________________
૧૩૭ – ૭ઃ ગુણસંપત્તિ વિના આગમનો ભાવ હાથ નહીં લાગે - 7 – 137
ચાલે, એ તો એમ જ હોય. સંસારમાં બેઠા એટલે આ બધું તો કરવું જ પડે, બહુ ઝીણું ન જોવાય' - એવો કોઈ ભાવ એના હૈયામાં ન હોય. માટે તેને તે નિમિત્તે જે પણ પાપબંધ થાય તે અલ્પ થાય. માટે જ કહ્યું કે –
એને અલ્પ કર્મબંધ થાય.' દૃષ્ટિ ફરી જાય ત્યારે સુબાહુકુમાર
જેના હૈયામાં પાપનો ભય પેદા થાય એની મનઃસ્થિતિ કેવી હોય, તે સમજવા શાસ્ત્રના પાને નોંધાયેલો સુબાહુકુમારનો પ્રસંગ પણ વિચારવા જેવો છે. ૫૦૦ પત્નીની વચ્ચે જીવનાર મહાભોગી એવા પણ સુબાહુકુમારને જ્યારે વૈરાગ્ય પેદા થયો ત્યારે દીક્ષા માટે મા પાસે અનુમતિ માંગી. ઘણી ચર્ચાના અંતે છેલ્લે જ્યારે માએ કહ્યું કે, “દીકરા ! બીજી બધી વાત તો ઠીક પણ તારા વગર તારી આ ૫૦૦ સ્ત્રીઓનું શું થશે ? તારા સહારે તો એમણે પોતાની આખી જિંદગી વિતાવવાની છે. તું જ ચાલ્યો જાય તો તારા વગર એમનું થશે શું ?'
એના જવાબમાં સુબાહકુમારે પોતાની માતાને કહ્યું કે, “મા ! જે ઘરમાં એક નાગણ નીકળી હોય તે ઘરમાં નિરાંતે ઉંઘ આવે ખરી ?' માએ જ્યારે “ના” કહી ત્યારે સુબાહુકુમારે કહ્યું કે, “તો મા ! જે ઘરમાં પ00-100 નાગણો વસતી હોય તે ઘરમાં નિરાંતે કેમ રહેવાય ?' આ દષ્ટિ બદલાઈ. થોડી ક્ષણો પહેલાં પ00નાં સાનિધ્યમાં દેવી સુખો લાગતાં હતાં અને થોડી ક્ષણો પછી દૃષ્ટિ બદલાઈ, સંવેગ પ્રગટ્યો અને પાપનો ડર તીવ્ર બન્યો. એમાંથી આ ઉદ્ગારો નીકળ્યા. સ્ત્રી માટે વપરાયેલા આ શબ્દોમાં સ્ત્રીનો વિરોધ નથી પણ વસ્તુસ્થિતિથી પુરુષ માટે સ્ત્રી રાગરૂપ વિષનું કારણ બને છે માટે આમ કહ્યું છે. એ જ રીતે સ્ત્રી માટે પુરુષ પણ કાળો નાગ છે. જે સ્ત્રીનાં હૃદયમાં આવો વિવેક, વિરાગ અને પાપનો ડર લાગે તેને રાગનું પાત્ર પુરુષ પણ કાળોતરા નાગ જેવો જ લાગે.
જેને પાપનું સ્વરૂપ, પાપનાં નિમિત્તા અને પાપનાં પરિણામોનો બરાબર ખ્યાલ આવે તેને સતત પાપનો ડર લાગે, એના મનમાં સતત પાપનો ભય રહે.
એક પંડિતજી મળ્યા હતા. પૈસાની વાત આવે. એટલે કહે કે “મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org