________________
૨૬૪
૧ -- આગમ જાણો !
-
264
ટૂંકાણમાં કહું તો જેમાં મોક્ષમાર્ગ અને મોક્ષસાધનાનાં ઉપાય બતાવ્યા હોય તે ગ્રંથો જ ધર્મશાસ્ત્રો કહેવાય.
દુ:ખગર્ભિત વૈરાગ્યવાળાને આવાં ધર્મશાસ્ત્રો, યોગશાસ્ત્રો, અધ્યાત્મશાસ્ત્રો, વૈરાગ્યશાસ્ત્રો ભણવાં ન ગમે, તેને તો અર્થશાસ્ત્રો, શિલ્પશાસ્ત્રો, વાસ્તુશાસ્ત્રો, જ્યોતિષશાસ્ત્રો, મંત્ર-તંત્રશાસ્ત્રો જેવાં પાપશાસ્ત્રો ભણવાનું જ ગમે. માટે જ તેઓશ્રીએ “અધ્યાત્મસાર'માં કહ્યું કે -
'शुष्कतर्कादिकं किञ्चि-द्वैद्यकादिकमप्यहो ।
पठन्ति ते शमनदी, न तु सिद्धान्तपद्धतिम् ।।४।।' ‘શુષ્કતર્ક વગેરેને અને કાંઈક વૈદક વગેરેને ભણે છે, પરંતુ
શમતદી સમી સિદ્ધાંત શ્રેણીને ભણતા નથી.' સભા : દીક્ષા લીધા પછી પણ આવું ભણવાનું કેમ ગમે ? સંયમ સાધના, આત્મસાધના કે રત્નત્રયીની આરાધનામાં એને રસ ન આવે, એટલે એને આવું બધું જ ગમે. સંયમમાં ન ટકાય તો અસંયમને પોષવાપંપાળવા જે કાંઈ કરવું હોય, તે પાપશાસ્ત્રો ભણીને થઈ શકે માટે તે આ બધું ભણે. આવા જીવો ભણીને વિદ્વાન થાય પણ તે વિદ્યા ભણીને તે સ્વયં નાસ્તિક કે મિથ્યાત્વ બને અને અનેકને નાસ્તિકતા કે મિથ્યાત્વની દિશામાં દોરી જાય. સભા: આપે કહ્યું કે, નાસ્તિકો અને મિથ્યાષ્ટિઓ ભણીને જે વાત કરે અને ભણ્યા
વગર જે વાત કરે તે બન્નેનો ધ્વનિ એક હોય તે કઈ રીતે ? ભણેલા હોંશિયારીપૂર્વક, મુદ્દાસર રજૂઆત કરે અને નહિ ભણેલા હોંશિયારી વગર અને મુદ્દા વગર રજૂઆત કરે; પણ બન્નેની માન્યતા તો એક જ હોય. બન્ને કહે ખાઓ-પીઓ ને મજા કરો ! જગતમાં જો કોઈએ ઉલ્કાપાત સર્યો હોય તો ભણેલા આ નાસ્તિકો અને મિથ્યાષ્ટિઓએ જ!
૩જું અધ્યયન “આહાર પરિજ્ઞા' નામનું છે; જેમાં માંસાહાર કરનારા જીવો કેવા કેવા જીવોને કેવી રીતે મારે છે ? કેવા કેવા જીવોનો આહારમાં ઉપયોગ કરે છે ? તેમાં કેટલું પાપ છે ? તેનાથી કેવું અહિત થાય છે ? તે શા માટે આવું પાપ કરે છે? તેનાથી તેને શું નુકસાન થશે ? વગેરે બાબતો વર્ણવી છે. વનસ્પતિ, જળચર, સ્થળચર અને ખેચર જીવોનું આમાં ઘણું વિસ્તારથી વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org