________________
૧૨૩
– ૯ઃ વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી. ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી - 6 -
123
જે ઘરમાં જેમણે પોતાની આંખે દોઢસો માણસનાં રાંધણ રંધાતાં જોયા હોય, એક સાથે તે બધાને જમતા જોયા હોય, તે જ ઘરમાં બે-ચાર વ્યક્તિઓ જ બાકી રહી હતી અને એ સૌનો આધાર બને એવો પોતે એક દીકરો હોય, જેના ખોળામાં ૧૭-૧૭ વર્ષ વીતાવ્યાં હોય, તે માને મૂકીને એ ત્રિભુવને પોતાના ગુરુદેવના માત્ર એક વચન ખાતર આખા સંસારનો ત્યાગ કર્યો હતો અને આ વાત્સલ્યમૂર્તિ માનો ત્યાગ કર્યો હતો.
ત્રિભુવનમાંથી રામવિજય બનનાર એ નૂતન મુનિ જ્યારે રતનમાના આંગણે ધર્મલાભ દઈને ઉભા રહ્યા ત્યારે એ રતનમાના હૃદયની સંવેદના અને વેદના તેમના ચહેરા ઉપર અને તેમની ભીની આંખોમાં ઉભરાઈ રહી હતી.
જે દીકરાને આજ સુધી રમાડ્યો હતો, ટપાર્યો હતો, હસાવ્યો હતો, તો અવસરે રડાવ્યો પણ હતો, એ જ દીકરાની સામે એ મા, હાથ જોડીને ઉભા હતાં. મોઢામાંથી “મથએણ વંદામિ'ના ઉદ્ગાર એમણે કાઢવા મહેનત કરી હતી. પણ એક વેદનાભર્યા ડુસકામાં એ શબ્દો દબાઈ ગયા હતા.
દીકરાની થાળી તો અનેકવાર હેતભર્યા હૈયે પીરસાતી હતી, પણ આજે ભક્તિભર્યા હૈયે એના પાત્રમાં આહાર વહોરાવવાનો હતો. આહાર વહોરાવવાની ક્રિયા પણ એમણે કરી.
પરંતુ હવે હૈયું હાથમાં ન રહ્યું. નૂતન મુનિ રામવિજયજીએ એ આહારના પાત્રને ઝોળીમાં મૂકી, ધર્મલાભ દઈ જ્યાં બહાર જવા ડગ માંડ્યું ત્યાં જ એ વૃદ્ધ માતાના પગમાં અચાનક જોર આવ્યું.
રામવિજયજી આગળ વધીને મકાનનો ઊંબરો ઓળંગે તે પૂર્વે જ તેઓ આગળ નીકળી ગયાં. બારણાની બરાબર વચ્ચે ઊંબરા ઉપર ઉભા રહીને પોતાના બેય હાથ એમણે બેય બાજુની બારસાખ ઉપર ગોઠવી દીધા અને તેમાં કોઈ બોલે તે પૂર્વે જ તેમની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી અને હોઠ ઉપર વેદનાભર્યા શબ્દો આવીને અટકી ગયા.
બાળ સબૂડો જભ્યો ત્યારથી આજની રામવિજય સુધીની ત્રિભુવનની જીવનયાત્રા એમના માનસપટ ઉપર ઝડપથી પસાર થઈ ગઈ અને મોઢામાંથી એકાએક શબ્દો બહાર સરી પડ્યા.
બેટા! હું તને હવે નહિ જવા દઉં, તું અહીં જ રહી જા! તું તારી આ વૃદ્ધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org