________________
૧ આગમ જાણો !
કુતરો તમારો હોય તો પણ તે તમારા કાબૂમાં હોવો જોઈએ, પાળેલો હોવો જોઈએ. તમે કહો ‘બેસ !’ તો બેસી જાય અને તમે કહો કે, ‘ઉઠ !' તો ઉઠે એવો જોઈએ. પૂરું નિયંત્રણ. એ સ્થિતિ અહીં કષાયો માટે જોઈએ. ઉદયમાં આવેલા કષાયો ઉ૫૨ પણ એવું નિયંત્રણ જોઈએ કે એનો જ્યારે જે રીતે ઉપયોગ કરવો હોય ત્યારે થઈ શકે. બાકી એ એમને એમ નિષ્ક્રિય-નિષ્પ્રભાવી બનીને રહે. જો એવું ન બને તો આ આગમ પરિણામ નહિં પામે ! મનમાં ક્રોધાદિ કષાયોનો ધમધમાટ ચાલતો હોય તો આ આગમના શબ્દો અસર શું કરે ? ક્રોધવૃત્તિમાનવૃત્તિ-માયાવૃત્તિ-લોભવૃત્તિ અંદર ધમધમાટ કરતી હોય તો આ આગમ અસર શું કરે ? પછી કષાયોનું વ્યાખ્યાન સંભળાય, અમારું ન સંભળાય. ત્યાં ક્યાં ગયું હતું તમારું માન ?
૧૪૨
...
સભા : મોભાનું અભિમાન તો હોવું જોઈએ ને ?
જ
આ તમારો મોભો ? ઘરમાં-બજારમાં ક્યાંય નથી ને અહીં જ જમાવવો છે ? જ્ઞાની ભગવંતોએ કહ્યું છે
• વિંધાણો સૂઈના અગ્રભાગે, માન તિહાં કિહાં રહીઓ ?' એકેન્દ્રિયાદિ અવસ્થામાં તીક્ષ્ણ સોય આદિ શસ્ત્રોથી છેદાયા ભેદાયા ત્યારે માન ક્યાં ગયું હતું ?
142
જેમની પાસે અભિમાન કરવા જેવું ઘણું હતું, તેમણે જરાય અભિમાન ન કર્યું અને જેની પાસે કાંઈ નથી એમને અભિમાન કરવું છે અને પાછું સ્વાભિમાનના નામે એને પંપાળીને એની પૂજા કરવી છે, આવી માનસિકતા ધરાવનાર આત્માઓનું કલ્યાણ શી રીતે થાય ?
એ જ રીતે ક્રોધ, લોભ માટે પણ સમજી લેવું.
‘ખંતો' શબ્દથી મુખ્યત્વે ક્રોધ અને ઉપલક્ષણથી બાકીના ત્રણેય કષાયોને જીતવાની વાત કરી. એ વાત કર્યા પછી હવે આપણે ઈન્દ્રિયદમનની વાત કરવી છે.
વંતો - દાંત-ઈન્દ્રિયોનું દમન કરનાર :
ક્ષાંત પછી સાતમા નંબરમાં દાંત આવે છે. જેણે પોતાની ઈન્દ્રિયોને દમન કરેલી, પોતાના નિયંત્રણમાં રાખેલી હોય. ક્યારેય મર્યાદા બહારનાં વિષયોમાં એની ઈન્દ્રિયો ન જાય. તેવું જ તેનું ઘડતર કર્યું હોય કે જે તેમને સંતપ્ત ન કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org