________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંખ્યદર્શનમાં પ્રકૃતિ અને પુરુષ
આર. સી. શાહ* * દશન’ શબ્દનો અર્થ :– શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યમાં “ દર્શન’ શબ્દના પ્રયે મને બદલે મીમાંસા' શબ્દનો પ્રયોગ થતે. મીમાંસા એટલે મનનજ્ઞાનપ્રાપ્તિની ઈરછા ; કોઈ તાત્ત્વિક વિષયની પરીક્ષા. આજે ધણું કરીને “દર્શન’ શબ્દ જાય છે. દર્શન એટલે જોવું તે--- તત્વજ્ઞાનની એક પદ્ધતિ ; સત્યને સમજવાને એક પુરષાર્થ. પ્રત્યેક દર્શન પછી તે પૌય હાય કે પાશ્ચાત્ય, સત્યને પિતાના એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી સમજવા પ્રયત્ન કરે છે.
દર્શન ' એટલે તત્વનો સાક્ષાત્કાર એવો ૫ણું એક અર્થ કવામાં આવે છે. તે અર્થ યોગીઓ અને તવંદષ્ટાઓની કુદરતી પ્રતિભા તરફ સંકેત કરે છે. દર્શન એટલે જોવાનું સાધન, પે અર્થ માં વિવિધ દર્શને એ સત્યને જાણવાના જુદા જુદા માર્ગો છે. મીમાંસા' કરતાં " દર્શન' શ દને પ્રયોગ વધારે વ્યાજબી જણાય છે. અંગ્રેજી શબ્દ Philosophy ( philo = love અને sophia = wisdom)ને અર્થ પણ જ્ઞાન માટે પ્રેમ એમ સૂચવે છે.
દર્શનાંવદ્યા એ માણસને પોતાનું સ્વરૂપ વિચારવા અને તેને અનુભવવા પ્રેરે છે. આ પ્રેરણા મનુષ્યના વિશ્વ સાથેના તેમ જ બીજા પ્રાણીજગત સાથેના તેના સંબંધ વિષે વિચાર કરવામાં મદદરૂપ બંને છે. પરિણામે માનવજીવન સ્કૂલલક્ષી મટી સૂકમલક્ષી અને સર્વલક્ષી થવાની દિશામાં વળે છે. સવ માં આત્મીપની અર્થાત અભેદની દૃષ્ટિ કેળવાય છે.*
દર્શનનું ધ્યેય :--જીવ, જગત અને ઈશ્વર આ ત્રણનાં સ્વરૂપનું અને પરસ્પર સંબંધનું નિરૂપણ ઇરાનશાસ્ત્રનું પ્રાન કર્તવ્ય છે. આ સંસાર શું છે? એના સજન પાછળ કોઈ હેતુ હશે ખરે? આત્મા શું? જીવનનું ધ્યેય શું ? આત્મસાક્ષાત્કાર કઈ રીતે શકય છે ? તેની અનતિનું સ્વરૂપ વર્ણવી શકાય ? વગેરે અનેક પ્રશ્નો માનવી ઉઠાવે છે અને પોતાની બુદ્ધિ અનુસાર તેના જવાબ શોધવા પશ્ચિમ કરે છે. આ બધા પ્રશ્નોને તેડ જ્ઞાનીઓએ અને મુમુક્ષુઓ સાધના, ચિતન, મનન, યાન વડે પ્રાપ્ત સ્વકીય જ્ઞાન વડે આપેલ છે અને તેને આપણે તત્વજ્ઞાન એવું નામ આપીએ છીએ. તત્ત્વજ્ઞાન એટલે માનવી વડે થયેલ જીવનસત્યનું દર્શન. કોઈ એક વ્યક્તિનું એ તત્ત્વજ્ઞાન નથી પણ અનેક વાંભન્ન વિચારધારાઓમાં વહીને વિદ્વાન પુરુ, ચિતકો, જ્ઞાનીઓ અને દષ્ટા મહષિઓ જીવનનું પરમતોની - જે ઝાંખી કરી છે તેનું જ્ઞાન એ જ તત્ત્વજ્ઞાન છે.
સ્વાધ્યાય', પુ. ૧, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, ઑકટોબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૩, પૃ. ૯-૧૮
" સંસ્કૃત વિભાગ, એસ. બી. ગાડો કલેજ, નવસારી,
૧. પંડિત સુખલા-1 છે, ભારતીય તત્ત્વાં વેશ્યા, પ્ર. લે. જે. સાંડેસરા, પાવિદ્યા મન્દિર, વડોદરા, ૧૯૫૮, પૃ. ૯૨. " સ્વા ૨
For Private and Personal Use Only