________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસિદ્ધ મ. જોશી
સિદ્ધિ માટે કર્મમાંથી "પળાકારે નિવૃત્ત થવું જ જોઈએ એવી કલ્પના “મોક્ષ' શબ્દ નિર્માણ કરી છે તથા આચાર અને વિચારમાં અનેક ગોટાળા અને અસ્પષ્ટતા નિર્માણ ક્ય છે... ... આ રીતે મેલ' શબ્દ અનેક રીતે ભ્રામક થયું છે. વસ્તુતઃ ચોથે પુરુષાર્થ મેક્ષ નહ પણ જ્ઞાન અથવા શોધ છે, એને માટેના પ્રયત્નથી મનુષ્ય ધર્મ, અર્થ અને કામને શોધે છે એટલે ખળે છે. તથા તે માટેની પ્રવૃત્તિઓને શુદ્ધ કરે છે......જ્ઞાની ધર્મ કે નીતિના અંકુશમાંથી મુક્તિ નથી મેળવ, પશુ ધર્મને બરાબર સમજે છે. વિવિધ કર્મોની પિતાના કામને વેગ મર્યાદાઓને જાણે છે, અને અંકુશ અને મર્યાદા જ્ઞાનપૂર્વક સ્વીકારે છે. અને અર્થ તથા કામને એ અંકુશમાં રહીને ભગવે છે. (પા. ૧૮),
મુક્તિને મનુષ્યના ધર્મમય જીવન સાથે અંતર્ગત સંબંધ રહ્યો છે. ધમર્મય જીવનને મશરૂવાળા મુલ્યવાન માને છે. “ધર્મમય’ એટલે શું ? કોઈ વિચારસરણી આપણી આગળ રજૂ કરવામાં આવે તો તે તાત્વિક છે કે તત્ત્વાભાસી છે એ જાણવાની કુંચી શી ? જે માર્ગ એક સ્વીકારે કોઈ પણ કાળે સ્વીકારે, તેયે વ્યક્તિ અને સમાજ બેનેના ધારણ, પેષણ અને સર્વસંશુદ્ધિમાં બાધા ન આવે એટલું જ નહિ, પણુ જેમ જેમ તેને સ્વીકાર વધતો જાય તેમ તેમ વ્યક્તિ અને સમાજનાં ધારણું, પણ વધારે સરળ અને સંતોષકારક થાય. તે માર્ગની પાછળ વિશેષ સત્ય રહ્યું છે એમ કહી શકાય.
ધારપષણ એટલે કેવળ પ્રાણ શરીરમાં ટકી જ રહે એમ નહિ, પણ ધારણ એટલે સુરક્ષિત અને આત્મરક્ષિત જીવન. એ જીવનમાં આપણી ભાવનાઓને અને બુદ્ધિને વિકાસ એવી રીતે થયે હોય કે આપણું જીવન આપણુ પાતામાં જ સમાયેલું-આમપર્યાપ્ત જ ન હાય, સ્વસુખને જ શોધનારું ન હોય, પણ કુટુંબને, ગામને, દેશને, માનવસમાજન, આપણા સંબંધમાં આવતાં પ્રાણીઓને, જેના સંબંધમાં જેટલા જેટલા આવીએ તેટલે અંશે તેને ન્યાયમાગે. સંબંધીઓની સપ્રમાણતા અને પરિસ્થિતિ પ્રમાણે ઉત્પન્ન થતી મહત્તા જાળવીને ઉપયોગી, શાંતિપૂર્ણ, સંતોષપૂણ, પ્રેમપૂર્ણ હોય, એમાં કોઈ વ્યક્તિ કે વર્ગને અન્યાય ન થયું હોય, વિપત્તિમાં આવી પડેલાને પગભર થઈ શકે એટલી અને અપંગ થયેલાને ઘટતી મદદ મળી રહેતી હોય; અને આપણી બુદ્ધિ બને તેટલી જીવનના તત્વને સમજનારી, સારગ્રાહી, કોઈ પણ વિષયના મૂળને, મહત્વને તેમ જ મર્યાદાને વિચારી શકનારી, આપણે જ નિર્માણ કરતા પૂર્વાગ્રહના બંધનોથી બને તેટલી મુક્ત અને મરણની ઈરછા કરનારીયે ન હોય અને તેથી ડરનારીયે ન હોય.
આવી સ્થિતિ આખા સમાજની કદી થશે કેમ એ મહત્વનું નથી પણ આખા જીવનમાર્ગ આ સમાજ એને સ્વીકારે તે સમાજને અને નહિ તે-આપણને પિતાને આ રિથતિ પ્રત્યે વાળનારે છેજોઈએ.
આને હું જીવનનું ધ્યેય સમજું છું. મનુષ્યને અભ્યદય સમજું છું. જેટલાં વધા, કળા, વિજ્ઞાન અને જીવનના રસો કે ભાવનાઓ આ ધ્યેય પ્રત્યે લઈ જાય તેટલાં હું આવશ્યક સમજુ છું. જે પ્રાપ્તિઓને આ ધ્યેય સાથે આવશ્યક સંબંધ નથી, છતાં જે તેઓ આ ધ્યેયને વિરોધી ન હેય, અથવા તે ઉપકારક થઈ શકે એવી રીતે તેમને ખીલવી શકાતાં હોય તે, તેમની તે ખરી
For Private and Personal Use Only