________________
૨૪૪
-
૧ - આગમ જાણો ! ––
-
244
ક્યાંય કોઈ સંસારી સાથે સંબંધ નથી બાંધ્યો. એક વ્યક્તિ એવી નહિ હોય જેની સાથે એમણે નાતો બાંધ્યો હોય. કોઈની સાથે મારાપણાનો ભાવ કેળવ્યો નથી. સંસારીઓ સાથે સંબંધ તેને જ બાંધવો પડે જેને સંસારીઓ પાસેથી કાંઈક જોઈએ છે ! જેણે પરમાત્માના શાસનના પરમાર્થને પચાવ્યો છે;
__'परस्पृहा महादुःखं, निस्पृहत्वं महासुखम् ।' પારકાની ઈચ્છા એ જ મહાદુઃખ છે અને ઈચ્છાનો અભાવ એ જ મહાસુખ છે.'
(જ્ઞાનસાર) આવી પરમાત્માની વાણી – બરાબર પચાવી હોય તેવા મહાપુરુષોને ક્યારેય કોઈ સંસારી સાથે સંબંધ બાંધવાની જરૂર પડતી નથી. પરમતારક ગુરુદેવે આ સૂત્રને આત્મસાત્ કર્યું હતું અને એથી જ એમણે ક્યારેય કોઈ સંસારી સાથે સંબંધ બાંધ્યો નથી; એટલું જ નહિ એમના નજીકના શિષ્ય કે પટ્ટધર ગણાતા સાધુ ભગવંતો કે આચાર્યો સાથે પણ મનનો સેતુ, સ્નેહનો તાંતણો બાંધ્યો ન હતો. ગુરુ તરીકે કર્તવ્ય બધું જ અદા કર્યું, પરંતુ એમાં સ્નેહનો, રાગનો કોઈ ભાગ એમણે રાખ્યો ન હતો.
સાધુપણાના પાલન માટે અમને ભગવાને જે મર્યાદાઓ બતાવી છે, તે મુજબ જો અમે જીવીએ તો નિર્દોષ આહાર-પાણી, ઔષધ-વસ્ત્ર-પાત્ર કે વસતિ : આથી વધારે કાંઈ ન જોઈએ અને આ પણ જે જોઈએ તે પણ સંયમ પાળવા માટે જ. સંયમ માટે જરૂર પડે અને અમે તમારા આંગણે આવીએ અને અમને ખપે એવું નિર્જીવ, કષ્ણ આહારાદિ તમે જે આપો એ લઈ લઈએ. તે વખતે તે આહારાદિ અમારા સંયમ પાલનમાં સહાયક બને તેવું છે કે નહિ તે અમે જરૂર જોઈએ. પણ આ માટે તમારો સંસર્ગ કેટલો જોઈએ ? “આ આપો ને તે આપો - આવું જ જોઈએ એવું ન કરીએ. વસ્તુ નિર્દોષ જણાય તો જરૂર મુજબ વહોરી ધર્મલાભ આપીને નીકળી જઈએ. કદાચ તમે ન આપો તો જે ભાવે ધર્મલાભ આપીને આવ્યા હતા તે જ ભાવે ધર્મલાભ આપીને નીકળી જઈએ. મનમાં બીજો કોઈ જ નબળો ભાવ ન લાવીએ. કાનપુરની ધર્મશાળાનો એ પ્રસંગ :
પરમતારક ગુરુદેવનો એક પ્રસંગ કહું. પરમતારક ગુરુદેવ જ્યારે કલકત્તાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org