Book Title: Suyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 251
________________ ૧ - આગમ જાણો ! રાજાએ સામૈયાની જોરદાર તૈયારી કરી હતી. છતાં નિવૃત્ત ગુરુદેવ અન્ય માર્ગેથી સીધા ઉપાશ્રયમાં આવી ગયા. રાજા-મંત્રી-શ્રાવકોએ દ્વાદશાવર્ત્ત વંદના કરી. બધાને વિસર્જિત કર્યા બાદ કલિકાલસર્વજ્ઞે અને રાજાએ ગુરુદેવના ચરણે પડી જગતને ‘અરૃણ’ કરવા માટે ‘સુવર્ણસિદ્ધિ'ની યાચના કરી. એ માટે જરૂરી વેલડી-વનસ્પતિનું નામ અને સંકેત જણાવવા પ્રાર્થના કરી. ૨૩૨ આ સાંભળતાં જ પ્રશમરસમાં નિમગ્ન એવા પણ ગુરુદેવ કોપિત થઈ ગયા. એમણે નિજ શિષ્યરત્નને કહ્યું - ‘પાપી ! દૂર ચાલ્યો જા ! આ વિદ્યા માટે તું અયોગ્ય છે.’ એમ કહીને ચરણે લાગેલા સર્પની જેમ તેમણે શિષ્યને દૂર કર્યો. ત્યારબાદ ગુરુએ કહ્યું - 232 ‘પૂર્વે મેં તને મગના પાણી જેવી સામાન્ય વિદ્યા આપી હતી, તેનું પણ તને અજીર્ણ થયું હતું, તો હવે મોદક જેવી મહાવિદ્યા તને કઈ રીતે અપાય ?' કાંઈ સમજાય છે ? જેટલું જેમનું પુણ્ય હોય, પચાવવાની તાકાત હોય, જેનાથી હિત થાય તેટલું જ જ્ઞાન તેમને અપાય. જેમણે ચારિત્રભ્રષ્ટ અને શ્રદ્ધાભ્રષ્ટ યતિસંસ્થામાંથી જૈનશાસનને ઉગાર્યું, ચારિત્રધર્મની પ્રતિષ્ઠા કરી, સાધના માર્ગની પ્રતિષ્ઠા કરી, તેવા મહાપુરુષ માટે ‘ભૂલ કરી' એમ કહેવું તે મિથ્યાત્વનો કારમો ઉદય છે, એમ તમને બરાબર સમજાઈ જવું જોઈએ. આપણી મૂળ વાત સૂત્રકૃતાંગની હતી. ચૂર્ણિકા૨શ્રીજી શ્રી સૂયગડાંગજી સૂત્રની આગળ ભગવાન શબ્દ જોડીને લખે છે કે, ‘ભગવાન સૂત્રકૃતાંગ', ‘ભગવં સૂયગડો’ - આગમની આગળ ‘શ્રી’ અને પાછળ ‘જી’ શબ્દ લગાડવો અથવા બહુમાનવાચક શબ્દ બોલવો જોઈએ. કારણ કે, આ પણ આગમની ભક્તિ છે; આ કોઈ બજારું પુસ્તક નથી. આ તો આપણો પ્રાણ છે, આપણું જીવન છે. મહાન યોગવિદ્યા છે, અદ્વિતીય કોટિની અધ્યાત્મવિદ્યા છે. આપણા કલ્યાણનો માર્ગ છે, આપણા જીવનને ધબકતું રાખનાર છે, મહાન યોગ અને અનુપમ અધ્યાત્મ વિદ્યાનો વારસો આમાં ધરબાયેલો છે. આપણા સૌનું સુખ પણ આમાં જ સમાયેલું છે, તે ધ્યાનમાં રાખવું. સૂયગડાંગનો બાહ્ય-અત્યંતર પરિચય : શ્રી સૂયગડાંગ સૂત્રનો અદકેરો પરિચય પ્રાપ્ત કરવાનો આપણે પ્રયત્ન શરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304