________________
૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે - 8
હૈયાને, તમારા આત્માને સ્પર્શશે નહિં તો આ બધું ખાલી સાંભળેલું પણ નકામું છે.
૧૫૧
-
આ બધું તમે આજે જ સાંભળો છો એવું નથી. આ પૂર્વે પણ અનેકવાર સાંભળ્યું હશે ! માત્ર સાંભળ્યું હશે એમ નહિ પણ એનું અધ્યયન પણ કર્યું હશે ! માત્ર એનું અધ્યયન જ કર્યું હશે એમ નહિ, પણ એનું અધ્યાપન પણ કરાવ્યું હશે ! આગળ વધીને કહું તો આ બધું જે આજે સાંભળો છો તે માત્ર અમારા જેવા કે અમારાથી પણ અધિક એવા આચાર્યો પાસે જ સાંભળ્યું હશે એમ નહિ પણ સાક્ષાત્ તીર્થંકર ભગવંતના પાવન મુખે પણ સાંભળ્યું હશે.
છતાં મોહ ન ઓળખાયો, મિથ્યામતો ન ઓળખાયા, મિથ્યામતોના મિથ્યાસિદ્ધાંતો અને મિથ્યાઆચારો ન ઓળખાયા.
‘સુણ્યા હશે, પૂજ્યાં હશે, નિરખ્યાં હશે પ્રભુ કો ક્ષણે, હે જગતબંધુ ચિત્તમાં ધાર્યા, નહિં ભક્તિપણે.'
M
એમાંથી ઊભું થતું મિથ્યાત્વ ન ઓળખાયું. એનાથી થતું આત્માનું અહિત ન સમજાયું, એનાથી થતો આત્મઘાત કે ભાવપ્રાણોનો વિનાશ ન સમજાયો. કારણ કે જે પણ સાંભળ્યું, ભણ્યું કે ભણાવ્યું તે ગુણસંપત્તિ પામ્યા વિના, એને પામવાનું લક્ષ્ય કેળવ્યા વિના, એને પામવાનો પ્રયત્ન કર્યા વિના, માટે જ આ આગમાદિ સાંભળી ભણી-ભણાવીને જે પરિણામ આવવું જોઈએ, તે ન આવ્યું.
તમે પણ ઘણીવાર પ્રભુની સ્તુતિ કરતાં બોલો છો ને કે -
‘હે ભગવંત ! આપ જ્યારે સમવસરણમાં બિરાજીને ધર્મદેશના આપતા હશો, ત્યારે મેં સાક્ષાત્ આપને સાંભળ્યા હશે, પૂજ્યા હશે અને નિરખ્યા પણ હશે, આમ છતાં પ્રભુ મેં આપને નિઃસ્વાર્થભાવે ભક્તિપૂર્વક હૃદયમાં સ્થાપન ન કર્યા.'
151
Jain Education International
તેથી જ આપની વાતો મારા મનને, બુદ્ધિને ન સ્પર્શી. બુદ્ધિને ન સ્પર્શી એટલે હૈયાને ન સ્પર્શી. તેથી જ તેના પ્રત્યે રુચિ ન જાગી. મેં એ બધું સાંભળ્યું પણ ન સાંભળ્યું કર્યું. તેથી એનાથી દૂર રહ્યો. પરિણામે મારું ભવભ્રમણ અકબંધ રહ્યું. દુઃખના ભાજનરૂપ સંસારમાં મારાં જન્મ-મરણો ચાલ્યાં જ કર્યાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org