________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચી મુક્તિ એટલે શું?–મશરૂવાળાની દૃષ્ટિ
ખીલવણી યોગ્ય માનું છું. બીજી બધી પ્રવૃત્તિઓ આવશ્યક અને પરિણામે નુકસાનકારક ગણાય. જે પ્રવૃત્તિ આ ધ્યેયને છોડે નહિ, ભલે નહિ તે ધર્મમાર્ગ. (પૃ. ૨૬).
જેમ સૂર્ય ક્ષણેક્ષણે પિતાનું આકર્ષણ ન વાપરે તે ગ્રહને ક્ષણેક્ષણે સીધી લીટીમાં દૂર નાસી જવાની ધાસ્તી રહે છે, તેમ આપણી કોઈ પણ પ્રવૃત્તિ જે દયેયનું વિસ્મરણ કરે તે ક્ષણે ક્ષણે જીવન ધ્યેયથી દૂર ખસી જાય એમ ધાસ્તી રહે છે,
મશરૂવાળા ફરજ અને ધર્મને સમાનાથી સમજે છે. એગ્ય ફરજ તેને કહેવાય જે સમાજ સાથેના સુસંગત ધર્મને અનુરૂપ હય, સાત્વિક લાગણી, વિચાર અને કાર્ય સાથે ધાર્મિક ભાવાર્થને વધુ નિસ્બત છે એમ તેમના ચિત્તશુદ્ધિના આમથી સમજી શકાય છે. “જેમ પૃથ્વીની સઘનતા (Specific Gravity)ની રક્ષા અને શુદ્ધિવૃદ્ધિ પર આપણી અને જગત વચ્ચેનો સંબંધ અવલંબી રહયો છે; એના પર આપણી અને જગતની શાંતિ, પ્રસન્નતા અને જીવનના મેળ ( harmony)ને આધાર છે. એના પર “સર્વગ્રથિના વિમોક્ષ –સર્વ બંધનમાંથી છુટકારો, પરમ આત્મવિશ્વાસ, પરમ આત્મશ્રદ્ધાને આધાર છે. આ પરિણામ ઉપજાવી શકે એવી રીતે સત્વની રક્ષા, શુદ્ધિ અને વૃદ્ધિને હું સત્વસંશુદ્ધિ કહું છું. (પા. ૩૦)
કર્મ અંગે મશરૂવાળા સ્વતંત્ર વિલેષણ કરે છે. ભારતીય પરંપરામાં જે કમને સિદ્ધાંત છે તે વિશે ઘેડે સંશય વ્યક્ત કરી સામાજિક કલ્યાણ અને પ્રગતિને એ વધુ મહત્વ આપે છે. સામાન્ય રીતે જે કોઈ બાબત શાસ્ત્રોત હોય છતાં આધુનિક સમયમાં લાંબેગાળે હાનિકારક છે, સમાજને દુર્ગતિએ લઈ જાય છે તેને મશરૂવાળા અસ્વીકાર્ય લેખે છે. “કર્મવાદ'ના પ્રકરણમાં એ કહે છે કે પૂર્વકર્મ' શબ્દ બધા પ્રકારનું અજ્ઞાન, આળસ અને ખંધાઈ છુપાવવાને સગવડભર્યો થઈ પડયો છે. વાસ્તવિક રીતે “પૂર્વકર્મ ને અર્થ એટલે જ છે કે કોઈ પણ વર્તમાન સ્થિતિ, કોઈ લાડથી બગડી ગયેલા મનસ્વી બાળકના જેવા ઈશ્વરના આપખુદી તેરનું પરિણામ નથી. પણ ઘણે અંશે સમાજે જ કરેલા કોઈ પૂર્વદિષનું પરિણામ છે. આજની સ્થિતિ ભૂતકાળના આવરણનું પરિણામ છે. પરંતુ આગળ જતાં મશરૂવાળા આ પ્રવૃત્તિને ભૂતકાળને કે પૂર્વજન્મના કર્મને આરોપી દેવાની પ્રવૃત્તિ સાથે સાંકળે છે. જીવનના બધા અનુભવને પૂર્વજન્મના કર્મ સાથે જ ઝટ લઈને જોડી દેવાની આવશ્યક્તા નથી. અનુભવના મોટા ભાગનાં કારણે આપણે આ જન્મનાં જ કર્મો કે સંકલ્પને તપાસીને શોધી શકીએ એમ છીએ. અને આ જન્મનાં જ કર્મો અને સંકલ્પના સંશોધન વિના એકદમ પૂર્વજન્મના અનુમાન ઉપર આવી જવું એ ભૂલભરેલું છે. આ સિદ્ધાંતના અર્થધટન અંગે મશરૂવાળા ઠીકઠીક પ્રકાશ ફેકે છે. અહીં કર્મને “પાપ” સમજવામાં આવે છે અને પરિણામે દુ:ખ ભોગવવું પડે છે તે સમજૂતી સામે પણ તેમને વાંધે છે તેમ જણાય છે. આ ઉપરાંત અન્યના કમ કે કહેવાતા “પાપ”ને લીધે તેમના સંબંધી, પડોશી, સગાંવહાલાંને દુ:ખ ભોગવવું પડે છે તે પણ વિસ્મયકારક છે, તે મશરૂવાળાને
સ્વીકાર્ય હોય તેમ જણાતું નથી. “જગતમાં પાપ વધી જવાથી આવી શિક્ષા થઈ છે, આવું માનવાની અને માનતા ન હૈઈએ તે યે બોલવાની આપણને ટેવ પડી છે,”(પા. ૨૧૬) “કારણ ઉત્પાત થવા એ સૃષ્ટિના સ્વભાવ કે નિયમની વિરૂદ્ધ નથી. નાના જંતુઓના ભયંકર સંહારને
For Private and Personal Use Only