________________
૧૮૩
– ૯: પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે - ૭ - 183
તેમની સામે પણ આવો જ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે “પૂર્વાચાર્યોએ કઈ ખોટ રાખી છે કે તમે નવા નવા ગ્રંથો રચવા માંડ્યા છે ?' - પૂ. આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સામે પણ આવા જ પ્રશ્નો આવ્યા હતા. જેનો જવાબ તેઓશ્રીએ એમના ગ્રંથોમાં બરાબર આપ્યો છે. પૂ. મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે પણ એનો જ અનુવાદ કરવા સ્વરૂપે પ્રસ્તુત પ્રશ્ન અને તેનો ઉત્તર આપતાં ૩૫૦ ગાથાના સ્તવનમાં લખ્યું કે -
કોઈ કહે નવિ શી જોડી, શ્રુતમાંહે નહિ કોઈ ખોડી; તે મિથ્યા ઉદ્ધત ભાવા, શ્રુતજલધિ પ્રવેશે નાવા. પૂરવ સૂરિએ કીધી, તેણે જ નવિ કરવી સિદ્ધિ;
તો સર્વે કીધો ધર્મ, નવિ કરવો જોયો મર્મ.' “શ્રુતમાં શું ખામી છે કે નવા ગ્રંથો બનાવો છો ? એવું જે કોઈ કહે છે તે ખોટું છે. શ્રુતમાંથી ભાવોને ઉદ્ધરીને બનાવાતા ગ્રંથો તો શ્રુતસાગરમાં પ્રવેશ કરવા માટે નાવડાં જેવા છે.”
“આ બધી રચનાઓ અને તત્ત્વની સિદ્ધિ પૂર્વાચાર્યોએ કરી છે. માટે અત્યારે કરવાની કોઈ જરૂર નથી – એવું કહેનાર સમજી લે કે જો એમ જ છે તો પૂર્વાચાર્યોએ ઘણો ધર્મ કર્યો છે. હવે તમારે કરવાની જરૂર નથી.”
શાસ્ત્રો તો અતિગહન સમુદ્ર જેવાં છે. જ્યારે હું રમું છું તે ગ્રંથો તો તે શ્રુતસમુદ્ર સુધી પહોંચવા માટે જરૂરી નાવડાં જેવા છે. “શ્રુતજલધિ પ્રવેશે નાવા.” દરિયો તરવા સ્ટીમર જ જોઈએ પણ એ કાંઈ કિનારે ન આવે ત્યાં સુધી પહોંચવા નાવડું જોઈએ જ. તે જ રીતે આગમ ગ્રંથો, મહાપુરુષોનાં ગ્રંથો સુધી પહોંચવા માટે અમારા ગ્રંથો નાવડાં જેવા છે. એવી સુંદર સ્પષ્ટતા તેઓશ્રીએ કરી છે.
આ બધા મહાપુરુષોનાં હૃદયમાં પૂર્વના પૂજ્ય પુરુષો અને તેમણે બનાવેલ ગ્રંથો પ્રત્યે કેવો અપૂર્વ આદર-બહુમાનભાવ હશે, જેથી આવા ઉદ્ગારો તેમના અંતઃકરણમાંથી પ્રગટ્યા હશે ! તેઓશ્રીના મનમાં ક્યાંય “અહંભાવને અવકાશ જ નહોતો. અઘરી અને સરળ ગ્રંથરચનાનો હેતુ :
આગળ વધીને ટીકાકાર મહર્ષિ પૂ. આ. શ્રી શીલાંકસૂરિજી મહારાજ કહે છે કે, બની શકે વિદ્વાનો મારી સામે તુચ્છકારની નજરેથી પણ જુએ. કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org