________________
૯ - પૂર્વાચાર્થોના પંથે ચાલવું,
-
-
એ તેઓની શ્રેષ્ઠભક્તિ છે
- વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-દ્ર. ૯, શનિવાર, તા. ૩-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા
આ મંગલ કરે છે મંગલાચરણ :
- આર્યપણાની મહત્તા :
૦ ત્રણ પ્રકારના નમસ્કાર :
• સારાનું અનુકરણ કરાય, ખરાબનું નહિં : આર્યદેશનું સૌભાગ્ય :
સૂયગડાંગ અનુપમ કેમ ?
♦ એ દેવો પણ તમારી ઈર્ષ્યા કરે છે :
• જૂના ગ્રંથો વિદ્યમાન છતાં નવા ગ્રંથોની રચના કેમ ?
·
અઘરી અને સરળ ગ્રંથરચનાનો હેતુ :
• મનુષ્યજન્મ દુર્લભ છે, મનુષ્યપણું એથીય વધુ દુર્લભ છે :
9
♦ સંતોષની મસ્તી પુણિયા શ્રાવક માણતો : – હવે એક જ કાર્ય કરવાનું ઃ કર્મનો ઉચ્છેદ : ♦ સ્વયં આપ્ત અને પરંપરાએ આપ્ત : બન્ને પ્રમાણ ઃ
વિષય : શાસ્ત્રરચના શૈલી અને રહસ્ય,
શ્રી સૂયગડાંગજી સૂત્રના ટીકાકાર મહર્ષિ પૂ.આ. શ્રી શીલાંકાચાર્યજીએ ગ્રંથનું મંગલાચરણ કરતાં જે ગંભીર વાતો કરી છે, તેનો રહસ્યાર્થ રજુ કરી આ પ્રવચનનો પ્રારંભ થયો છે. અહીં નમસ્કારના પ્રકાર અને તેની શક્તિ વર્ણવાઈ છે. સ્વ-સમય અને પર-સમયની સમજઆપતાં કયા અવસરે આત્મા બળવાન અને કયા અવસરે મોહ બળવાન ? એ વાત પણ અહીં દર્શાવાઈ છે. આટલાં બધાં શાસ્ત્રો હોવા છતાં નવી શાસ્ત્ર રચનાનું પ્રયોજન શું ? એ પ્રશ્નનો પણ પૂ. મહોપાધ્યાયજીમ. નાં આ વચનોના આધારે જવાબ અપાયો છે. અલગ-અલગ ગ્રંથોની અલગઅલગ શૈલી કેમ ? એ પ્રશ્નનો ખુલાસો પણ મજાનો આપ્યો છે. ત્યારબાદ જીવનું અનાદિત્વ, સહઅસ્તિત્વ,બાલ્યાદિ અવસ્થાની પરાધીનતા, મનુષ્યત્વાદિની દુર્લભતાદિનું મહત્ત્વ આદિ બાબતોનું પ્રવાહી વિવેચન કરાયું છે. અંતે જિનેશ્વરનો ઉપકાર શુદ્ધ પ્રરૂપક આચાર્યની તીર્થંકર-સમાનતા અને સાચા-ખોટાનો વિવેક કેમ કરવો ? તે પણ બતાવ્યું છે.
Jain Education International
પ્રવચનનું પ્રતિબિંબ
* જન્માંતરના પુરુષાર્થથી મનુષ્યનું ખોળીયું મળે છે અને આ જન્મના વિવેકપૂર્ણ પુરુષાર્થથી ‘મનુષ્યપણું’ મળે છે.
* જે ધર્મમાં સહાય કરે તે ‘ધર્મપત્ની’ અને કર્મમાં સહાય કરે તે ‘કર્મપત્ની.’
For Private & Personal Use Only
www.jainelibrary.org