________________
આગમ જાણો !
આવા સમયે આપણે કલ્પના કરીએ કે, બહુ તપ કરાવવો, બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરાવવું, નબળા નિમિત્તો ન આવે તેની કાળજી રાખવી. આવું કાંઈક લખ્યું હશે. પણ ઉપાધ્યાયજી મહારાજે આપણી કલ્પનાથી જુદી એવી અહીં નવી જ વાત કરી છે. એમણે જે કહ્યું તે એક જ વાક્ય છે, બહુ ટૂંકું છે પણ એ ગંભીર અર્થથી ભરેલું છે.
એમણે જણાવ્યું છે
૨૭૦
-
‘શ્રુતમમ્પનધિન કૃતવૃત્તો મતિ વાવંતિઃ ।' એને બાળપણથી જ એટલું બધુ ભણાવવું - શ્રુતમાં ડૂબાડી દેવો કે જેથી એને કૃતકૃત્યતાની-પૂર્ણતાની અનુભૂતિ થાય, પૂર્ણ આનંદની અનુભૂતિ થાય. મન બીજે ક્યારે ભટકે ? જ્યારે અંદરનો ખાલીપો હોય, ત્યારે ને ? જ્યારે આને શ્રુત એટલું ભણાવ્યું હોય કે અંદરનો કોઈ ખાલીપો લાગે જ નહિ. જ્ઞાનાનંદથી કૃતકૃત્ય થઈ ગયો હોય તેનો આનંદ પણ અકલ્પનીય, અવર્ણનીય જ હોય.
અધ્યાત્મશાસ્ત્રોના મહિમાનું વર્ણન કરતાં આ અધ્યાત્મશાસ્ત્રોનો આનંદ કેવો હોય ? તે જણાવતાં લખ્યું છે કે, ચક્રવર્તીઓનાં ષડ્રસવાળા ભોજન ભોગવતાં જે આનંદ આવે તેનાં કરતાં કઈ ગણો વધારે આનંદ એના અભ્યાસમાં આવે. અત્યંત રૂપવાન, પ્રિય કામિનીના આશ્લેષમાં ભોગી માણસને જે આનંદ આવે તેના કરતાં અનંતગુણો આનંદ અધ્યાત્મશાસ્ત્રોના વાંચનમાં મળે છે.
‘રસો ભોળાવધિ જામે, સત્વક્ષ્ય મોનનાવધિ । अध्यात्मशास्त्रसेवायां, रसो निरवधि पुनः ।।'
270
Jain Education International
‘કામભોગમાં આનંદ જ્યાં સુધી કામભોગ ચાલે ત્યાં સુધી જ સુંદર ભોજનમાં આનંદ જ્યાં સુધી ભોજન ચાલે ત્યાં સુધી જ, જ્યારે અધ્યાત્મ શાસ્ત્રોની સેવા, અભ્યાસ, પરિશીલતમાં જે આનંદ હોય છે, તેની કોઈ અવિધિ-લિમિટ હોતી નથી.'
અનંત આનંદ !
તમને આશ્ચર્ય સાથે આનંદ થાય એવી એક વાત કરું. ૫૨મતા૨ક ગુરુદેવના
For Private & Personal Use Only
www.jainelibrary.org