________________
૧ આગમ જાણો !
એનાથી બચવા માનસિક સંસ્કારોનું પરિવર્તન કરવું જરૂરી છે. જે તત્ત્વશ્રવણ અને તત્ત્વચિંતન દ્વારા શક્ય બને છે. વધુમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગરૂપ અત્યંતર તપની સાધના ઉપકારક બની શકે છે.
૧૪૪
જ્યારે શારીરિક વિકારોમાંથી પ્રગટતા ઈન્દ્રિયોના આવેગોને રોકવા, અનશન, ઊણોદરી, વિગઈ ત્યાગ, વૃત્તિસંક્ષેપ, કાયક્લેશ અને સંલીનતા આદિ બાહ્ય તપોનો સહારો લેવો અત્યંત જરૂરી છે. તેના દ્વારા શરીરની વિકૃતિમાંથી જન્મતા ઈન્દ્રિયોના આવેગને અંકુશમાં લઈ શકાય છે.
જે કોઈ સાધક આ રીતે બાહ્ય-અત્યંતર તપ દ્વારા ઈન્દ્રિયોના આવેગોને અંકુશમાં રાખી ‘દાંત' બને છે, તે આ મહાન આગમના અધ્યયનાદિ માટે સુયોગ્ય બની શકે છે.
૮ - ગુત્તો - ગુપ્ત-ગુપ્તિમાન :
આઠમા નંબરે ગુપ્ત : જેણે પોતાના મન, વચન, કાયાના યોગોને પોતાના નિયંત્રણમાં રાખ્યા હોય તે ગુપ્ત-ગુપ્તિમાન કહેવાય.
મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એમ ત્રણ ગુપ્તિનાં નામ તો તમે સાંભળ્યાં જ છે. આ ત્રણેય ગુપ્તિનું વર્ણન ‘યોગશાસ્ત્ર'માં સુંદર શૈલીમાં કરાયું છે. ત્યાં ‘મનોગુપ્તિ’નું વર્ણન કરતાં લખ્યું છે કે
144
-
“જ્યારે મન કલ્પનાજાળથી મુક્ત હોય, સમત્વમાં સારી રીતે સ્થિર થયેલ હોય અને આત્મભાવમાં લીન હોય ત્યારે મનની તેવી સ્થિતિને ‘મનોગુપ્તિ' કહેવાય છે.”
તે પછી ‘વચનગુપ્તિ’નું વર્ણન કરતાં જણાવ્યું છે કે
'હાથ-પગ કે મુખ વગેરેના ઈશારાઓનો ત્યાગ કરીને જે મૌનનું આલંબન લેવાય તે સ્થિતિને અથવા તો વાણીના સંવરને ‘વચનગુપ્તિ’ કહેવાય છે.’
અને
‘કાયગુપ્તિ’નું સ્વરૂપ વર્ણવતાં કહ્યું કે,
‘કાયોત્સર્ગના પ્રસંગે, કોઈપણ પ્રકારનો ઉપસર્ગ થવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org