________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસિદ્ધ મ. જોશી
જેમ વારો આવે છે, તેમ મોટાં પ્રાણીઓને યે કોઈ વાર વારો આવે છે એમાં દેવની ખાસ શિક્ષા છે એમ કહેવાની જરૂર નથી. પુણ્યશાળી જગત થાય તે યે આવા પ્રસંગે આવી શકે. તે વખતે એવો પ્રસંગ જેમના પર આવે તે પોતાના કર્મનું ફળ ભોગવે છે માટે ભોગવવા દેવું એમ કહેવું એ શુષ્ક જ્ઞાન છે.” “દરેક જગ્યાએ પૂર્વકર્મ, અને તેમાંયે પૂર્વજન્મનું કર્મ આગળ કરવું એ ભૂલ છે. ”
ઉપર્યુક્ત પુરુષાર્થની સમજતી સાથે પુરૂષાર્થના વિષયમાં મુક્તિની માન્યતા ઈશ્વર, શ્રદ્ધા, ઉપાસના, વૈરાગ્ય, સંન્યાસ, અપરિગ્રહ અને વેગ વિશે મશરૂવાળાએ પિતાના આગવા ખ્યાલો આપ્યા છે. જેમ “સમૂળી ક્રાંતિમાં તેમણે કેટલાક મૂળભૂત પ્રશ્નો પૂક્યા છે અને ભારતીય પરંપરાના કેન્દ્રીય વિચાર અંગે શંકા સેવી છે તેમ “વિવેક અને સાધના ની પ્રસ્તાવનામાં ભારતીય પ્રજાની વાસ્તવિક કંગાલિયત વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
જ્યારે આપણે “માન્યતા” વિષે કહીએ છીએ ત્યારે મશરૂવાળા “વાંદ' અને સિદ્ધાંત' વચ્ચેના મહત્વને ભેદ દર્શાવે છે તે ધ્યાનમાં લેવું જરૂરી છે. દેખીતાં પરિણામો તથા અનુભવનાં અગોચર કારો વિશે અથવા પ્રત્યક્ષ કર્મોનાં અગોચર ફળે વિશે સયુકિતક જણાતી કલ્પના તે વાદ” છે. સિદ્ધાંત એ અનુભવથી કે પ્રગથી શેધાયેલે અયળ નિયમ છે. વાદને સિદ્ધાંત માનવાની ભૂલ ન કરવી જોઈએ. એ ગમે તેટલે સયુક્તિક અને સંતોષકારક લાગે તે પણ બીજો માણસ એ જ વિષય સમજાવવા બીજે વાદ રજૂ કરે છે તે તે માટે એક રીતે તકરાર કરવાની જરૂર ન હોય, પરંતુ એ વાદને સ્વીકારનારના મન ઉપર એથી જે સંસ્કારે દઢ થાય. તે સંસ્કારોના ગુણદોષની દૃષ્ટિએ એ વાદની સમાલોચના અને શુદ્ધિ આવશ્યક થાય. આથી વિશેષ, વાદના ખંડનમંડન માટે કે તેને પકડી રાખવા માટે આગ્રહ ન રાખવો જોઈએ. આ ઉપરાંત સમાલોચના કરતાં મશરૂવાળા એક બાબતને સ્પષ્ટ કરે છે કે શાસ્ત્રો માટે કોઈ આસક્તિ ન હોવી જોઈએ. વિશેષ કરીને તેના અર્થધટનની બાબતમાં એક વાક્યતા ઉપજાવવા માટે કોઈ “એષણ” ન હેવી જોઈએ. એ સત્યશોધનમાં બાધક છે. શેધનને વિષય શાસ્ત્રો નથી, પણ આત્મા કે ચિત્ત છે; અને તે શાસ્ત્રમાં નથી, પણ પિતામાં છે. આત્મશાધનને વિષય અને તેનું સાધન ચિત્ત, સદ્ગુરુ તથા પુરુષને ભક્તિપૂર્વક સમાગમ છે..
આલંબન, શ્રદ્ધા અને માન્યતા અંગે ચર્ચા કરતાં મશરૂવાળા મહત્વના નિરાકરણ પર પહોંચે છે અને કહે છે કે કોયાર્થી મનુષ્ય અદશ્ય શક્તિઓ કે નિયમનું વત્તેઓછું આલંબન
સ્વીકારે છે જેમ કે પરમાત્મા પર નિકા તથા પુનર્જન્મની કે કયામતની માન્યતા, સ્વયંસિદ્ધ બાબત અને કાર્ય કારણના વિચારે બને તેમાં ભાગ ભજવે છે. પરંતુ મશરૂવાળા એક બાબત વિશે નિશ્ચિત છે કે પરમાત્મા એ ચેતનસ્વરૂપ છે. તેમાં શબ્દપ્રમાણુ પર ક્રિયાશીલ છે. અહીં મશરૂવાળા વૈચારિક શોધને પ્રોત્સાહન આપે છે અને પરમાત્માના સ્વરૂપ વિશે શ્રેયાર્થીએ પૂરેપૂરો વિચાર કરી લેવો જોઈએ એમ સૂચવે છે. તેનાથી શ્રદ્ધા ઘટતી નથી પરંતુ તેને બલવત્તર ટેકો મળે છે. અહીં પરમાત્માના ગુણ અને વિધેય વિશે વિચાર કરતા યાથીએ ચેતવા જેવું છે એમ મશરૂવાળા કહે છે. અશુભ, અવિચારી અને અયોગ્ય ગુણો પરમાત્માને વિધેયિત ન કરી શકે તેવું સૂચન કરે છે. “શ્રેયાર્થીને માટે પરમાત્માની સર્વ વિભૂતિઓ કે શક્તિએ ચિંતન કરવા
For Private and Personal Use Only