Book Title: Suyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 271
________________ ૧ આગમ જાણો ! જે સમાધિ પામવાની છે, તે સમાધિનું સ્વરૂપ દર્શાવ્યું છે. તેનાં દ્રવ્યસમાધિ અને ભાવસમાધિ એવા બે પ્રકારો બતાવી ભાવસમાધિ પ્રાપ્તિના ઉપાયો વગેરે વાતો આમાં કરવામાં આવી છે. ૨૫૨ ૧૧મું અધ્યયન ‘માર્ગ’ નામનું છે. તેનો એક ઉદ્દેશો છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગ એમાં વર્ણવી તે માર્ગમાં આગળ વધવામાં નડતરરૂપ પાખંડીઓનું સ્વરૂપ તેમાં બતાવવામાં આવ્યું છે. 252 ૧૨મા અધ્યયનનું નામ ‘સમવસરણ’ અધ્યયન છે, તેનો એક ઉદ્દેશો છે. મોક્ષમાર્ગે જવામાં - આગળ વધવામાં નડતરરૂપ બને તેવા ૩૬૩ પાખંડીઓ સમવસરણને ઘેરો ઘાલીને બેઠા છે. એક ઃ ૫રમાત્મા પાસે કોઈ ન જાય માટે : :: અને બે : કોઈ પહોંચી ગયું, તો તેને પરમાત્માએ બતાવેલા મોક્ષમાર્ગમાંથી ખસેડવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. એ પાખંડીઓ ભગવાનના સમવસરણમાં પણ જાય છે. પણ તે ભગવાનની વાતો તોડવા અને પોતાની વાતો સ્થાપવા જરૂ૨ી યુક્તિઓ, તર્કો મેળવવા માટે જાય. સમવસરણની બહાર નીકળીને ભગવાનની વાતો ઉપર કાતર ફેરવવાનું કામ કરે. તેમાં કેટલાક ક્રિયાવાદી છે, કેટલાંક જ્ઞાનવાદી છે, કેટલાંક અજ્ઞાનવાદી છે અને કેટલાક વિનયવાદી છે. એ ચારેયના પેટાપ્રકારો મળીને ૩૬૩ પાખંડી થાય. એની અહીં વાત છે. ૧૩મું અધ્યયન ‘યથાતથ્ય' નામનું છે. તેનો એક ઉદ્દેશો છે. યથાતથ્ય એટલે યથાર્થ, વાસ્તવિક, પરમાર્થ અથવા જેવું હોય તેવું. યથા એટલે જેવું, તથ્ય એટલે સત્ય. આમાં ભગવાને પૂરેપૂરી સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે - બધા જ કુવાદીઓ ઉન્માર્ગના પ્રરૂપક છે.' એમ કહેતાં ભગવાન વીર ક્યાંય અટક્યા નથી કે આમ કહેવામાં તેઓશ્રીએ ક્યાં શબ્દચોરી કે ભ્રામક શબ્દપ્રયોગ કર્યો નથી. તમને ક્યારેય એવો પ્રશ્ન ન થવો જોઈએ કે ભગવાન વીતરાગ આવું બોલે ? શ્રી સુધર્માસ્વામીજી આવું સૂત્ર રચે ? એમની આવી સૂત્રરચના ઉપર ભગવાન મહોરછાપ મારે ? નવિ નિંદા મારગ કહેતાં : એક વાત બરાબર સમજી રાખો કે સર્વજ્ઞ-વીતરાગ જો આવું સ્પષ્ટ નહિ કહે તો બીજું કહેશે પણ કોણ ? જો સર્વજ્ઞ-વીતરાગના પ્રતિનિધિ ગણધર ભગવંતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304