________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસિદ્ધ મ. જોશી
બુદ્ધિ વધારે વ્યાપક ક્ષેત્રમાં વિહાર કરી શકે છે. સ્તવન ઉપાસના અને કર્મયોગીની ઉપાસના દ્વારા તેનું ધ્યેય પ્રાપ્ત થઈ જ જાય છે તેમ માનવું બરાબર નથી અહી મશરૂવાળા “કર્મયોગ 'ની મહત્તાને દર્શાવે છે. સ્તવન-ઉપાસના કર્મયોગને વિરોધી કે વિસંગત ન હોવી જોઈએ. પણ કર્મવેગને શુદ્ધ કરનારી અને તેમાં રહી જતી ઊણપને પૂરવાવાળી હોવી જોઈએ.
ઉપર્યુક્ત વિશ્લેષણ અને શ્રેયાર્થીની સાધના અંગેની માન્યતા તેમ જ જીવનના શુદ્ધિકરણના આલેખનથી એટલું સ્પષ્ટ થાય છે કે મશરૂવાળા જ્ઞાન અને શ્રદ્ધાનાં દ્વાર ખુલાં રાખવા ઈચ્છે છે. તેમની વિચારસરણું મર્યાદિત નથી. એ આરંભમાં કહે છે તેમ જે જાણું છે તેને બધું અંતઃવિસ્તારથી શોધવું તે સાચા જ્ઞાનને મર્મ છે. બુદ્ધિને મર્યાદા હોય તેયે તે શેધવી જ જોઈએ અને શ્રદ્ધાને મર્યાદા હોય તો તે આંકવી જ જોઈએ. (પા. ૧૨૬) એટલું સ્પષ્ટ જણાય છે કે એ માનવમૂલ્ય” અને “માનવજાતિના સમગ્ર ઉદ્ધાર’ ને ખ્યાલમાં રાખીને તાત્વિક વિચારણાની સુસંગતિને કલ્પ છે. “ જન્મમરણથી છૂટવું એ જીવનનું યોગ્ય ધ્યેય નથી. જન્મમરણને ભય છોડીને આપણી માનવતા વધારવી એ માટે પુરુષાર્થ હોવો જોઈએ.”(પ. ૧૨૬).
માનવહિતવાદ અને માનવતાના મૂલ્યની બાબત “વિવેક અને સાધનાની તેમની પ્રસ્તાવનામાં તેમણે રજુ કરી છે તે પરથી આ બાબતે વધુ સ્પષ્ટ થશે. એમણે ( કેદારનાથજીએ) અમને જે નવું શ્રેય આપ્યું તે આ-ઈશ્વરને કે આત્માને સાક્ષાત્કાર કરે, આનંદમાં નિમગ્ન થઈ જવું. ગંગાતીરે હિમગિરિશિલા પર પદ્માસન વાળી નિવિકલ્પ સમાધિમાં ડુબી જવું વગેરે ધ્યેયોર્મ રમખાણું ન રહે. ઈશ્વર અને આત્માને નિશ્ચય કરી લઈ તેમાં નિષ્ઠા રાખે. ઈશ્વરનિષ્ઠા તથા આત્મનિષ્ઠાનું જ મહત્વ છે તે જગતને સુખી કરવા, સમાજને ઉન્નત કરવા અને તમારી મનુષ્યતાને વિકાસ કરવા માટે છે. સર્વ જીવોનું સુખ, સમાજની ઉન્નતિ, મનુષ્યમાં માણસાઈને વિકાસએનું જીવન માટે મહત્ત્વ છે. સાક્ષાત્કાર, મુક્તિ, નિર્વિકલ્પ સમાધિ એ જીવનનાં ય નથી. તેમાં તે સ્વછંદ પણ હોય અને તે દંભનાં સાધન પણ થઈ શકે.
કરીને માનવતાનું ગૌરવ ' એ શીર્ષક હેઠળ કેદારનાથજી કહે છે કે આ બધી બાબતે સ્પષ્ટ હોવા છતાં માણસ ભ્રાંતિથી જાતજાતના મોહમાં ફસાય છે. અને તેથી તેને પિતાને આદર્શ સમજાતું નથી. માનવતાનું ગૌરવ અને માનવતાની વિડંબના એ બે વચ્ચે ભેદ તેને સમજાતે. નથી. માનવની દુર્દમ્ય ઈચ્છાઓ કદી દાનવ બનીને તે કદી દેવપણાના મોહમાં ફસાઈને બહાર પડે છે. તે બન્ને માર્ગો રાખીને માનવતાને સરળ માર્ગ ધારણ કરવા માટે શુદ્ધ વિવેક ન હોય તે માણસ વિલાસને જ વિકાસ સમજે છે. ઈશ્વરભક્તિથી, ધામિક આચરણથી માણસમાં નમ્રતા, નિરહંકારીપણું, કૃતજ્ઞતા વગેરે ગુણે આવે છે, તેમ છતાં ભક્તિને માર્ગે લાગેલો સાધક ઘેડા જ દિવસોમાં પિતાનું મનુષ્યત્વ વિસરી જઈને દેવપણામાં સંતોષ માનવા લાગે છે. આ જાતની આકાંક્ષા
અને ઈરછામાં માનવતાની વિડંબના છે. જે જે આશા, તૃષ્ણ અને કામનાઓને લીધે માણસ પિતાનું મનુષ્યત્વ ભૂલી જાય છે તે તે બધી મનુષ્યત્વની હાનિ કરનારી છે, એ ઓળખીને માણસે સાવધાનતાથી અને સંયમથી, દૌર્યથી અને પુરુષાર્થથી, વિવેકથી અને નિરહંકારીપણાથી વતીને પિતાની માનવતાને માર્ગ સ્પષ્ટ અને સરળ કરવો જોઈએ. ધર્મ, કર્મ, આનંદ, લાભ, ઈચ્છા, કામના, ભાવના, પ્રતિષ્ઠા વગેરે બધા પ્રસંગમાં તેણે પિતાની માનવતાનું મરણ રાખીને ચાલવું
For Private and Personal Use Only