________________
૭ – ગુણસંપત્તિવિના આગમનો ભાવ | | 7 |
હાથ નહીં લાગે - વિ. સં. ૨૦૫૮. અષાઢ વદ-૮, ગુરુવાર, તા. ૧-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા
• સવેગીઓમાં શિરોમણિ - પુણિયો શ્રાવક: • એક અગત્યની સ્પષ્ટતા : • નિશ્ચય અને વ્યવહાર શું?
•... ત્યાં ક્યાં ગયું હતું તમારું માન? • સામાયિકના બદલે રાજ્ય અને રાજ્યના • ઈન્દ્રિયોના આવેગોને જીતવા માટે
બદલે સામાયિકઃ તમે શું ઈચ્છો ? બે પ્રકારનો તપ છે : • દષ્ટિ ફરી જાય ત્યારે : સુબાહુકુમાર :
વિષયઃ પરમાર્થ મેળવવો જરૂરી. ગત પ્રવચનમાં આગમ શ્રવણની યોગ્યતા અંગેના પંદર ગુણો પૈકીના પહેલા ચાર ગુણોનું સમય મર્યાદામાં સારું એવું વર્ણન કર્યા બાદ આ પ્રવચનમાં પાંચમો-“અજડ” ગુણ છઠ્ઠોક્ષમાશીલ' ગુણ, સાતમો-દમનશીલ' ગુણ અને આઠમોગુપ્તિસાધક ગુણનું સુંદર વિવેચન કરાયું છે. વ્યવહારમાં જેમ ધન-સંપત્તિ જરૂરી મનાય છે, તેમ આધ્યાત્મિક જીવનમાં ગુણરૂપ સંપત્તિથી સમૃદ્ધ થવું અનિવાર્ય મનાયું છે. આ ગુણો જેના જીવનમાં આવે તેને ગીતાર્થ ગુરુભગવંતે ફરમાવેલો આગમનો અર્થ-પરમાર્થ હાથ લાગે. આગમનો અર્થ-પરમાર્થ હાથવગો થવાથી જીવ અપૂર્વ સંવેગ-નિર્વેદાદિ ભાવને પામી ઝટ આત્મકલ્યાણની દિશામાં આગળ વધી જાય છે. એ બધી વાતો અહીં સરસ રીતે સમજાવી છે.
પ્રવચનનું પ્રતિબિંબ જેને મોક્ષનો તીવ્ર અભિલાષ હોય તેને સંસાર ફાવે નહિ, સંસાર ગમે નહિં. * નિશ્ચયને પમાડે તે વ્યવહાર. ધર્મને, ધર્મની મર્યાદાને, ધર્મશાસ્ત્રોની આજ્ઞાને
એકબાજુમાં મૂકીને એકબીજાને જાળવવા તે વ્યવહાર નથી. * જેને સંસારનાં લાલ-પીળાંનાં કાળાં પરિણામ દેખાય તે જ મુક્તિની વાસ્તવિક
આરાધના-ઉપાસના કરી શકે. * જેટલો સાપનો ડર હોય તેના કરતાં વધારેડરજો પાપનો હોય તો ધર્મ કરી શકાય. * કષાયો મનને સંક્ષુબ્ધ કર્યા વગર રહે નહિ. પાણી નિર્મળ ને શાંત હોય તો ચહેરો
જેવો હોય તેવો દેખાય. પણ તેમાં કચરો પડ્યો હોય, પાણી હાલતું હોય કે ઉકળતું હોય તો ચહેરો ન દેખાય. તેમ ચિત્તવૃત્તિ શાંત હોય તો જ તેમાં શ્રુતનું, આત્માદિ તત્ત્વોનું યથાર્થ પ્રતિબિંબ ઝીલાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org