________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુ. હ. રાવલ, મુની
વી. જોશી
(૨) બ્રાહ્મી :- ચિત્ર ૨ ) નૃત્યરત બ્રહ્માદેવીની પ્રતિમા ૦.૬૮ X ૦.૨૪ X ૦.૧૨ સે. મીટર માપ ધરાવે છે. મસ્તિષ્કાભરણમંડિત મિલ મુકુટમાં નીચેના ભાગે છૂટા વાળને અંડાની જેમ ગઠબંધન કરેલ છે. અલંકૃત મસ્તિષ્કાભરની મધ્યમાં ખૂલતી સેરોની નીચે ત્રિસેરી મેતીમાળા છે. ડાબા કાનમાં સાદુ કુંડળ તથા જમણા કાનમાં અસ્થિકુંડળ ધારણ કરેલ છે. મુખભાગ ઘસાયેલ છે. ગળા માં એકાવલિ ધારણ કરેલ છે. અને હાથ ખંડિત છે. છતાં ડાબી તરફ ઉપરના ભાગે સનાલપદમ જણાય છે. મસ્તકના પાછળના ભાગે ખંડિત વૃત્તાકાર પ્રભામંડળ છે. પારદર્શક સાડીવઅને કટિભાગે કટિમેખલા કંડારેલ છે. જેના મધ્ય ભાગે કટિબંધના છેડા લહેરાતા દર્શાવેલ છે. જમણી તરફ દર્શાવેલ વસ્ત્રના છેડે ગોમુત્રક ઘાટ છે. પગમાં પાદવલય ધારણ કરેલ છે. જયારે બે પગની મધ્યના ભાગે ત્રિભંગસ્થિત બાળકના ડાબા હાથમાં સનાલપદમ દર્શાવેલ છે, જે હાથ ઉપર તરફ ઉઠાવેલ છે. દેવીની ડાબી તરફ નીચેના ભાગે વાહન હસ દર્શાવેલ છે.
(૩) વૈષ્ણવી -( ચિત્ર-૩) નયત દેવીની વસ્ત્રાલંકણુપરપાટી અન્ય માતૃકાઓ જેવી જ છે. આ પ્રતિમા ૦.૬૮ ૪૦.૩૧ X ૦.૧૦ સે. મી. માપ ધરાવે છે. દેવીએ ડાબા કાનમાં અસ્થિકુંડળ ધારણ કરેલ છે. જ્યારે જમણા કાનનું કુંડળ સાદુ છે. મસ્તક પાછળ પૂર્ણ પ્રભામંડળ જોવા મળે છે. દ્વભુજ દેવીને ડાબો હાથ ખંડિત છે, જ્યારે જમણે હાથ ગજદંડ મુદ્રામાં છે, જેમાં બાજુબંધ, કંકણ ધારણ કરેલ છે. ડાબી તરફ નીચે ઉભેલા બાળકની આકૃતિ છે જેણે જમણા હાથમાં મેદક જેવી વસ્તુ 2હેલ છે. બાળકના મસ્તક ઉષ્ણીષ જેવી કેશરચનામાં ઉપરના મધ્ય ભાગે અંડી વાળેલ છે. કાનમાં વલયકુંડળ, કટિ પર એકાવલિની મેખલા છે. દેવીની જમણી બાજુ ખંડિત ગરુડ પુરુષની આકૃતિ છે. જેના પગ તથા વસ્ત્રોને ગોમૂત્રક ભાગ જોવા મળે છે.
(૪) વારાહી : --(ચિત્ર-૪) નૃત્યરત ઊર્ધ્વમુખી ચતુર્ભુજા દેવીના ચારેય હાથ ખંડિત હોઈ આયુધ સ્પષ્ટ થતાં નથી. મા૫ ૦.૭૪ ૪ ૦.૨૮ ૪૦.૧૦ સે.મી. છે. દેશને, વસ્ત્રાલંકરણ પરિપાટી અને માતૃકાઓ જેવી જ હોવા છતાં અન્ય પ્રતિમાઓ કરતાં કંઈક વધુ સ્પષ્ટ જણાય છે. જેમાં મસ્તિષ્કાભેરણની મધ્યનું પદક, ગળામાં ધારણ કરેલ એકાવલિ, મોતી બાજુબંધ, ત્રિસેરી કટિમેખલા, પાદવલય, વનમાલની જેમ દર્શાવાયેલ ઉત્તરીય વસ્ત્ર જેના છેડામાં જમણી તરફ ગોમૂત્રિકભાત તથા ડાબી તરફ લહેરાતા છેડાની વલ્લીઓ સ્પષ્ટ જણાય છે. પ્રતિમાનું કટિભાગેથી બે ભાગમાં ખંડિત છે.
દેવી પ્રતિમાના પૃષ્ઠભાગે વાહન આદિવરાહનું અંકન વાસ્તવિક છે. જ્યારે દેવી અભિમુખ બાળકની કેશરચના, અલંકરણ, શરીરસૌષ્ઠવ પણ અન્ય પ્રતિમાઓ જેવું જ છે. બાળકના જમણા હાથમાં અસ્પષ્ટ વસ્તુ છે, જ્યારે ડાબો હાથ ધંધા પર ટેકવેલ છે. આ માતૃકાના જમણા કાનમાં અરિથકુંડળ તથા ડાબા કાનમાં સાદૂ કુંડળ છે.
(૫) કૌમારી (ચિત્ર-૫) : કૌમારીમાતૃકાના કટિભાગથી ખંડિત આ શિલ્પ ઉપરના ભાગમાં પાછળના સમયમાં ચામુંડા માતૃકાને શિલ્પખંડ સીમેન્ટથી સંધાન કરવામાં આવેલ છે.
For Private and Personal Use Only