________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રપરાવર્તક કવિ બાણભટ્ટ*
વસન્તકુમાર મ. ભટ્ટ
ભૂમિકા : મહાકવિ કાલિદાસ, બાણુ, ભવભૂતિ વગેરેનાં કાવ્યોને અવલેાકીને જ આલ કારિકોએ શક્તિ ( = પ્રતિભા ) ; લાક, શાસ્ત્રો અને કાવ્ય વગેરેના પરીક્ષથી પ્રાપ્ત થતી નિપુણુતા અને કાવ્યજ્ઞોની પાસેથી લીધેલી શિક્ષા—એને કાવ્યના એક ઉદ્દભવ-હેતુ તરીકે વર્ણવેલ છે. આના અનુસન્માનમાં ‘હષઁચરિત ' ( પ્રથમ ઉચ્છ્વાસ )માં બાણભટ્ટે આપેલા આત્મકથાવાળા અંશને ધ્યાનથી તપાસવા જેવા છે.
૦.૧ બાણભટ્ટે ' હરિત 'ના આર્ભે જણુાવ્યુ` છે કે જન્મતાંની સાથે માતાને, અને ચૌદેક વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા પછી, બાણુ શરૂઆતમાં તા શાકગ્રસ્ત થઇ ગયા. પછી શૈશવને ચિત એવાં અનેક તાકાના કરતાં કરતાં તે ઇત્વર-ભ્રમણુશીલ, રખડુસ્વભાવના બની ગયા.૨ પરિણામે બાણુને સમાજના વિવિધ ધધાવાળા, સ્વભાવવાળા માણુસાના સીધા પરિચય થયા હતા. વળી, દેશદેશાન્તરમાં પરિભ્રમણ કરવાને કારણે તેમને નદી, પર્વત, વન, ઉપવન, કુટિર, આશ્રમ, રાજમહેલ વગેરે જોવા મળ્યાં હતાં તથા બધા પ્રકારના સામાજિક રીતરિવાજો અને માન્યતાઆને પણ પ્રત્યક્ષ અનુભવ મળ્યા હતા. આમ સાહિત્યશાસ્ત્રીએ કવિ પાસે જે લેાકવૃત્તનું અવલોકન કર્યું હૅાવાની અપેક્ષા રાખે છે તેને બાણભટ્ટે જીવનના આરંભે જ આત્મસાત્ કરેલ છે. તેમનામાં જન્મત ઃ કવિપ્રતિભા તે હરશે જ, પણ લેાકવૃત્તને જાણવું એ પણ જે જરૂરી ગણુાયું છે તે એક ગુજરાતી કહેવત મુજબ “ જ્યાં ન પહેોંચે રવિ, ત્યાં પહેાંચે કવિ, અને જ્યાં ન પહેાંચે કવિ ત્યાં પહેોંચે અનુભવી ” બાણભટ્ટને માટે કદાચ સૌથા વધુ યથાર્થ ઠરે છે.
“ સ્વાદયાય ”, પુસ્તક ૩૦, અંક ૧-૨, દીપાત્સવી-વસંતપર્યંચમી અંક, ઓકટોબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૬, પૃ. ૩૫-૪૬.
* સૌંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયાજિત “સસ્કૃત ગદ્યસાહિત્ય ’ વિષયક રાજ્યકક્ષાના પરિસ’વાદ ( ૮, ૯ ફેબ્રુ. ૧૯૯૪ )માં રજૂ કરેલો સંશોધનલેખ,
× સ`સ્કૃત વિભાગ, ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯
'
2 મમ્મટે ‘ કાવ્યપ્રકાશ ” (૧-૩)માં જણાવ્યુ` છે કે—
शतिनिपुणता लोकशास्त्र काव्याद्यवेक्षणात् । काव्यशिक्षायाभ्यास इति हेतुस्तदुद्भवे ॥
लोकस्य स्थावरजङ्गमात्मकस्य लोकवृत्तस्य, शास्त्राणां छन्दोव्याकरणाभिधानकोशकलाचतुर्वर्गगजतुरगखड्गादिलक्षणग्रन्थानाम् काव्यानाञ्च महाकविसम्बन्धिनाम्, आदिग्रहणादितिहासादीनाञ्च विमर्शनाद् व्युत्पत्तिः ॥ ( काव्यप्रकाशः, व्याख्याकारः आचार्य विश्वेश्वर, ज्ञानमण्डल લિમિટેક., વારાળસી, ૧૧૮૬, ૬. ૨૬-૨૭).
२ शैशवोचितान्यनेकानि चापलान्याचरन्नित्वरो बभूव ॥ ( हर्षचरितम्, सं. पी. वी. काणे, મોતીલાલ વનારસીવાસ, વિશ્ત્રી, ૧૮૬, પૃ. ૧)
For Private and Personal Use Only