________________
૧૩૧
૭ : ગુણસંપત્તિ વિના આગમનો ભાવ હાથ નહીં લાગે – 7
એને મળવા મગધનો માલિક આવ્યો હતો. આમ છતાં પુણિયા શ્રાવકે મહારાજ શ્રેણિક સાથે કોઈ જ વ્યવહાર નહોતો કર્યો. કારણ કે એ સામાયિકમાં હતો. તેને આંગણે મગધનો માલિક આવ્યો હોય અને તે પોતાની આંખ ઊંચી ન કરે, ઉભો પણ ન થાય કે કોઈપણ જાતનો ઈશારો પણ ન કરે, તે એનું સામાયિક કેવું હશે ? સામાયિકમાં એની લીનતા અને સ્થિરતા કેવી હશે ?
સભા : ઔચિત્ય ન જાળવે ?
આરાધનાની ઉપેક્ષા કરવી, આજ્ઞા ઉપર પગ મૂકવો, લીધેલી સામાયિકની પ્રતિજ્ઞા તોડવી કે પ્રતિજ્ઞાની મર્યાદા બહારની પ્રવૃત્તિ કરવી તે ઔચિત્ય છે ? આવા સમયે પણ પુણિયો શ્રાવક પોતાના શુભ ધ્યાનમાં, શુભભાવમાં લીન રહ્યો. મનથી પણ જરાય વિચલિત ન થયો તે જ એનું ઔચિત્ય હતું, જેને એણે જાળવ્યું છે.
નિશ્ચય અને વ્યવહાર શું
? :
સભા : વ્યવહાર તો કરવો પડે ને ?
Max.com
131
વ્યવહાર કોને કહેવાય ? નિશ્ચયને પમાડે તે વ્યવહાર. ધર્મને, ધર્મની મર્યાદાને, ધર્મશાસ્ત્રોની આજ્ઞાને એકબાજુમાં મૂકીને એકબીજાને જાળવવા તે વ્યવહાર નથી.
સભા: અમે તો એટલું સમજીએ કે સંસારમાં કરવો પડે તે વ્યવહાર અને ધર્મમાં કરવો પડે તે નિશ્ચય. ઘર, પેઢીમાં કરવો પડે તે વ્યવહાર અને દેરાસરઉપાશ્રયમાં કરવો પડે તે નિશ્ચય.
તમારી આ સમજ તમારા ઘરની છે, જૈનશાસનની નહિ. જૈનશાસનમાં તો જૈનશાસનની માન્યતા કામ લાગે, તમારી નહિ. તમારી માન્યતા મુજબ જો ધર્મશાસનને ચલાવાય કે ધર્માત્માઓને દોરવાય તો આ ધર્મ એક દિવસ ન ટકે.
Jain Education International
તમારી આ બધી ખોટી સમજોને વહેલી તકે વોસિરાવીને જૈનશાસને આપેલી સમજોનો જો તમે સ્વીકાર કરશો તો જ તમારું કલ્યાણ થશે. હવે ક્યારેય તમારી આવી ખોટી સમજોને અહીં જાહેર કરવાની કે કોઈના ઉપર લાદવાની ભૂલ ન કરશો.
આજે તો ઘણા લોકો એવી મૂર્ખતાભરી વાતો કરે છે કે ભગવાને નિશ્ચય અને વ્યવહાર બે ધર્મ બતાવ્યા છે. જેને જે માફક આવે તે કરે. દીકરા-દીકરીને
For Private & Personal Use Only
www.jainelibrary.org