________________
૪ : આગમના અધ્યયન માટે લાયક કોણ ? - 4
ત્યારબાદ જ એ શ્રાવિકા બહેનોએ પોતાના બાળકોને સ્તનપાન કરાવ્યું. આ આપણા શાસનનો ઈતિહાસ બોલે છે. આનું નામ સાચી ગુરુભક્તિ.
૪૫
-
પૂ. આ. શ્રી દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજા બારમા સૈકામાં થયેલા એક સમર્થ મહાપુરુષ હતા. પૂર્ણતલ્લ નામના સુવિહિત ગચ્છના તેઓ અધિપતિ હતા. એઓશ્રીએ મૂળ શુદ્ધિપ્રકરણની ટીકા અને શાંતિનાથ ચરિત્ર વગેરે અનેક મહાન ગ્રંથો બનાવ્યા છે; તેઓશ્રી શાસનરાગી મહાપ્રભાવક હતા. છતાં તત્કાલીન શાસનના શત્રુઓથી શાસનને થતા ઉપદ્રવોથી તેઓ વ્યથિત હતા, તે પરમાત્માને પ્રાર્થના કરતા કે, ‘પ્રભુ ! તારા શાસનમાં અમે તો પથ્થર પાક્યા, કોઈ પ્રભાવક પાકે તો શાસન હેમખેમ રહે.’
45
એ આરઝુ-પ્રાર્થનામાંથી કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા પાક્યા. ધંધુકા આવ્યા ને પાહિણીના બાળકને જોયું, લક્ષણો જોયાં ને નક્કી કર્યું કે, જૈનશાસનને જેવું રત્ન જોઈએ છે, તેવું આ બાળક છે. પાહિણી દેવીને રમતા બાળકને બતાવી કહ્યું કે, ‘આ બાળક શાસનને સોંપી દે.' પાહિણી દેવીનો પતિ મિથ્યાધર્મી હતો. તે પોતે એમ કહી શકત કે, ‘એના પિતાને પૂછવું પડશે. પાછો મિથ્યાધર્મી છે. નકામો ઉપદ્રવ કરશે.' પરંતુ પાહિણી દેવીએ એવું કશું જ ન કહ્યું.
પૂજ્ય આચાર્યશ્રી દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજે પાહિણી દેવીને કહ્યું, ‘બાળકને આપો,' તો તેણીએ સોંપી દીધો ને કહ્યું કે, ‘બાળક્નો પિતા મિથ્યાધર્મી છે, અહીં બાળકનું સંરક્ષણ નહીં થાય. જેથી આપ એવા સ્થાને ચાલ્યા જાઓ કે, જ્યાં એનું સંરક્ષણ થઈ શકે !’
આ બહેનોએ પ્રશ્ન પૂછાવ્યો કે અમો ગુરુની કેવી ભક્તિ કરી શકીએ. તેના જવાબમાં આ કહી રહ્યો છું.
એક એક સંતાનને શાસન માટે દીવો બને તેમ કેળવવું, ઘડવું અને એનું બરાબર ઘડતર થઈ જાય એટલે ગુરુને સમર્પિત કરવું. બાળકને રોજ કહેવું કે - ‘તારે ગુરુ પાસે જવાનું છે.’ હૈયામાં સારા મનોરથ જોઈએ, ભાવના જોઈએ, તો બધું જ શક્ય છે. દરેકે પોતપોતાની મર્યાદા મુજબ ભક્તિ ક૨વાની છે. પાણી ગમે ત્યાંથી રસ્તો કાઢે, તેમ હૈયામાં ભક્તિભાવ હોય તો ભક્તિના પ્રકારો મળી રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org