________________
૧૧૭
૧
- આગમ જાણો !
સભા : દ્રવ્યસમાધિની ચિંતા કરવાની કે નહિ ?
દ્રવ્યસમાધિ બે પ્રકારની હોય છે : પ્રધાન દ્રવ્યસમાધિ અને અપ્રધાન દ્રવ્યસમાધિ.
જે દ્રવ્યસમાધિ ભાવસમાધિમાં સહાયક બને, નિમિત્ત બને તે પ્રધાન દ્રવ્યસમાધિ અને જે દ્રવ્યસમાધિ ભાવસમાધિમાં સહાયક ન બને કે ભાવસમાધિમાં બાધક બને તે અપ્રધાન દ્રવ્યસમાધિ.
116
ભાવસમાધિમાં સહાયક બને તેવી પ્રધાન દ્રવ્યસમાધિની જરૂર ચિંતા કરવાની પણ ભાવસમાધિમાં સહાયક ન બને તેવી કે ભાવસમાધિમાં બાધક બને તેવી દ્રવ્યસમાધિની ક્યારેય ચિંતા નહીં કરવાની. કારણ કે એવી દ્રવ્યસમાધિ એ અપ્રધાન કોટિની દ્રવ્યસમાધિ છે અને અપ્રધાન દ્રવ્યસમાધિ તો અસમાધિની પરંપરાનું સર્જન કરતી હોય છે.
તત્કાળ દેખાતી સમાધિની પાછળ જો ભવિષ્યની ચિરકાળની અસમાધિ થવાની હોય તો તે દેખીતી સમાધિ એ ખરેખર તો સમાધિ જ નથી. ચિરકાળની અસમાધિ આપે એવું કાંઈપણ કરવાનું ભગવાને કશું કહ્યું જ નથી. જો તમારે તમારું સાચી રીતે આત્મકલ્યાણ કરવું હોય તો આ બધા વિકલ્પો કર્યા વિના તમે તમારા ધર્મમાં, નિયમોમાં સ્થિર થાવ, દઢ થાવ, ક્યાંય ઢીલા ન પડો !
Jain Education International
ચઉવિહારનો (રાત્રિભોજન-પાનનો ત્યાગ) તમે નિયમ લીધો હોય અને ઘરવાળાં કહે કે ‘તમારા માટે સાંજે પાંચ વાગે ચૂલે કોણ ચડે ?’ તો ગુસ્સો ન કરશો. કોઈપણ જાતનો કજિયો ન કરશો, ત્યારે પણ વિચારશો કે મારા માટે કોઈને કષ્ટ ન પડવું જોઈએ, માટે હું ખાખરો ને ગોળ ખાઈ ચલાવી લઈશ. પણ નિયમમાં બાંધછોડ નહિ કરું. આવું કરવામાં ખુમારી જતી નથી. આવા સમયે ફ્લેશ કરવો કે નિયમ પડતો મૂકવો, બેમાંથી એકપણ યોગ્ય નથી. આમ કરવું તે ખુમારી નથી, ખુવારી છે.
તમારી સાધના બીજા માટે ઉપદ્રવરૂપ ન બનવી જોઈએ. જાત ઉપર નિર્ભર જોઈએ. બીજા આપણને ન કરી આપે તો પણ જવાબદારી કોઈના ઉપર લાદવાની નથી. જે નિયમ - પ્રતિજ્ઞા સ્વીકારી છે, તેમાં ગમે તે સ્થિતિમાં લેશ ખસવું નથી. જે તપ-ત્યાગ અને ૧ થી ૧૨ વ્રતો સ્વીકાર્યા હોય, જેની પ્રતિજ્ઞા કરી હોય, તેમાં ગમે તે સ્થિતિ થાય તો પણ જરા પણ વિચલિત થવું નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org