________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. સી. શાહ
પુરુષ મહત્વ : --પુરુષ એક છે કે અનેક ? આ પ્રશ્નને ઉત્તર પણ સાંખ્યદર્શન આપે છે. વેદાંતના મતે આત્મા એક છે અને બધા જીવોમાં -વાપ્ત છે; તે દેહભેદે ભિન્ન નથી. સાંખ્યને આ મત મંજૂર નથી. તેના મતે તે પ્રત્યેક જીવને પૃથક પૃથક, આત્મા છે. સંસારમાં અનેક પુરુષે છે. તેની સાબિતી સાંખ્ય નીચેની દલીલ દ્વારા આપે છે.
(૧) આપણે જોઈએ છીએ કે સંસારમાં જણાતા લોકેમાં વ્યકિતગત ભેદો રહેલા છે. જેમંક, કોઈ જન્મે છે, કોઈનું મૃત્યુ થાય છે. જે એક જ પુરુષ હતા તે એકને જન્મ અથવા એકનું મૃત્યુ એટલે બધાને જન્મ કે બધાંનું મૃત્યુ એમ બનત; વળી એકનું સુખ કે દુઃખ બીજા બધાંનું સુખ કે દુઃખ બનત, પરંતુ આ પ્રમાણે બનતું નથી તે આપણે અનુભવે છે. આથી સિદ્ધ થાય છે કે પુરુષ એક નહિ પણ અનેક છે.
(૨) જે પુરુષ એક જ હેત તે એકનું બંધન એ બધાંને માટે બંધન નીવડે અને એકને મોક્ષ એ સર્વને મોક્ષ કરે. એકની ક્રિયાશીલતા ધાને ક્રિયાશીલ બનાવે અને એકને આરામ બધાને માટે આરામ નીવડે, પરંતુ આ પ્રમાણે બનતું નથી. આથી પુરુષબહત્વ સ્વીકારવું પડે છે.
(૩) જે કે મૃતાત્મા બધા ગુણાતીત હે તત્ત્વતઃ સમાન હોય છે અને તેમાં જે તફાવત છે તે માત્ર સંખ્યાકીય તફાવત જ માલૂમ પડે છે. તે પણ જે બદ્ધ આત્માઓ છે તેમાં પારસ્પરિક ભિન્નતા જ થાય છે. કારણ કે કઈમાં સર્વ અધિક છે, કેઈમાં રજસ તે કઈમાં તમન્સ અધિક છે. આથી પુરુષબહુ સિદ્ધ થાય છે.
(૪) પ્રાણીમાત્રમાં એક જ આત્મા રહેલ છે તેમ સ્વીકારીએ તે મનુષ્ય અને માનવેતર પશુપક્ષીઓ વગેરે વચ્ચે ભેદ કેમ પાડવો? પશુ, પક્ષીઓ, મનુષ્ય, દેવતા વગેરેમાં અંક જ આત્માને નવાસ નથી. આથી આત્મા અનેક માનવા પડે છે.
ટૂંકમાં પ્રકૃતિ એક છે, પુરુષો અનેક છે. સમસ્ત સંસારના મૂળ કારણુરૂપે જડ પ્રકૃતિ છે. પુરુષ ચેતન દષ્ટા છે. પ્રકૃતિ રેય છે, પુરુષ જ્ઞાતા છે. પ્રત્યેક જીવને પૃથફ આત્મા છે. તત્વ (રતન્ય) રૂપે તે એક છે, પરંતુ તેની સંખ્યા અનેક છે. ડો. ઉમેશ મિશ્રને મને સાંખ્યદર્શનમાં પુરુષબહુત્વનું નિરૂપણું નથી, પરંતુ નિલિતુ (પુરુષ), બદ્ધ પુરુષ અને મુક્ત પુરૂષ એમ ત્રણ જ પ્રકારના પુરુષ છે. '
પુરષ અને પ્રકૃતિને સંબંધ --પુરુષ અને પ્રકૃતિને સંબંધ દર્શાવવા માટે સાંખ્યકાકાકારે જે જદો જુદાં દસ્કૃત ખાયાં છે તે બધાંને વિચાર કરવાની જરૂર છે. એ દાંતે કારક નં ૨૧, ૫૭, ૫૮, ૧૯, ૬૦ અને ૬૧માં છે.
કારિકા-૨૧માં પંગુ-અંધના સંગ સાથે પુરુષ-પ્રકૃતિને સંયોગ સરખાવેલો છે. કારિકા -૫૭માં વસવૃદ્ધિ માટે દૂધની પ્રવૃત્તિની સાથે પુરુષાર્થ માટે પ્રધાનની પ્રવૃત્તિ સરખાવી છે. કારિકા -૫૮માં જ યુવ્યું છે કે, જેમ લોકો માત્ર સુકાના નિવારણ માટે પ્રવૃત્તિ કરે છે તેમ પ્રધાન
૬ મિશ્ર (ડ.) ઉમેશ, “ભારતીય દર્શન', પ્ર, પ્રકાશન પૂરે, સૂચના વિભાગ, ઉત્તર પ્રદેશ સરકાર, લખનઉ, ૧૯૫૭, આ, ૧, પૃ. ૨૯૭-૩૦કે.
For Private and Personal Use Only