________________
૧૦૮
- -
–
૧ – આગમ જાણો ! -
108
ચરમાવર્તકાળમાં આવ્યા પછી પણ અપુનબંધક અવસ્થાને ન પામ્યા હોય તેવા ભારેકર્મી ભવી જીવો અને સમ્યગ્દર્શનાદિની વિરાધના કરીને દુર્લભબોધિ બનેલા ભવી જીવોને ધર્મ પ્રત્યે કે ધર્મક્રિયાઓ પ્રત્યે ક્યારેય પણ પ્રેમ-પ્રીતિ હોતી જ નથી.
આવા જીવો ધર્મક્રિયાઓ કરે તે ધર્મ કે ધર્મક્રિયા પ્રત્યેના પ્રેમથી નહિ પણ સંસારિક સુખ સામગ્રી પ્રત્યેના પ્રેમથી. એ સામગ્રીને પામવાના સાધન તરીકે જ ધર્માનુષ્ઠાનોનો ઉપયોગ કરે અને ધાર્યું કામ પાર પડતાં તે એ ધર્મનુષ્ઠાનોને છોડી પણ દે.
ધર્મક્રિયા કરતી વખતે પણ એની પ્રીતિ ધર્મક્રિયા અને ધર્મ પ્રત્યે ન હોય પણ સંસાર અને સંસારની સામગ્રી પ્રત્યે જ હોય અને જ્યારે “આ ક્રિયાથી જ મને અમુક દુન્યવી સુખ મળશે, એ વિના નહિ જ મળે એવી શ્રદ્ધાથી પણ એને એ ક્રિયાઓ જ્યારે ગમે ત્યારે પણ એને ધર્મક્રિયા તરીકે ધર્મક્રિયા પ્રત્યે રાગ નથી થતો પણ દુન્યવી સુખના એક સાધનરૂપે જ એ ધર્મક્રિયા પ્રત્યે રાગ થાય છે. એવો રાગ ધરનારને પ્રિયધર્મી તરીકે માન્યા નથી. આવો ધર્મ કે ધર્મક્રિયા પ્રત્યેનો રાગ એ દેખાવનો છે, બનાવટી છે. વસ્તુતઃ તો એ સંસારરાગ જ છે. આવો રાગ ધરાવતા જીવો ભવાભિનંદી જ હોય છે.
જે પ્રિયધર્મી હોય તેનું અનુષ્ઠાન તો તદ્ધતુ કે અમૃત જ હોય. આ બન્નેય અનુષ્ઠાનોમાં આત્મધર્મ-આત્મસ્વભાવરૂપ ધર્મ અને આત્મ સ્વભાવને પ્રગટ કરતા અનુષ્ઠાન રૂપ ધર્મ પ્રત્યે અપાર રાગ હોય છે અને સંસાર કે સંસાર સુખના સાધન તરીકે ધર્માનુષ્ઠાન પ્રત્યે રાગ નથી હોતો.
જ્યારે અભવી, દુર્ભવી, ભારેકર્મી ભવી કે દુર્લભબોધિ જીવ જ્યારે પણ ધર્માનુષ્ઠાન કરે ત્યારે તેનું તે ધર્માનુષ્ઠાન, વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન કે અનનુષ્ઠાનરૂપ જ બને છે. કારણ કે એને ધર્માનુષ્ઠાન ઉપર રાગ નથી હોતો અને જ્યારે પણ ધર્માનુષ્ઠાન પ્રત્યે રાગ થાય છે, ત્યારે પણ આ લોકનાં કે પરલોકનાં દુન્યવી સુખોનાં સાધન તરીકે જ ધર્માનુષ્ઠાન પ્રત્યે રાગ હોય છે. આવો રાગ ધર્મપ્રેમ ન કહેવાય. આથી આવો રાગ ધરનારને પ્રિયધર્મી ન કહેવાય. આટલી સ્પષ્ટતા પછી હવે તમને ખ્યાલ આવ્યો હશે કે અભવી. દુર્ભવી વગેરે પ્રિયધર્મી ન હોય, પણ અપુનબંધક, સમ્યગ્દષ્ટિ વગેરે જ પ્રિયધર્મી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org