________________
૧૩ : બીજા ‘મહાઅધ્યયન શ્રુતાંઘનો મિતાક્ષરી પથિય
અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવી૨ ૫રમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમગણધર શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ પરમાત્માના પાવનમુખેથી ‘પશેફ વા, વિનમેક્ વા અને વેક્ વા' આ ત્રિપદીને પામીને જે મહાન દ્વાદશાંગીની રચના કરી, જેને ૫૨મતારક પરમાત્માએ પોતાની કૈવલ્યદૃષ્ટિથી પ્રમાણી, એ જ દ્વાદશાંગી પૈકીનું બીજું આગમ ‘સૂયગડાંગજી સૂત્ર’ છે. તેમાં આત્માને અનાદિકાળથી વળગેલા બંધનોથી આત્માની થયેલી બેહાલી, તેમાંથી છૂટવાનો માર્ગ, સાધનામાં થતી નડતરો, તેને કઈ રીતે તોડવી, તેમાંથી કઈ રીતે માર્ગ કાઢવો અને આત્માનું શાશ્વત સૌંદર્ય કઈ રીતે પ્રગટ કરવું ? તેનું ઉત્તમોત્તમ માર્ગદર્શન આ અંગ આગમમાં આપેલું છે. જિનવાણી સાંભળે તે આત્મા ધન્ય છે :
સ્નાત્રપૂજામાં એક પ્રાકૃત ગાથામાં ખૂબ જ માર્મિક શબ્દોમાં પ્રભુના મેરુિિગર પર થતા સ્નાત્રોત્સવને નિહાળતા દેવોની ધન્યતાનાં વખાણ કર્યાં છે - 'जिणजम्मसमये मेरुसिहरे, रयणकणयकलसेहिं । देवासुरेहिं न्हविओ, ते धन्ना जेहिं दिट्ठोसि ।।'
*જિત જન્મ સમયે, મેરુ શિખરે દેવો અને અસુરો દ્વારા રત્ન અને કનકના કળશોથી પ્રભુનું સ્વાત્ર થયું, તે દૃશ્ય જેણે જોયું તે ધન્ય બન્યા.'
અહીં મારે એ જ વાત પરમાત્મા આદિનાં શ્રીમુખે જિનવાણી સાંભળનાર આત્માઓના સૌભાગ્ય માટે કરવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org