________________
૨૦૧ – ૯ઃ પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે – 9 – 201 સારું ખરીદીને લાવો છો કે નહિ ? એ કેમ આવડ્યું ? સારાનું અથાણું હતું માટે. એમ અહીં પણ પહેલાં સત્યનું અર્થીપણું જોઈએ. તમે બજારમાં જાવ તો માલ માંગો છો ને ? પહેલાં માલ બતાવો, ક્વોલિટી જોઈશ, પછી ખરીદીશ. એમ બોલો છો ને ? પેલો કહે કે, “મારા ઉપર વિશ્વાસ નથી ? તો શું લઈ લેશો ?
સભાઃ ચોખ્ખો માલ ઓળખતાં ન આવડે તો ?
ઘરવાળી માટે સોનાના-હીરાના કે મોતીના દાગીના ખરીદવા જાવ છો ને ? સોનું-હીરા કે મોતી ઓળખવાની આવડત ન હોય તો વચ્ચે દલાલને રાખો છો ને ? એની દલાલી ચૂકવો છો ને ? ત્યાં અર્થીપણું છે, માટે બધું જ કરો છો. અહીં અર્થીપણું જ નથી. હજી શોધક વૃત્તિ જ નથી. વગર મહેનતે તમને ઘણું બધું મળી ગયું છે, એટલે તમારે મન આજે તેની ફૂટી કોડીની કિંમત નથી.
ખરું બોલો... પાંચ પ્રતિક્રમણ-જીવવિચાર-નવતત્ત્વ અર્થ સાથે આજે કેટલાને આવડે ? ૨૪ તીર્થંકરનાં નામ-લંછન-વર્ણ પણ આજે કેટલાને આવડે ? કે પછી “ક્યાં આ બધી ભાંજગડ કરવી. એમ થાય છે ?
જ્યાં સુધી અર્થીપણું નહિ પ્રગટે ત્યાં સુધી પાઠશાળાઓનો પણ સાચો ઉપયોગ થવાનો નથી. પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર અને નવતત્ત્વ એ તો જૈનશાસનની એસ. એસ. સી. છે. આટલું ભણ્યા પછી જૈનશાસનની વિવિધ જ્ઞાનશાખાઓ પૈકી કોઈ પણ જ્ઞાનશાખામાં પ્રવેશ કરવો સરળ થઈ પડે અને સંવિગ્ન-ગીતાર્થ પુરુષ જેવા આપ્તપુરુષના પાવન મુખેથી પ્રાપ્ત થતાં પરમઆપ્ત એવા સર્વજ્ઞ-વીતરાગનાં વચનોને સમજવાની ક્ષમતા સાંપડે અને એ વચનો યથાર્થરૂપે સમજાય તો જ આત્મકલ્યાણનો સાચો રાહ આપણને સાંપડે.
વિતરાગ-સર્વજ્ઞ એ સ્વયં આપ્તપુરુષ છે અને એ આપ્ત પુરુષના વચનોને જ યથાર્થરૂપે પ્રરૂપતા સંવિગ્ન-ગીતાર્થ ગુરુભગવંતો એ આપ્ત પુરુષના સાચા પ્રતિનિધિ હોઈ તે પણ આપ્ત છે. આવા આપ્ત પુરુષોના વચનનું શરણું લઈને તમારે-અમારે આપણે સૌએ ભવસાગર તરવાનો પ્રયત્ન કરવાનો છે. વિશેષ હવે પછી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org