________________
o
50
૧ – આગમ જાણો ! - છે. બાપાને ભૂલ કાઢવાની ટેવ પડી લાગે છે. આજે જો ભૂલ કાઢશે તો ચિત્ર ફેંકીને ચાલ્યો જઈશ. અત્યાર સુધીમાં તેની ચાલ વિનીત હતી, આજની ચાલ બદલાઈ. ચહેરો, આંખ, હાવભાવ પણ બદલાયા. પિતા જાણી ગયા. એમણે માપ કાઢી લીધું અને બોલ્યા કે, “તેં ગજબનું ચિત્ર બનાવ્યું છે.” પણ મનમાં હતાશા હતી કે, હવે આને હું વિશ્વશ્રેષ્ઠ નહિ બનાવી શકું. જીવની જેટલી લાયકાત હોય તેટલો જ તેને આગળ વધારી શકાય.
પણ ભૂલનો ખ્યાલ તો આપવો જ હતો તેથી કહ્યું, “બેટા !તારું સૌથી પહેલા દિવસનું ચિત્ર લઈ આવ. તેમાં કેટલી ભૂલ છે તે બોલ.' દીકરાએ ચિત્ર લાવી તેમાં ૭૨૦ ભૂલો ગણાવી. “તો મેં પહેલા દિવસે કેટલી કાઢી હતી ?
ચાર.” “આમ કેમ ! પહેલા દિવસે બધી ભૂલ કાઢી હોત તો તું બેસી જ જાત. તારાથી આગળ ન વધી શકાત. તને આગળ વધારવા માટે મેં ઓછી ભૂલ કાઢી. હવે તેને થયું કે આમાં તો એક ભૂલ નથી તેથી મેં બતાવી નથી.” “તો શું આમાં પણ ભૂલો છે ?”
“હા.”
કેટલી ?” “૧૪૪૦’ બતાવો
ના, હવે નહીં, જેટલું શીખ્યો છે, તે પણ તારા માટે પૂરતું છે. મારો મનોરથ જુદો હતો. પણ બધાના મનોરથ ફળતા નથી. હવે તારામાં જે ભાવના પ્રગટી છે, તે હવે તારો આગળ વિકાસ નહિ થવા દે.”
માટે આ શાસ્ત્રમાં કહ્યું છે કે, અધ્યયન કરનાર અપરિતપ્ત જોઈએ. એટલે થાકી જાય તેવો ન જોઈએ. તેવો પુણ્યાત્મા ગ્રંથારંભમાં મંગળ કરી શકે, એનું મંગળ આખા ગ્રંથને નિર્વિન બનાવે.
આ રીતે બીજા નંબરે “વિનીત' બનવા માટે જરૂરી અનુરક્ત-૧, ભક્તિવાન-૨, અમુચી-૩, અનુવર્તક-૪, વિશેષજ્ઞ-૫, ઉદ્યક્ત-અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org