________________
૧ - આગમ જાણો !
બનાવ્યા છે, તો કોઈક મહાપુરુષે માત્ર અઘરા તો કોઈક મહાપુરુષોએ માત્ર સહેલા ગ્રંથો બનાવ્યા છે.
૧૮૬
પૂજ્યપાદ મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજા ‘કલ્પસૂત્ર સુબોધિકા માં લખે છે - મને વિશ્વાસ છે કે વિદ્વાનો મારા ઉપર હસશે નહિ, કારણ કે - 'यदुपदिशन्ति त एव हि शुभे यथाशक्ति यतनीयम् ।'
‘સમર્થ, ધુરંધર વિદ્વાનોએ જ કહ્યું છે કે, દરેક વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ પ્રયત્ન કરવો જોઈએ.'
શુભ કાર્યમાં
186
તેથી હું પણ પ્રયત્ન કરું છું એમ તેઓએ લખ્યું છે.
પૂ. આચાર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજાએ પણ આ ટીકા ગ્રંથ બનાવીને જે ઉપકાર કર્યો છે, તે તો અધિકાર મેળવીને જે એનું ઊંડાણપૂર્વક અધ્યયન કરે તેને ખબર પડે. અગર જો આ વૃત્તિ-નિર્યુક્તિ કે ચૂર્ણિ ન હોત તો આગમની પંક્તિઓમાંથી અર્થ કાઢવાની આપણી તો તાકાત નથી જ. જેઓ ભાષ્ય, નિર્યુક્તિ-ચૂર્ણા કે ટીકાને નથી માનતા તે પણ અંદરખાને આ ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ અને ટીકા એમ ચારે-ચારને વાંચીને આગમના એક એક શબ્દોના અર્થને બેસાડીને - ખોલીને પછી વિવેચનો લખે છે.
મારા પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવશ્રી અનેક વાર કહેતા કે - અગર જો પૂ. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજા, પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા કે પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા જેવા સમર્થ મહાપુરુષો થયા ન હોત તો આપણે છતે આગમે (દીવે) આંધળાં જેવા હોત. કારણ કે, એમના ગ્રંથોની સહાય વિના આગમોનાં વાસ્તવિક અને ગંભીર અર્થો સુધી આપણે પહોંચી શક્યા ન હોત. એ માટે આ મહાપુરુષોએ અનહદઉપકારકર્યો છે. આપણા શાસનમાં માત્ર શબ્દાર્થ, વાક્યાર્થ કે મહાવાક્યાર્થથી ચાલતું નથી, પણ છેક ઐદંપર્યાર્થ સુધી પહોંચવાનું હોય છે. પૂર્વાચાર્યોએ પંચાંગીના માધ્યમથી આપણને પ્રભુવચનોનો ઐદંપર્યાર્થ-પરમાર્થ આપ્યો છે. આ જ એમનો મહાન ઉપકાર છે.
Jain Education International
મનુષ્યજન્મ દુર્લભ છે, મનુષ્યપણું એથીય વધુ દુર્લભ છે :
શ્રી સૂયગડાંગજી સૂત્રની ટીકાનો પ્રારંભ કરતાં પૂ. આચાર્યશ્રી શીલાંકસૂરિજી
For Private & Personal Use Only
www.jainelibrary.org