________________
૧ આગમ જાણો !
માલિકની જ્યારે જે આજ્ઞા થાય તે જ પાળવાની હોય.’
શ્રાવકે કહ્યું કે, ‘ગુલામ બન્યા પૂર્વે મેં આ નિયમ લીધો છે અને મારો આ નિયમ જીવનપર્યંતનો છે. એટલે એમાં કોઈ જ ફેરફાર નહિ થાય.'
આ સાંભળી રસોઈયો ઉકળ્યો અને હાથમાં જે ગરમાગ૨મ તાવિતો હતો તે લઈને એને ટીપવા માંડ્યો.
૧૧૮
ગુલામો સાથે કરાતા પશુઓ કરતાં પણ વધુ ખરાબ વ્યવહારોના એક ભાગરૂપે બેરહમ મારને કારણે એ શ્રાવકના મોઢામાંથી ચીસો નીકળવા લાગી, પણ એ ચીસો સાંભળી પેલા રસોઈઆને એની જરા સરખીય દયા ન આવી. રોજ રોજ જીવતે જીવતા જીવોને મા૨વાના કારણે એના હૈયામાંથી કરુણાની સરિતા સૂકાઈ ગઈ હતી. સાવ નિષ્ઠુર, નિર્દય એનું હૃદય બની ગયું હતું.
118
ન
શ્રાવકે પોતાને છોડી દેવા ખૂબ જ આજીજી કરી, પણ રસોઈયાએ એક જ વાત પકડી રાખી કે ‘તું મારો હુકમ માનવા તૈયાર ન હોય તો હું તને કોઈ રીતે નહિ છોડું' અને ફરી મારવાનું શરૂ કર્યું અને શ્રાવકના મોઢામાંથી ચિત્કારો નીકળવા લાગ્યા તો પણ પોતાની જાતને બચાવવા જીવહિંસા કરવાનો એને વિચાર પણ ન આવ્યો.
એટલામાં ત્યાં રાજવી આવ્યો. એણે આ દૃશ્ય જોઈને રસોઈયાને પૂછ્યું કે, ‘આજે તું આને આટલો બધો કેમ મારે છે. આ ગુલામ આમ તો બધી રીતે સીધો અને કહ્યાગરો છે.'
રસોઈયાએ કહ્યું કે, ‘આજે એણે મારો આદેશ માનવાની ના પાડી છે અને પછી પ્રતિજ્ઞાની વાતો કરે છે. ગુલામને વળી પ્રતિજ્ઞા કેવી ?' રાજાએ શ્રાવકને પૂછ્યું, તો શ્રાવકે જે હતું તે બધું કહ્યું. રાજાએ કહ્યું કે, ‘હવે તું ગુલામ છે. તું જે કાંઈ કરે તેમાં જે પુણ્ય-પાપ થાય તે તારા માલિકને લાગે, તને નહિ.’
શ્રાવકે કહ્યું, ‘અત્યારે મને જે માર મરાય છે, તે મને જ વાગે છે, મારા માલિકને નહિ . તેમ જો હું પ્રતિજ્ઞા ભંગ કરું, તો એનું પાપ મને જ લાગે. મારાથી આ નહિ બને. આપ મને આમાંથી બચાવો.’
રાજાને વિચાર આવ્યો કે, આટલો બધો માર ખાય છે. છતાં એને પ્રતિજ્ઞા તોડવાનું મન થતું નથી ? તો જોઉં કે એ કેટલો દૃઢ રહી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org