________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંખ્યદર્શનમાં પ્રકૃતિ અને પુરુષ
પુરુષના મોક્ષને માટે પ્રવૃત્તિ કરે છે. કારિકા ૫૯માં પ્રકૃતિને નર્તકીની તે ૬૦માં કામ કરનારીની ઉપમા આપી છે. ૬૧માં કુલવધૂનું દષ્ટાંત છે એમ કેટલાક ટીકાકારો માને છે. આ બધાં ઉદાહરમાંથી પંડવશ્વસંગ સને માટે છે, તે કારિકા-૫૭, ૫૮ માંનાં દૃષ્ટાંત પ્રધાનની પ્રવૃત્તિનું પ્રયોજન સમજાવે છે. બાકીનાં ઉદાહરણ પ્રવૃત્તિ અને તેની ઉપરતિ બને માટે છે. વિચિત્રતા એ છે કે આ બધાંમાંથી એક પણ દષ્ટાંત ઊંડો વિચાર કરતાં ટકી શકે એવું નથી. પંગુ અને અંધ બંને પરસ્પર ઉપકારક છે એટલું જ નહિ પણ પંગુ તે અંધને માર્ગદર્શક છે. અહીં પુરુષ માત્ર દષ્ટા છે અને તે પણ પ્રકૃતિને. પુરુષ પ્રધાનની પ્રવૃત્તિને માર્ગદર્શન આપે છે એમ તે સાંખ્ય પણું સ્વીકારતા નથી. નર્તકીનું, કામવાળીનું તથા કુલવધૂનું-એ ત્રણ દષ્ટાંતોમાં એ ત્રણે ચેતન છે તે પ્રકૃતિ અચેતન છે. આ ઉપરાંત કુળવધૂને દષ્ટાંતમાં તે અનૌચિત્ય પણ છે. કુલવધુ પિતાને પરપુરુષ જોઈ ન જાય એની કાળજી રાખે છે, જ્યારે પ્રકૃતિના પરિણામો જેણે એને જોઈ લીધી છે તેને માટે નથી પણ બીજા બધાને માટે જ છે. સુનિવૃત્તિના દષ્ટાંતમાં પણ પ્રકૃતિ અચેતન હોવાથી એને માટે સુક્ય કઈ રીતે હોઈ શકે એ પ્રશ્નને ઉત્તર આપી શકાતો નથી. અંતે માત્ર એક જ દષ્ટાંત રહે છે અને તે દૂધનું. દૂધ વન્સની વૃદ્ધિને માટે પ્રવૃત્તિ કરે છે તેમ પ્રધાન પુરુષાર્થને માટે પ્રવૃત્તિ કરે છે. એ ઉદાહરણમાં દૂધ અચેતન હોવાથી અચેતન પ્રકૃતિ માટે ગ્ય સરખામણ બની શકે છે, પણ આ દષ્ટાંતમાં તેમ જ અન્યત્ર એમ કહેવામાં આવે છે કે પ્રકૃતિ પુરુષાર્થને માટે પ્રવૃત્તિ કરે છે એ મુદ્દો વિચારવા જેવો છે.
પ્રકૃતિ કેવી રીતે પુરુષાર્થ સિદ્ધ કરે છે એ વાત છેડા વખત માટે બાજુએ મૂકીએ, પણ વધારે મહત્વને પ્રશ્ન એ છે કે પુરુષને એ કોઈ અર્થ છે ખરો જે પ્રકૃતિ સિદ્ધ કરી શકે ? પ્રકૃતિ પુરુષને ભોગ અને મોક્ષ સિદ્ધ કરે છે. તેથી જ તે પુરુષને ભક્તા કહ્યો છે અને એનાં લક્ષણોમાં કેવલ્ય ગણાવેલું છે. કારિકા ૨૦માં જણાવ્યા મુજબ ખરેખર તે અધ્યાસ જ થાય છે. કારિકા-૬૨ પ્રમાણે બંધન, મેક્ષ અને સંસાર પ્રકૃતિનાં જ છે. કારિકા-૬૩માં પણ જણાવ્યું છે કે પ્રકૃતિ સાત રૂપથી પોતાને જ બાંધે છે અને એકથી પિતાને પુરુષને અર્થે મુક્ત કરે છે. તે તે ભેગ અને મોક્ષ પણ પ્રકૃતિના જ છે; એમાં પુરુષાર્થ જ ક્યાં આવ્યા ? પુરુષ તે તટસ્થ છે, ઉદાસીન છે. એને ભેગ પણ નથી, મેક્ષ પણ નથી. આથી જ દૂધનું દષ્ટાંત પણ કેટલે અંશે ઉચિત છે એ વિચારવા જેવું છે.
સંદર્ભ સાહિત્ય (૧) હરિયાણા, ભારતીય તત્વજ્ઞાનની રૂપરેખા, (ખંડ ૩: દર્શનયુગ) અનુવાદકઃ
પ્રો. ડે. કુ. ઈન્દુકલા ઝવેરી, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૬૪ (૨) રાવળ સી. વી., “ભારતીય દર્શન’ અનડા બુક ડી, અમદાવાદ, ૧૯૬૫ (૩) શાસ્ત્રી અ. દે, “ઈશ્વર કવિરચિત સાંખ્યકારિકા' ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન,
સૂરત, ૧૯૬૯ (૪) રાધાકણન એસ, વેદની વિચારધારા. અનું. ચંદ્રશંકર પ્રાણશંકર શુકલ, પ્ર. વોરા
એન્ડ કંપની, ૩ રાઉન્ડ બિલ્ડિંગ, કાલબાદેવી રેડ, મુંબઈ-૨, આ. ૧, ૧૯૪૪
સ્વા
૩
For Private and Personal Use Only