________________
૧૬૨
૧ - આગમ જાણો !
–
162
આ બચાવશે. તમે કહો, “ભાઈ, ગમે તેમ કરો પણ મને બચાવો !' ઓલાને દયા આવી ગઈ ને કહે કે “આવી જા. પણ યાદ રાખજે, તને કોઈ જોઈ જશે તો તને પણ મારશે અને મને પણ મારશે અને કહે કે “જો, આ ભોંયરામાં ઉતરી જા અને તે ઘણાં દિવસોનું અવાવરુ હોય, બારી-બારણાં વગરનું હોય, ઘોર અંધારું હોય, ચામાચીડિયા હોય, ભયંકર વાસ મારતી હોય, દિવસમાં એક વાર જ ખાવા મળે તેમ હોય તો પણ ઉતરો ? એ ભોંયરું શરણ લાગે ? જેવું હોય તેવું પણ મને બચાવે છે, એમ લાગે ? જેને ભય લાગે તે શરણ સ્વીકારે, જેને ભય નથી લાગ્યો તે કોઈ શરણ ન સ્વીકારે. શાસ્ત્રોમાં ચાર શરણ બતાવ્યાં છે, પણ તમારે તો કેટલાં શરણો છે. કાયદાનો પ્રોબ્લેમ આવ્યો ? વકીલ શરણં ગચ્છામિ. વાળ વધ્યાં ! હજામં શરણં ગચ્છામિ. કપડાં મેલાં થયાં, તો ધોબી શરણં ગચ્છામિ. માંદા પડ્યાં તો ડૉક્ટરં શરણં ગચ્છામિ. ચોપડાં લખવા છે તો C.A. શરણં ગચ્છામિ. થાક્યાં-પાક્યાં આવ્યા તો પત્ની શરણં ગચ્છામિ. ઘરડાં થયા તો પુત્ર શરણં ગચ્છામિ. બિમાર પડ્યાં તો સ્વજન શરણં ગચ્છામિ. ઘરકામ આવી પડ્યું તો ઘાટી શરણં ગચ્છામિ.
આવી કોઈપણ વ્યક્તિ જ્યાં સુધી આધારભૂત લાગશે, શરણભૂત લાગશે ત્યાં સુધી સંસાર નહિ છૂટે. જ્ઞાની ભગવંતોએ તેને બંધન તરીકે ઓળખાવ્યું છે.
પૂ. ઉપાધ્યાયજી ભગવંતે “અધ્યાત્મસાર' નામના ગ્રંથમાં ભવસ્વરૂપ અધિકાર બનાવ્યો છે, તેમાં સંસારનાં સ્વરૂપને સમજાવવા ૨૦-૨૦ ઉપમાઓ આપી છે. તેમાંની એક ઉપમા દરમ્યાન કહ્યું છે, મોહે મજબુત ગાળીઓ બનાવ્યો છે અને તે તમારા ગળામાં નાંખ્યો છે. તેનો છેડો મોહનાં હાથમાં છે, એમાં બરાબર માખણ પાએલું છે. ગળામાં પડે તો સુંવાળું લાગે. જેટલું વધારે સુંવાળું લાગે તેટલી ગાંઠ વધારે મજબૂત બંધાય, ને મોત જલ્દી આવે. તમે દોરડું જોયું છે ? દોરડાંને બે વળ હોય. મોહે પણ એવું જ દોરડું બનાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org