________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મેન્દ્ર મ. માત૨ ( મધુરમ )
પ્રકૃતિની અજ્ઞાત અને મહત્વની ભાત પાડે તેવી રેખાઓ વ્યક્ત થાય છે, તેનું અજ્ઞાત માનસ પ્રગટ થાય છે, કેટલીક બાબતોમાં પત્રકાર અપ્રકટતાને પડદે દૂર થાય છે, અને કોઈ કોઈ નાજુક યા ગંભીર બાબતેમાં લેખક વિશે ફેલાયેલી ગેરસમજ અને બંધાયેલ પૂર્વગ્રહો દૂર થઈ સાચી ન્યાયપૂર્વકની શુદ્ધ સમજણ વ્યાપે છે. પત્રલેખકના જીવન પર, તેના ગૂઢ માનસ પર તથા જો તે સાહિત્યકાર હોય તે તેના સાહિત્યસર્જનની પ્રક્રિયા કે ગતિવિધિ પર તેના પત્રો પ્રકાશ પાડે છે. આમ, પત્રોનું ત્રિવિધ દૃષ્ટિએ મહત્વ રહેલું છે.
પત્રલેખન માટે જ્ઞાન ને મહાવરાની જરૂર રહે છે. એ બેને પાયાની જરૂરિયાત તરીકે ગ્રેહામ થેમસન જણાવે છે. પત્રોનું કામ પત્ર લખનારના અભિપ્રાયનું વહન કરવાનું છે અને તે પ્રસંગ મુજબ એકસાઈથી, સંક્ષિપ્તતાથી, સ્પષ્ટતાથી અને બની શકે તેટલું રસદાયક ને અસરકારક રીતે ને સાચા દિલથી થયેલું હોય તે પત્રો કલાનું રૂપ ધારણ કરે છે. એમાં સહૃદયતા હોય, સ્વાભાવિકતા હય, આડંબર ને અક્કડપણાને અભાવ હોય અને નિકટતા હોય તે તે સારો ઉઠાવ પામે છે. જે સેટ્સબરીના મત મુજબ તે “પત્રો એ વાર્તાલાપ પછી તરત આવનાર અને ગેરહાજરીની ખોટ પૂરી પાડનાર એક વ્યક્તિનું વિચાર કે હકીકતનું, બીજી વ્યકિતને નિવેદન છે.” આમ, પત્રલેખનને પ્રદેશ મર્યાદિત છે, પણ વ્યક્તિત્વની વિશિષ્ટતાથી, કલાત્મકતાથી અને વેધકતાથી પત્રો સાહિત્યના ઉત્તમ નમૂના બને છે.
અંગત ખાનગી પત્રો, જાહેર પ્રગટ પત્રો, ધંધાદારીને સત્તાવાર (official) પત્રો-એમ વિવિધ પ્રકારના પત્રો હોય છે. નિજાનંદ માટે પત્રો લખવા એ શિક્ષિત અંગ્રેજોના નાનકડા વર્ગની સત્તરમીથી ઓગણીસમી સદીના અરસામાં મુખ્ય પ્રવૃત્તિ હતી. એની સર્વોચ્ચ કક્ષાએ તે અઢારમી સદીમાં પહોંચેલી. આજે વીસમી સદીના આ ધમાલિયા યુગમાં એ એક વિલુપ્ત કલા બની છે. કુટુંબના સમાચારોને સમકાલીન બનાવો વિશેના અભિપ્રાયોથી ભરેલા લાંબા કાગળોની આપલે એ જાણે કે એક વીતેલા જમાનાની બીના બની ગઈ છે.*
આપણે ત્યાં નર્મદયુગમાં પત્રલેખનનું સુધડ સ્વરૂપ મળે છે અને પંડિતયુગમાં કંઈક વિપલતા-વિવિધતા ધારણ કરી ગાંધી–મુનશીયુગમાં સમૃદ્ધ ને વ્યાપક બને છે. “ કાન્ત” ને “કલાપી'ના પત્રોમાં તેમનું “પરમ રસિક ને દર્દભર્યું જીવન” ગુણવત્તા ને કલાત્મકતા સમેત પ્રગટ થાય છે. પણ આપણા સમગ્ર પત્રસાહિત્ય પર દષ્ટિપાત કરીએ તે વિજયરાય વૈદ્યનું કથન સાચું લાગે છે કે પ્રબળ વ્યક્તિત્વ, સાચદિલ પ્રીતિ, ભાવનાત્મક અને વ્યવહારવિષયક દષ્ટિબિંદુ તથા ઉડી સાહિત્યપ્રીતિનાં લક્ષણો બ. ક. ઠાકેરને પત્રોમાં એટલાં માતબર ને કલાત્મક પ્રકારનાં છે કે પત્રકલાના શિરેમણિનું સ્થાન છે તેમને જ આપી શકાય તેમ છે." જો કે બ. ક. ઠાકોરના મત મુજબ આપણે ત્યાં ૧૮૮૦–૯૦ની આસપાસથી તે સારા ગુજરાતી કાગળ સંખ્યાબંધ થયા
૪ ગ્રેહામ ઘમસન, Penbook of letter writing, પ્રકાશક-પોતે, લંડન, આ. ૧, ૧૯૩૧, ૫૧૯૯ -
- -
૫ ટૌદ્ય, વિજયરાય કે, ગત શતકનું સાહિત્ય” પ્રકાશક–પિત, કણનગર, ભાવનગર, આ. ૧,” ૧૯૪૫, પૃ. ૧૮૨,
For Private and Personal Use Only