલા ગીતાના ભાષાંતરને “હાથવણાટ ખાદી જે ચીંથરિયે તરજુમો' કહે છે.૭૦ દેશવિદેશના અભ્યાસી એવા આ બહુશ્રત વિદ્વાન માનતા હતા કે મેકિસમ ગેકને સાહિત્ય દ્વારા ત્યારના રશિયન સમાજને ખ્યાલ મળે છે. રશિયન સરકાર, જમીનદારે, શ્રીમંતે, ધાર્મિક વડાઓ ને મુકી, લશ્કરી અધિકારીઓ જ્યારે ભ્રષ્ટાચારમાં ખદબદતા હતા ને બૌદ્ધિક મધ્યમવર્ગ જ જ્યારે રશિયાની આશા૫ હતે-તે પણ એ વર્ગ પણ બહુ સારે ન હોવાનું દર્શન વિવિધ પાસાં દ્વારા ગેઈનું સાહિત્ય કરાવી જાય છે. રશિયન પરિસ્થિતિ સમજવા માટે તેમની દૃષ્ટિએ ગોર્ની સિવાય કોઈ અધિકૃત સાહિત્યકાર નથી.. લગભગ જ્ઞાનકોશ સમા એ લેખાતા. એ ઉચ્ચ કવિ હતા ને દુરારાધ્ય વિવેચક એ ગણતા. એ બહુકૃત વિદ્વાન હતા અને વિલક્ષણ ગદ્યકાર તરીકે ય નામાંકિત થયેલા, તજજ્ઞ ઇતિહાસવિદ તરીકે તેમની પ્રતિષ્ઠા હતી. કાલિદાસનાં નાટકોના અનુવાદ સરસ રસવાહી કરીને સંસ્કૃતના ય વિદ્વાન તરીકે તે નામના પામ્યા હતા. સાંપ્રત ગુજરાતી કવિતાના વેકેશી પિતર' તરીકે એ પ્રતિષ્ઠિત થયેલા છે. એમનું સઘળું સર્જન ઊંચી કક્ષાનું પંકાયેલું છે, કેમકે એમને તે મુદ્રામંત્ર જ હત–માફ નિશાનચૂક, પણ નહિ માફ નીચું નિશાન.” ગુજરાતી અને વિશ્વના ય સાહિત્યના આ પ્રખર અભ્યાસી માનતા હતા કે ઉચ ભાવનાવાદ માટે કવિ નાનાલાલ, દેશસમાજના વિવિધ કોની સદ્દભાવભરી સમ્યક સમજ માટે ગોવર્ધનરામ, આશા ને શ્રદ્ધા વિશ્વાસ માટે ગાંધીજી તથા બળ ને ઓજસ માટે મુનશી આદિના સાહિત્યનું સેવન કરવું જોઈએ. ૬૭ તા. ૧૦-૧-૧૯૩૧ ને નાના હિત્ર પરને પત્ર. ૬૮ તા. ૧૫-૮-૧૯૩૫ ને નાના હિત્ર ૫રને પત્ર. ૬૯ તા. ૪-૯-૧૯૩૧ ને પત્ર, ૭૦ તારીખ વગરને ડિસેંબર ૧૯૩૧ ને લવિત્ર પર્વને પત્ર. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134