________________
૧૯૯
–
૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે - 8
–
169
ઉતરવા જ ન દે અને અમારે ક્યાંય જવું હોય તો ઉંચકીને પહેલી માના ખોળામાં મૂકી દે. તમને આવી મા નહિ મળી હોય. તમને તો એવી મા મળી છે કે કહે કે જા, શેરીમાં રમી આવ. એટલે હું છુટી જાઉં.
સભા ભાર ન લાગે છોકરાનો ! જેને ભાર લાગે તે મા નહિ, મા હોય તેને ભાર લાગે નહિ
છેલ્લેથી બીજી મા એટલે સાતમી મા શીખવાડે કે, “બેટા ! મૌનમાં જે સુખ છે તે બીજા કશામાં નથી. મૌનમાં જે શક્તિ છે તે બીજા કશામાં નથી.” “એટલે ચોવીસ કલાક મૌન જ રહેવાનું?” “હા, બેટા, બિલકુલ નહિ બોલવાનું.” પણ ભણવું હોય, તત્ત્વચર્ચા કરવી હોય, પૃચ્છા કરવી હોય, જ્ઞાન સાધના કરવી હોય તો બોલવાનું ? જે આત્માના હિતમાં હોય તે બોલવાનું પણ એ બોલતાં પહેલાં બીજી માને પૂછજે કે, તે તને ક્યારે, ક્યાં, કેવું અને કેટલું બોલવું, ન બોલવું તે સમજાવશે અને એ કહે તેમ જ કરજે.”
બીજી મા કહે, “બોલવાનો વારો આવે ત્યારે હલકા લોકો બોલે તેવી ભાષા ન બોલાય. ઉત્તમ મુખે મધુરી ભાષા બેટા ! જે બોલે તે મધુર બોલવાનું. પ્રિય બોલવાનું, હિતકર બોલવાનું અને તે પણ સત્ય જ બોલવાનું. જરૂર પડે તો જ બોલવાનું. કોઈનું અહિત થાય કે કોઈને કડવું લાગે તેવું કે અસત્ય નહિ બોલવાનું.
પાણી ગાળ્યા વગર પીવે તો શરીરનો રોગ થાય ને વાણી ગળ્યા વગરની વાપરે તો આત્માનો રોગ થાય. પાણી ગળ્યા વગર પીવે તો પોતાને જ નુકસાન થાય અને વાણી ગળ્યા વગર વાપરે તો પોતાને અને સામાને, બન્નેયને નુકસાન થાય.”
એ જ રીતે, ખાવાનું, પીવાનું, ઓઢવાનું, રહેવાનું વગેરે કાંઈ પણ જોઈતું હોય ત્યારે ત્રીજી માને પૂછીને તે કહે તેમ તે બધું લાવવાનું, મેળવવાનું. તે માટે ત્રીજી મા કહે કે “દીકરા તું તો જિનરાજકુળનો નબીરો છે, તારાથી જે તે, જ્યાંથી ને ત્યાંથી લાવીને ન ખવાય-પીવાય. તારે જે કાંઈ જોઈએ તે બેતાળીશ દોષથી રહિત લાવવાનું-વાપરવાનું કે એનો ઉપયોગ પાંચ દોષ ટાળીને કરવાનો. પૂર્વજોએ જેમ પોતાના જીવનનો નિર્દોષ રીતે નિર્વાહ કર્યો તેમ તારે પણ નિર્દોષ રીતે જીવવાનું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org