________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ. ક. ઠાકોરના અપ્રગટ
પત્રમાં પ્રતિબિંબિત વિચારસૃષ્ટિ
ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ) વિજયરાય વૈદ્ય કહે છે તેમ “પત્રલેખનને સાહિત્યનું કદાચ સૌથી સુરમ્ય ને મનોહર રૂપ કહી શકાય. બીજા રૂપે સરજતાં કરવી પડતી જ્ઞાન કે અભ્યાસની અસાધારણું તેયારી કે ખાસ દીધું ચિંતનન પત્રમાં અવકાશ નથી. પત્રમાં લેખકહદયના કેવળ સ્વયંભૂ છતાં નિગઢ અનુભવો આવિર્ભાવ પામે છે. તેવા અનુભવને આવશ્યક જીવન અને વાતાવરણું આપણે ત્યાં દુર્લભ છે. ૧ એટલે આપણે ત્યાં પત્રસાહિત્ય વિપુલ નથી. સાહિત્યકારનું કલામય આંતરજીવન એમાં મૂર્ત થાય છે.
પત્રો એટલે હૃદયના ઝરણામાંથી ફૂટી નીકળતી અનુભવવાણી. લેખકના આંતરજીવનનું સૌથી વધુ પ્રમાણમાં દર્શન પત્રસાહિત્યમાં જ થાય છે. એ રીતે એ આત્મલક્ષી પ્રકારનું સાહિત્ય ગણાય. પત્ર એટલે જ પત્રલેખકનું હદયદર્શન. પત્રસાહિત્ય એ મહત્વને સાહિત્યપ્રકાર છે, કેમ કે સારા કાગળો એ સાહિત્ય ને જીવનચરિતને સાંધનારો સજીવન મૂલ્યવાન અંકોડ છે. જીવનના પ્રસંગે અને લખનાર વાંચનારના શેખ, ખાસિયત આદિને નિકટ રહેતા કાગળો નિખાલસ હોય અને વિગતની મુલવણીમાં અંગત ખાસિયતનાં પ્રતિબિંબ હોવાની સાથે છેક મનસ્વી ના હોય, તેટલે દરજજે આકર્ષણ પણ બની જાય છે..
પત્રલેખકના જીવનને સમજવા માટે તેના પત્રો ચાવીરૂપ હોય છે. એ વિશે બ. ક. ઠાકર કહે છે-“ઝમાને ઝમાને દટલીક સમર્થ બુદ્ધિ અને સુકોમળ હદયની વ્યક્તિઓ મહામંથનમાં પડી જાય છે અને આપણા કુછ ત્રાજવાં માપી ન શકે એટલું વેઠે છે, તેમને લગભગ આખું જીવનસોત તીવ્ર દર્દ મય જ વહે છે. પછીના ઝમાનાઓના કોઈ અનિચ્ય મહાહ હિતને માટે આમ બનતું હશે કે એને શે ભેદ હશે તે તે આ મનુષ્યજીવનને હસ્તામલકત જેવા જાણવાને દાવો કરનારા સર્વજ્ઞ જેવા ફિલસૂફે કદાચ જાણતા હોય તે જાણતા હોય ! પત્રોમાં પત્રલેખકની
સ્વાદયાય', પૃ. ૩૦, અંક ૧-૨, દીપસાવી-હસતપંથમી અંક, ઑકટોબર ૧૯૯૨બન્યુઆરી ૧૯૯૩, પૃ. ૭૩-૯૨.
• D I/I બજાજ કેલેની, પો. એમ.આઈ.ડી.સી, લાલુજ (૧૬) વાયા-ઓરંગાબાદ (મહારાષ્ટ).
૧ વૈદ્ય વિજયરાય ક. જઈ અને કેતકી ', પ્રકાશક–લેખક પોતે, ૧૫૮૨, કૃષ્ણનગર, ભાવનગર, આ ', ૧૯૩૯, પૃ. ૯૫.
૨ ઠાકોર, બ. ક.-૧ કાન્તમાલા ', પ્રકાશક-રા, બ, હરગોવિંદદાસ કાંટાવાલા વગેરે, રાયખડ, અમદાવાદ, આ. ૧, ૧૯૨૪, પૃ. ૩૯.
૩ એજન, ૫. ૧૨૦. સવા ૧૦
For Private and Personal Use Only