Book Title: Suyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૨૭૯
- ૧૩: બીજો મહાઅધ્યયન' શ્રુતસ્કંધનો મિતાક્ષરી પરિચય - 13 –
269
જૈનશાસનના બાળદીક્ષિતોનું જીવન શેના આધારે આનંદ-પ્રમોદમાં વીતતું હશે ? એનો કોઈ દિવસ વિચાર કર્યો છે ?
જેની પાસે પાંચ ઈન્દ્રિયોના વિષયોની એક પણ સામગ્રી નથી, જેની પાસે દુનિયાના ભોગ-વિલાસનું એક સાધન નથી, છતાં તે દુનિયાથી અલિપ્ત રહી આનંદના મહાસાગરમાં વિલસતા રહે છે, તે શેના આધારે ? મુખ્યત્વે કહું તો એકમાત્ર શ્રતની ઉપાસનાના આધારે જ.
પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે આ સવાલનો જવાબ આપ્યો છે. પૂજ્ય આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનો “પંચવસ્તુક' નામનો એક મહાન ગ્રંથ છે. તેનો સહારો લઈને આ મહાપુરુષે “માર્ગ પરિશુદ્ધિ' નામના ગ્રંથની રચના કરી છે. ૧૫૦૦-૧૦૦૦ ગાથાના ગ્રંથને માત્ર ૩૦૦ ગાથામાં સમાવી લીધો છે. દક્ષિાની વય કઈ ? દીક્ષા કોને અપાય અને કોને ન અપાય તેની પણ વાતો ત્યાં કરી છે.
કેટલાક કહે છે કે “ભક્ત ભોગીને જ દીક્ષા અપાય', તો કેટલાંક કહે છે કે, નવમે ગુણસ્થાનકે પહોંચીને જેણે ભોગકર્મનો ક્ષય કર્યો હોય તેને જ અપાય.” આવી અલગ અલગ માન્યતાઓ ધરાવતા મતો છે. તે મતોને નિરુત્તર કરતાં અને શાસ્ત્રીય સમાધાન કરતાં જણાવ્યું છે કે, “સામાન્યપણે આઠથી સિત્તેર સુધીની ઉંમરવાળાને દીક્ષા આપી શકાય. એમાંય આગળ કહ્યું કે, “શરીર સશક્ત હોય, અંગોપાંગ સાજાં હોય, સાધના અકબંધ કરી શકે તેમ હોય તો સિત્તેર પછીનાને પછી પણ આપી શકાય. તેમાં કોઈએ મુદ્દો ઉઠાવ્યો કે, “ભક્ત ભોગીને પતનની શક્યતા ઓછી છે, જ્યારે બાળ મુનિને માટે યુવાન થયા બાદ પતનની શક્યતા ઘણી છે.' ભક્ત ભોગી એટલે સાંસારિક કામ-ભોગ ભોગવી આવેલ.
આ મુદ્દાનો જવાબ આપતાં કહ્યું કે, “પતનની જેટલી શક્યતા ભક્ત ભોગીને છે, તેટલી બાળકને નથી.' ફરી પ્રશ્ન થયો કે, “પણ શક્યતા તો છે ને ?' ત્યારે કહ્યું કે, “શક્યતા નથી, એમ નહિ પણ એ ઉભી જ ન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ. એ માટે શું કરવું જોઈએ એ સમજાવવા એક જ વાક્યમાં જવાબ આપી દીધો. વર્ષો પહેલાં જ્યારે આ સંવાદ વાંચવાનો થયો હતો ત્યારે આ શાસ્ત્ર માથે મૂકીને નાચવાનું મન થયેલું. એવું એકદમ તર્કશુદ્ધ-શાસ્ત્રશુદ્ધ અને અનુભવથી શુદ્ધ એ વાક્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304