________________
૨૪
24
- ૧ - આગમ જાણો ! તીર્થની આજ્ઞા આપવા સ્વરૂપ વાસક્ષેપ કર્યો. પાંચમા ગણધર સુધર્માસ્વામીજીને સમગ્ર શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘના યોગ-ક્ષેમનો અધિકાર આપ્યો.
વૈશાખ સુદ અગ્યારસનો આ દિવસ હતો. તેમાં જે બાર અંગની રચના થઈ, તેમાંનું પહેલું અંગ શ્રીમદ્ “આચારાંગ' સૂત્ર હતું અને બીજું અંગ શ્રીમદ્ સૂયગડાંગ' સૂત્ર હતું. જેનો આપણે આજથી પ્રારંભ કરવાનો છે.
આચારાંગ સૂત્રના બે શ્રુતસ્કંધ છે. તેમાં પહેલા શ્રુતસ્કંધમાં ૯ અધ્યયનો છે. તેમાં પહેલા અધ્યયનના પહેલા ઉદ્દેશાના પહેલા સૂત્રમાં પ્રભુએ કેવી માર્મિક વાત કરી છે –
“મેસિ નો સUT ભવ' જગતના મોટા ભાગના જીવોને ખ્યાલ જ નથી કે, હું કોણ છું ! ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું ?' આ આચારાંગ સૂત્રમાં જીવાદિનું સ્વરૂપ, જીવના ભેદ-પ્રભેદ અને સ્વરૂપપ્રાપ્તિનો સાધનામાર્ગ બતાવેલ છે. જેનશાસનના ચાર અનુયોગો સૂયગડાંગમાં દ્રવ્યાનુયોગ :
જૈનશાસનમાં ચાર અનુયોગ છે. ચરણ-કરણાનુયોગ-૧, દ્રવ્યાનુયોગ-૨, ગણિતાનુયોગ-૩ અને ધર્મકથાનુયોગ-૪.
શ્રીમદ્ આચારાંગસૂત્ર એ ચરણકરણાનુયોગનું અંગ છે. તો શ્રી સૂયગડાંગસૂત્ર એ દ્રવ્યાનુયોગનું અંગ છે.
વીર: પ્રથનો ઘર્મ '
આચાર પ્રથમ એટલે શ્રેષ્ઠ ધર્મ છે.' તેથી આચારાંગસૂત્રમાં મુખ્યત્વે આચારમાર્ગનું વર્ણન કર્યું છે.
આમ છતાં તે આચારધર્મનું પાલન કરવાનું મન દરેકને થતું નથી. આ મન તો તેને થાય કે જેને જીવાદિ પદ્રવ્યોનો બોધ અને શ્રદ્ધા થાય. માટે જ દ્રવ્યાનુયોગ જાણવો જરૂરી છે. તે માટે જ બીજા અંગ તરીકે શ્રીમત્ સૂયગડાંગ સૂત્રની રચના કરી છે.
આ મહાન અંગને સૂત્રથી ગણધર ભગવંતોએ અને અર્થથી પરમાત્માએ બતાવેલો છે. આપણને અત્યારે જે દ્વાદશાંગી પ્રાપ્ત થઈ છે, તે પાંચમા ગણધર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org