Book Title: Suyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 284
________________ ૨૦૫ – ૧૩ બીજો મહાઅધ્યયન ગ્રુતસ્કંધનો મિતાક્ષરી પરિચય - 13 - 265 વનસ્પતિકાય પણ છએ કાયના જીવોના શરીરને પોતાનો કોળીયો બનાવે છે, ત્રસજીવોને યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યને પણ પોતાનો આધાર બનાવે, એને મારે અને પોતાના આહારરૂપે અને તે દ્વારા પોતાના શરીરરૂપે પરિણાવે છે – વગેરે વાતો આ અધ્યયનમાં કરવામાં આવી છે. ૪થું અધ્યયન પ્રત્યાખ્યાન ક્રિયા' નામનું છે. તેમાં અજાણતાં પણ જીવહિંસા થઈ ગઈ હોય તો આત્મશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરવું અને તપ સાધના કરીને આત્માને વિશુદ્ધ કરવાનો પ્રયત્ન કરવો વગેરે બાબતો કહેવામાં આવી છે. પણું “આચારકૃત' નામનું અધ્યયન છે, જેમાં સાધુના આચારોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તે કર્યા પછી આપણે જેને અનાચાર માનીએ છીએ, તે તો અનાચાર છે જ પણ આપણે જેને આચાર માનીએ છીએ, તેમાં પણ કયા કયા અનાચાર છે તે પણ બતાવ્યું છે. પુણ્ય નથી, પાપ નથી, બંધ નથી, મોક્ષ નથી, લોક નથી અલોક નથી, લોક-અલોકની કોઈ વ્યવસ્થા નથી. સુસાધુકુસાધુ માનવાની જરૂર નથી. બધા સરખા, આ બધું મિથ્યાત્વ બોલાવે છે, એ તત્ત્વનો અપલાપ છે, ઉસૂત્ર ભાષણ છે. એના દ્વારા ઉન્માર્ગની સ્થાપના થાય છે, આ બધો અનાચાર છે. કોઈએ કોઈ સ્ત્રી સાથે નબળો વ્યવહાર કર્યો તો તે જેમ અનાચાર કહેવાય છે; તેમ આ રીતે તત્ત્વનો અપલોપ થાય તેવું બોલવું-લખવું-પ્રચારવું એ પણ આગમશાસ્ત્રો સાથેનો અનાચાર છે. કોઈ સારામાં સારો તપ કરે, ત્યાગ કરે, ચારિત્ર પાળે, મહાવ્રતો પાળે, સમિતિ અને ગુપ્તિ પાળે, પણ તત્ત્વનો અપલાપ થાય તેવું બોલે-લખે કે પ્રચારે તો તે આચારીના વેશમાં અનાચારી જ છે. તત્ત્વને અતત્ત્વ કહેવું – અતત્ત્વને તત્ત્વ કહેવું તે અનાચાર છે. આ અનાચારની અહીં વ્યાખ્યા કરવામાં આવી છે. કઠું “આર્તકીય” અધ્યયન છે. એમાં આદ્રકુમાર અંગેની વાત છે. આર્ટ નામના અનાર્યદેશના રાજાનો એ પાટવી કુંવર હતો. અભયકુમારે મૈત્રીના યોગે તેને પ્રભુની પ્રતિમા મોકલી. એનાં દર્શન કરી એ જાતિસ્મરણ જ્ઞાનને પામ્યો. તે દ્વારા તેણે પોતાનો પૂર્વભવ જાણ્યો અને એના મનમાં થયું કે ક્યાં મેં પૂર્વભવમાં કરેલી સંયમની સાધના અને ક્યાં આ ભવમાં મળેલી અનાર્યદેશની ધર્મસંસ્કાર વિહોણી પરિસ્થિતિ ? પરિણામે ભાવવૈરાગ્ય પ્રગટ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304