________________
૨૩૬
- ૧ - આગને જાણો !
236
ઉપસર્ગોમાં ભલભલા સાધકો પણ પટકાઈ પડે છે. સ્ત્રી પરીષહનો સમાવેશ અનુકૂળ ઉપસર્ગ-પરીષહમાં કરવામાં આવ્યો છે.
સિંહ ગુફાવાસી મુનિ એનો જીવતો-જાગતો દાખલો છે. વરસાદથી ઝડીઓ વરસી રહી છે. ચારે બાજુ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. કડકડતી ઠંડી છે. શરીર ઠરીને ઠીકરું થઈ ગયું છે. ગરમીનું ક્યાંય નામ નથી, અન્ન-પાણી આદિ આહારનો સદંતર ત્યાગ છે, શરીરમાં કશું જ જતું નથી. ક્રૂર-હિંસક એવો સિંહ પણ જેમના પ્રથમ દર્શને જ શાંત થયો છે, તેવા પ્રતિકૂળ દરેક ઉપસર્ગોને સમ્યફ પ્રકારે સહન કરી જતા, પાર પાડી જતા એવા પણ એ સાધક કોશાનાં માત્ર એક દર્શનથી પતંગિયું જેમ દીપકની જ્યોતમાં ઝંપલાવી ભસ્મસાત્ થાય તેમ પતનની ગર્તામાં પડી ગયા. આ અનુકૂળ ઉપસર્ગની કાતિલતા છે. સાધકને માટે તેવું ન બને તે માટે આ ચોથું “સ્ત્રી અધ્યયન' કહેવામાં આવ્યું છે. આમાં સ્ત્રીઓથી સાવધાન કેવી રીતે રહેવું ? તેનાથી પરાક્ષુખ કેવી રીતે રહેવું? તેની લલચામણી રીતોમાં સપડાઈ ન જવાય તે માટે, સાધકે કેવી કેવી સાવધાની રાખવી ? - તે વાત આ ચોથા અધ્યયનમાં કરવામાં આવી છે.
પનું અધ્યયન “નરક-વિભક્તિ' નામનું છે. તેનાં બે ઉદ્દેશ છે. આ અધ્યયનમાં જે સાધુપણું સ્વીકાર્યા પછી ઉપસર્ગો સહન કરતા નથી અને સ્ત્રીઓનાં સંસર્ગથી બચતા નથી, તેવા જીવો નરકમાં જાય છે અને ત્યાં તેમને કેવી કેવી યાતનાઓ ભોગવવી પડે છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ અધ્યયનમાં કહ્યું છે કે, જેઓ દુઃખભીરુ છે, સુખશીલીયા છે. અનુકૂળતાના અર્થી છે, માટે ઉપસર્ગો સહન કરવાની તેમની તૈયારી નથી અને સ્ત્રીઓનો સહવાસ જેમને ગમે છે, તેઓ વ્રતની સુરક્ષા માટે જણાવેલી કોઈ મર્યાદા કે વાડ રાખતા નથી. તેઓ એ મર્યાદાઓ કે વાડને ઓળંગી જાય છે, તેથી તેવા આત્માઓ માટે નરક સિવાય બીજો કોઈ માર્ગ નથી. જેમને સાધુપણામાં આવતા પરીષહો ને ઉપસર્ગો વેઠવાની તૈયારી નથી, જેમને સ્ત્રીઓનાં સુખ ભોગવવાં છે તેમને નરકની ભડભડ કરતી જ્વાળાઓ ભેટવા તૈયાર છે. એમ આ અધ્યયનનો પ્રધાન સૂર છે.
કઠું અધ્યયન “વરસ્તુતિ' અગર “મહાવીર સ્તુતિ' નામનું છે. આમાં એક ઉદ્દેશો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org